કુપોષણ દુર કરવામાં રાજ્ય સરકારને મળશે સફળતા?

|

Jan 30, 2020 | 7:47 AM

ગુજરાતમાં કુપોષણને દુર કરવા રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસ કરવમાં આવી રહ્યો છે, જો કે હજુ પણ રાજ્યમાં જોઈએ તે પ્રકારની સફળતા મળી નથી, ત્યારે આજથી રાજ્યભરમાં 3 દિવસીય પોષણ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં રાજયભરમાં 1,300થી વધુ જગ્યા પર કેમ્પેઈન કરવામાં આવશે.   Web Stories View more Nita Ambani luxury car : સીટ […]

કુપોષણ દુર કરવામાં રાજ્ય સરકારને મળશે સફળતા?

Follow us on

ગુજરાતમાં કુપોષણને દુર કરવા રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસ કરવમાં આવી રહ્યો છે, જો કે હજુ પણ રાજ્યમાં જોઈએ તે પ્રકારની સફળતા મળી નથી, ત્યારે આજથી રાજ્યભરમાં 3 દિવસીય પોષણ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં રાજયભરમાં 1,300થી વધુ જગ્યા પર કેમ્પેઈન કરવામાં આવશે.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ કુપોષણ એક સળગતો પ્રશ્ન છે. વર્ષ 2019 વિધાનસભામાં ખુદ રાજય સરકારે લેખિતમાં સ્વીકાર્યુ હતુ કે રાજયમાં 1.11 લાખ લોકો કુપોષણયુક્ત છે. જેમાં 19,980 બાળકો ગંભીર રીતે કુપોષણના શિકાર છે. 29,442 બાળકો તીવ્ર કુપોષણનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે. ફેબુઆરીમાં ફરી જ્યારે વિધાનસભાનું સત્ર શરૂ થવા જઈ રહ્યુ છે એ પહેલા જ રાજ્ય સરકાર દ્વારા આજથી પોષણ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં રાજયમાં 1,302 જગ્યાઓ પર કેમ્પેઈન કરાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સાથે સાથે બાળક દીઠ પાલક વાલી બનવા માટે પણ લોકોને સમજાવવામાં આવશે. સરકારનું માનીએ તો 30,000 જેટલી આંગણ વાડીઓને શોર્ટ લીસ્ટ કરવામાં આવી છે, સાથે જ રાજયમાં 3 દિવસમાં 1 લાખ જેટલા બાળકોનું ચેકઅપ કરવામાં આવશે. 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધીમાં જિલ્લા પંચાયતની સીટ, નગરપાલિકા, મહાનગર પાલિકા તથા વિધાનસભા દીઠ કાર્યક્રમ યોજાશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જેમાં સરકારના મંત્રીઓ, બોર્ડ નિગમના ચેરમેન તથા ભાજપ સંગઠનના હોદ્દેદારો પણ જોડાશે. ભાજપનો દાવો છે કે ગુજરાતમાં કુપોષણનો દર ઘટ્યો છે. પહેલા 1000 બાળકોમાંથી 62 બાળકો કુપોષણનો શિકાર બનતા હતા, જ્યારે આજે એ આંકડો 25 સુધી પહોંચ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પરંતુ આ પ્રકારના વિષયોમાં સામાજિક અભિગમ અને ભાગીદારીની પણ ખૂબ જરૂર હોય છે. જેના માટે આ વખતે આ કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી છે. જો કે છેલ્લા 2 વર્ષથી આ પ્રકારે યોજાતા કાર્યક્રમો માત્ર મંત્રીઓ અને સરકારી ચોપડે ટીક માર્ક જેવા બની રહ્યા છે. ત્યારે આ ત્રિદિવસીય કાર્યક્રમ પ્રજા માટે કેટલો ઉપયોગી રહેશે એ જોવુ રહ્યુ.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article