સુરતમાં એક જ વર્ષમાં કેમ સતત ચારવાર આવ્યુ ખાડીપુર ? માનવસર્જિત કારણોએ આવ્યુ હતુ પુર ?

|

Aug 30, 2020 | 12:00 PM

હવે ચોમાસુ બેસે ત્યારે સુરતને માથે તાપીનુ પુર નહિ પણ ખાડીના પુરનું સંકટ વધારે તોળાઈ રહ્યું છે..2013 પછી સુરતના ખાડી કિનારે વસતા લોકો માટે આ ચોમાસુ આફત લઈને આવ્યું છે.. અને સંભવ છે કે હવે પછીના દર ચોમાસામાં આ આફત તેમની સામે આવતી જ રહેશે. કેમ ખાડીમાં આવેલા પૂરથી સુરતના અનેક વિસ્તારો પાણી પાણી થઈ […]

સુરતમાં એક જ વર્ષમાં કેમ સતત ચારવાર આવ્યુ ખાડીપુર ? માનવસર્જિત કારણોએ આવ્યુ હતુ પુર ?

Follow us on

હવે ચોમાસુ બેસે ત્યારે સુરતને માથે તાપીનુ પુર નહિ પણ ખાડીના પુરનું સંકટ વધારે તોળાઈ રહ્યું છે..2013 પછી સુરતના ખાડી કિનારે વસતા લોકો માટે આ ચોમાસુ આફત લઈને આવ્યું છે.. અને સંભવ છે કે હવે પછીના દર ચોમાસામાં આ આફત તેમની સામે આવતી જ રહેશે. કેમ ખાડીમાં આવેલા પૂરથી સુરતના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા. સુરતમાં જાણકારો કહી રહ્યાં છે કે આ ખાડીપૂર એ મનપા આધારિત અને માનરસર્જીત છે.  સુરતમાં એક જ વર્ષમાં ચાર ચાર વાર આવેલા ખાડીપુરથી સુરતના પર્વત પાટિયા, લીંબાયત, ઉધના, ભેસ્તાન, ભેદવાડ સહિતના વિસ્તારોમાં  પુરની ગંભીર પરિસ્થિતિ ઉભી થવાથી લોકોને ભારે નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે..

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

સુરતમાંથી કુલ નાની મોટી પાંચ ખાડી વહે છે. જેમાં કાંકરા ખાડી, ભેદવાડ ખાડી, મીઠી ખાડી, ભાઠેના ખાડી અને સીમાડા ખાડી છે. ..ત્યારે જાણો ખાડીપૂર માટેના પાંચ મુખ્ય કારણો……

શું છે ખાડી પુર પાછળના માનવસર્જિત કારણો ?

1).અત્યારસુધી મહાનગરપાલિકાએ મીઠી ખાડી પાછળ રૂ.148.18 કરોડ અને કાંકરા ખાડી પાછળ રૂ.132.17 કરોડ મળી કુલ રૂ. 280.35 કરોડ ખર્ચ કર્યો છે ત્યારે હજી બંને ખાડી પાછળ આવનારા દિવસોમાં અનુક્રમે 18 અને 8 કરોડ મળીને ખર્ચ મનપા કરવાની છે..

2).ખાડી ડેવલપમેન્ટ પાછળ કરોડોનો ખર્ચ પણ પૂર સામે કારગર નિવડ્યો નથી..ત્યારે આ ડેવલપમેન્ટ કામગીરીના લીધે જ ખાડીઓ પહેલાથી સાંકડી થઇ હોવાની સાથે વહેણ ક્ષમતાને પણ માઠી અસર પહોંચી છે..

3).તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ હેઠળ વાલક અને વરાછા ખાડીના ગંદા પાણીને લસકાણાથી મીઠી ખાડીમાં પાઈપલાઈન મારફતે રૂપિયા 41.57 કરોડનો ખર્ચ ડાયવર્ટ કરાયા છે. વાલક-વરાછા ખાડીનું પાણી એકસામટું મીઠીખાડીમાં ડાયવર્ટ થવાને લીધે ખાડીપૂરની સ્થિતિનું સર્જન થયું છે..

4).વાલક-વરાછા ખાડીના પાણી ડાયવર્ટ કરવા લસકાણા નજીકથી જ આઉટર રિંગરોડને લગોલગ અન્ડરગ્રાઉન્ડ પાઇપ લાઇન બિછાવવામાં આવી છે..આ પાણી સણિયા હેમાદ નજીકની મીઠીખાડીમાં છોડવામાં આવે છે..જોકે, મીઠીખાડીમાં જ પાણી અવરોધાયા હોવાથી વહેણ પાઇપલાઇનમાં જ બ્લોક થયાં હતાં.

5).કોરોના કાળને કારણે તમામ સ્ટાફ અન્ય જગ્યા ડાયવર્ટ કરાતા ખાડીઓનું ડ્રેજિંગ ચોમાચા પૂર્વે થઈ શક્યું નહીં, કામ માત્ર કાંકરા ખાડીના 3 કિમીમાં શરુ કરાયું હતું પરંતુ મીઠી ખાડી તરફ આગળ ન વધી શક્યું..પરિણામે વધુ વરસાદને કારણે ખાડી ઓવરફ્લો થઈ..

પરિસ્થિતિ ત્યાં આવીને ઉભી છે કે આ કારણોને લીધે મધ્યમથી ભારે વરસાદમાં જ ખાડીઓ તુરંત ઓવરફ્લો થઈ જાય છે..જેના કારણે ખાડી કાંઠે રહેતા લોકોને દિવસો સુધી ખાડીના પાણીની વચ્ચે કાઢવા પડી રહ્યા છે..કોરોનાના સમયમાં આ ખાડી પુર આવતા કેશડોલ અને સહાયની માંગણી પણ કરવામાં આવી છે..નોબત તો ત્યાં આવી પડી છે કે એક જ સીઝનમાં ચાર ચાર વખત ખાડી પુરનો સામનો કરવા પડતા લોકોને સ્થળાંન્તર કરવું પડ્યું છે અથવા બીજે રહેવા જવાનો વારો આવ્યો છે..ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા સ્થાનિકોએ માંગ કરી છે..

 

Next Article