પશ્ચિમ રેલ્વે તહેવારોમાં દોડાવશે 10 સ્પેશયલ ટ્રેનો, ભૂજ, ભાવનગર અને ઓખાના મુસાફરોને ફાયદો

|

Nov 03, 2021 | 6:38 PM

પશ્ચિમ રેલ્વેએ બાંદ્રા ટર્મિનસથી ભુજ, ઓખા, ભાવનગર ટર્મિનસ અને બિકાનેર સુધી 5 જોડી ટ્રેન દોડાવવાનું નક્કી કર્યું છે.

પશ્ચિમ રેલ્વે તહેવારોમાં દોડાવશે 10 સ્પેશયલ ટ્રેનો, ભૂજ, ભાવનગર અને ઓખાના મુસાફરોને ફાયદો
Indian Rail

Follow us on

પશ્ચિમ રેલ્વેએ(Western Railway)તહેવારોની(Festival)સિઝનને ધ્યાનમાં રાખીને ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની(Special Train)વધુ 5 જોડી ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનો બાંદ્રા ટર્મિનસથી(Bandra Terminus)ભુજ, ઓખા, ભાવનગર ટર્મિનસ અને બિકાનેર જશે.

પશ્ચિમ રેલવેએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. જેમાં યાત્રીઓની સુવિધા માટે અને આગામી તહેવારો દરમિયાન મુસાફરોના ઘસારાને પહોંચી વળવા માટે આયોજન હાથ ધર્યું છે. જેમાં પશ્ચિમ રેલ્વેએ બાંદ્રા ટર્મિનસથી ભુજ, ઓખા, ભાવનગર ટર્મિનસ અને બિકાનેર સુધી 5 જોડી ટ્રેન દોડાવવાનું નક્કી કર્યું છે.

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

આ ટ્રેનોની વિગતો આ મુજબ છે.

બાંદ્રા ટર્મિનસથી ભુજ (સાપ્તાહિક) સુધીની ટ્રેન નંબર 9417 6ઠ્ઠી નવેમ્બર, 2021 થી 27મી નવેમ્બર, 2021 સુધી દર શનિવારે દોડશે. આ ટ્રેન સાંજે 7.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે બપોરે 12.20 કલાકે તેના ગંતવ્ય સ્થાને પહોંચશે.

ભુજથી બાંદ્રા ટર્મિનસ સુધીની ટ્રેન નંબર 09418 5 નવેમ્બર 2021 થી 26 નવેમ્બર 2021 સુધી દર શુક્રવારે દોડશે. આ ટ્રેન રાત્રે 11.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે બપોરે 3.40 કલાકે ભુજ પહોંચશે.

ટ્રેન નંબર 09255 ગુરુવાર, 4 નવેમ્બર 2021 ના ​​રોજ બાંદ્રા ટર્મિનસથી ઓખા સુધી દોડશે. આ ટ્રેન સવારે 9.15 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 4 વાગ્યે પહોંચશે.

ટ્રેન નંબર 09256 બુધવાર 3 નવેમ્બર 2021 ના ​​રોજ ઓખાથી બાંદ્રા ટર્મિનસ સુધી દોડશે. તે સવારે 11.40 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 6.35 વાગ્યે તેના ગંતવ્ય સ્થાને પહોંચશે.

બાંદ્રા ટર્મિનસથી ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન નંબર 09139 બુધવાર, 3 નવેમ્બર 2021ના રોજ દોડશે. તે સવારે 11 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 4 વાગ્યે ઓખા પહોંચશે.

ટ્રેન નંબર 09140 ઓખા થી બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ગુરુવાર, 4 નવેમ્બર 2021 ના ​​રોજ દોડશે. તે 11.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે 6.35 કલાકે તેના ગંતવ્ય સ્થાને પહોંચશે.

બાંદ્રા ટર્મિનસથી ભાવનગર સુધીની ટ્રેન નંબર 09453 5 નવેમ્બરથી 12 નવેમ્બર, 2021 સુધી દર શુક્રવારે દોડશે. આ ટ્રેન સવારે 9.15 વાગ્યે ઉપડશે અને તે જ રાત્રે 11.45 વાગ્યે તેના ગંતવ્ય સ્થાને પહોંચશે.

ટ્રેન નંબર 09454 ભાવનગરથી બાંદ્રા ટર્મિનસ 4 નવેમ્બરથી 11 નવેમ્બર, 2021 સુધી દર ગુરુવારે દોડશે. તે બપોરે 2.50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 6 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

બાંદ્રા ટર્મિનસથી બિકાનેર સુધીની ટ્રેન નંબર 04706 સોમવાર, 8 નવેમ્બર 2021ના રોજ દોડશે. તે સાંજે 5.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે બપોરે 3.15 કલાકે તેના ગંતવ્ય સ્થાને પહોંચશે.

ટ્રેન નંબર 04705 રવિવાર, 7 નવેમ્બર 2021ના રોજ બિકાનેરથી બાંદ્રા ટર્મિનસ સુધી દોડશે. આ ટ્રેન સાંજે 4.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે બપોરે 3.45 કલાકે તેના ગંતવ્ય સ્થાને પહોંચશે.

મુસાફરોએ નોંધવું જોઈએ કે ટ્રેન નંબર 09256, 09255, 09139 અને 09140નું બુકિંગ 31 ઓક્ટોબરથી શરૂ થઈ ગયું છે. જયારે બાકીની ટ્રેનોની ટિકિટ 1 નવેમ્બર, 2021થી ઉપલબ્ધ છે.

આ પણ વાંચો : ભારત બાયોટેકની કોરોના રસી Covaxinને મળી WHOની મંજુરી 

આ પણ વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ આ રીતે કરશે નવા વર્ષની ઉજવણી, આવો છે સમગ્ર કાર્યક્રમ

Published On - 6:27 pm, Wed, 3 November 21

Next Article