Gujarat માં તાઉ-તે વાવાઝોડાના એક સપ્તાહ બાદ પણ સૌરાષ્ટ્રના 500 ગામોમાં અંધારપટ

|

May 26, 2021 | 3:15 PM

ગુજરાત ( Gujarat) ના દરિયાકાંઠે આવેલા તાઉ તે વાવાઝોડાના એક અઠવાડિયા બાદ પણ અસર ગ્રસ્ત વિસ્તારના 500 ગામોમાં હજુ પણ વીજ પુરવઠો(Power Supply )  પુન: સ્થાપિત નથી થયો. જેમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત વીજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પુન: સ્થાપિત કરવા માટે વીજ કંપનીઓ યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.

Gujarat માં તાઉ-તે વાવાઝોડાના એક સપ્તાહ બાદ પણ સૌરાષ્ટ્રના 500 ગામોમાં અંધારપટ
Gujarat માં તાઉ તે વાવાઝોડાના એક સપ્તાહ બાદ પણ સૌરાષ્ટ્રના 500 ગામોમાં અંધારપટ

Follow us on

ગુજરાત ( Gujarat) ના દરિયાકાંઠે આવેલા તાઉ-તે વાવાઝોડાના એક અઠવાડિયા બાદ પણ અસર ગ્રસ્ત વિસ્તારના 500 ગામોમાં હજુ પણ વીજ પુરવઠો(Power Supply )  પુન: સ્થાપિત નથી થયો. જેમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત વીજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પુન: સ્થાપિત કરવા માટે વીજ કંપનીઓ યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. જો કે તેમ છતાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના આ ગામો હજુ વીજળી પહોંચી શકી નથી.

જેમાં એક સમાચાર પત્રમાં આપવામાં આવેલી માહિતી મુજબ મંગળવારે સાંજ સુધીમાં અમરેલી જિલ્લાના 430 જેટલા ગામો અને ભાવનગર જિલ્લાના 69 ગામો વીજ પુરવઠા  (Power Supply ) વિનાના હતા. જેમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)જે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વીજળી વિતરણ કરે છે.આ કંપનીએ મંગળવારે સાંજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમરેલીના 482 અને ભાવનગરના 101 સહિત કુલ વીજળી વિનાના ગામોની કુલ સંખ્યા 583 છે.

સમાચાર પત્રમાં જણાવ્યા મુજબ ભાવનગર કલેકટરે કહ્યું હતું કે માત્ર જિલ્લામાં 63 ગામો વિજળી વિનાના છે. “ભાવનગરમાં ચક્રવાત બાદ પવનને કારણે શહેરી વિસ્તારોમાં કુલ 727 એકમો જેમાં ગામડાઓ અને વોર્ડનો પણ સમાવેશ થાય છે તે અંધારપટનો સામનો કરી રહ્યા હતા. તેમાંથી 91 ટકા જેટલા એકમોના વીજ પાવરને પુન: સ્થાપિત કરવામાં આવ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ભાવનગરના મહુવાના પેટા વિભાગીય મેજિસ્ટ્રેટ પંકજ વલવાઈએ જણાવ્યું હતું કે, મહુવા અને તેની આસપાસના ડિહાઇડ્રેશન પ્લાન્ટ્સ અને કોલ્ડ સ્ટોરોમાં વીજ પુરવઠો હજુ શરૂ થયો નથી.

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અજય પ્રકાશે જણાવ્યું હતું કે 17 મી મેની સાંજે ચક્રવાત તોકતેના ઉનામાં લેન્ડ ફોલ બાદ જિલ્લાના 151 ગામોમાં પણ વીજ પુરવઠો પુન: સ્થાપિત થયો નથી.

જેમાં ઉના તાલુકાના 77 ગામો, ગીર ગઢડાના 58 અને કોડીનારના 16 ગામોનો સમાવેશ થાય છે. ગેટકો (ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન) ના 220 કેવી સબ સ્ટેશનને થયેલા મોટા પાયે નુકસાનને પગલે અધિકારીઓ તેને પુન: સ્થાપિત કરી રહ્યા છે. જેને પુન: સ્થાપિત કરવામાં 5 જૂન સુધીનો સમય લાગી શકે છે.

Published On - 3:11 pm, Wed, 26 May 21

Next Article