Weather Today Breaking News: આજથી ગુજરાતમાં ધડબડાટી બોલાવશે વરસાદ, 4 દિવસ મેઘાવી માહોલની આગાહી, જાણો આજે ક્યાં પડશે વરસાદ

રાજ્યમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી ચાર દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદની રમઝટ જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે ખાસ કરીને પૂર્વ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.

Weather Today Breaking News: આજથી ગુજરાતમાં ધડબડાટી બોલાવશે વરસાદ, 4 દિવસ મેઘાવી માહોલની આગાહી, જાણો આજે ક્યાં પડશે વરસાદ
| Updated on: Sep 12, 2026 | 8:36 AM

ગુજરાતમાં આજથી ફરી વરસાદી માહોલ જામવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી ચાર દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદની રમઝટ જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે ખાસ કરીને પૂર્વ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદને લઈને ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા તેમજ નદી-નાળામાં પાણીની આવક વધવાની શક્યતા છે.

5થી લઇને 8 ઇંચ સુધી વરસાદ વરસવાની આગાહી

બંગાળની ખાડીમાં જે સિસ્ટમ આગળ વધી રહી છે. જેની અસરના કારણે 12 સપ્ટેમ્બરથી લઇને 15 સપ્ટેમ્બર સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી આપી છે. એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં 5થી લઇને 8 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે.

13 સપ્ટેમ્બરે અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા

અમદાવાદમાં પણ વરસાદનું જોર વધવાની આગાહી છે. ખાસ કરીને 13 સપ્ટેમ્બરે અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદની સ્થિતિમાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે, ત્યારે તંત્રને પણ સતર્ક રહેવાની જરૂરિયાત રહેશે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

વરસાદી સિસ્ટમની અસરને પગલે દરિયામાં પણ પવનની ગતિ વધવાની શક્યતા છે. જેને લઈને 15 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આગામી ચાર દિવસ રાજ્યમાં મેઘાવી માહોલ રહેવાની સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે. તેથી લોકોને પણ જરૂરી તકેદારી રાખવા અને ભારે વરસાદ દરમિયાન નદી-નાળા તથા નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો- ભરૂચના આમોદમાં જર્જરિત સરકારી પશુ દવાખાનું, કર્મચારીઓ અને પશુપાલકો જીવના જોખમે, જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.