જયરાજસિંહના કોંગ્રેસમાંથી રાજીનામાં પર MLA હિતુ કનોડિયા કહ્યું, અમે સ્વાગત કરવા તૈયાર છીએ

|

Feb 17, 2022 | 5:32 PM

કોંગ્રેસના નેતાઓના રાજીનામા અંગે હિતુ કનોડિયાએ કહ્યું હતું કે કોંગ્રેસના લોકો જ કોંગ્રેસથી કંટાળી ગયા છે. જયરાજસિંહ પરમારે કાઢેલી ભડાશ જ કોંગ્રેસની શું સ્થિતિ છે તેની માહિતી આપે છે.

જયરાજસિંહના કોંગ્રેસમાંથી રાજીનામાં પર MLA હિતુ કનોડિયા કહ્યું, અમે સ્વાગત કરવા તૈયાર છીએ
"We are ready to welcome Jayaraj Singh," said MLA Hitu Kanodia on his resignation from the Congress

Follow us on

Rajkot : કોંગ્રેસના પ્રવક્તા અને સિનીયર આગેવાન જયરાજસિંહ પરમારે (Jayaraj Singh Parmar)કોંગ્રેસ (Congress)સાથે છેડો ફાડી નાખ્યો છે. તેઓએ પોતાના સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પરથી આ વાતની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. જયરાજસિંહ પરમાર ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે. તેવા સમયે રાજકોટની મુલાકાતે આવેલા ઇડરના ધારાસભ્ય હિતુ કનોડિયાએ જયરાજસિંહને આવકાર્યા હતા. અને કહ્યું હતું કે કોંગ્રેસથી કંટાળેલા લોકો અમારી પાસે આવશે તો અમે તેને સ્વાગત કરવા માટે તૈયાર છીએ.

કોંગ્રેસથી કોંગ્રેસના લોકો કંટાળી ગયા છે-હિતુ કનોડિયા

કોંગ્રેસના નેતાઓના રાજીનામા અંગે (MLA Hitu Kanodia)હિતુ કનોડિયાએ કહ્યું હતું કે કોંગ્રેસના લોકો જ કોંગ્રેસથી કંટાળી ગયા છે. જયરાજસિંહ પરમારે કાઢેલી ભડાશ જ કોંગ્રેસની શું સ્થિતિ છે તેની માહિતી આપે છે. જયરાજસિંહને ભાજપમાં આવવું હોય તો અમે આવકારવા માટે તૈયાર છીએ. કોંગ્રેસથી કંટાળેલા અનેક લોકો ભાજપમાં જોડાવા માંગે છે અમે પણ તેનું સ્વાગત કરીએ છીએ. સારા લોકોના આવવાથી પાર્ટી મજબુત થશે. વિકાસના કામોમાં જે કોઇ લોકો આગળ આવવા માંગતા હોય તેને જોડાવા માટે પાર્ટી પણ તત્પર છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

રાજકોટમાં પત્રકારો સાથે વાર્તાલાપ માટે આવ્યા હતા હિતુ કનોડિયા

પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્રારા પત્રકારો સાથે મુક્ત મને ચર્ચા કરવાના હેતુથી રાજકોટમાં એક પત્રકાર મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિતુ કનોડિયા ઉપસ્થિત રહ્યા હતા. અને રાજકોટની પ્રવર્તમાન રાજકીય સ્થિતિ,વિકાસને લગતી સમસ્યાઓ અને અવરોધો વિશે માહિતી મેળવી હતી.ભાજપ દ્વારા રાજ્યના મહત્વના શહેરોમાં આ પ્રકારના વાર્તાલાપનું આયોજન કરાયું છે.

પાણી,બ્રિજ,પોલીસના ત્રાસ અને ભાજપના જુથવાદની ચર્ચા

પત્રકારો સાથેના વાર્તાલાપમાં રાજકોટને નર્મદાનું પાણી મળવામાં થઇ રહેલા વિલંબ, શહેરમાં ગોકળગાયની ગતિએ ચાલી રહેલા બ્રિજના કામ અને પોલીસના ત્રાસના આવતા એક પછી એક કિસ્સાઓએ અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત ભાજપના જુથવાદને કારણે શહેરમાં થઇ રહેલા રાજકીય નુકસાન અને તેની વિકાસ પર થતી અસરો પર પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.

 


આ પણ વાંચો : કચ્છનું આ વિભાગ કરે છે સરકારની તિજોરી છલોછલ ! આ વર્ષે પણ કરી 230 કરોડની કમાણી !

આ પણ વાંચો : Bihar : ધોરણ 10ની બોર્ડ પરીક્ષા શરૂ થાય તે પહેલા જ પેપર લીક ! ગણિતનુ પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ

Published On - 5:23 pm, Thu, 17 February 22

Next Article