ભ્રષ્ટાચાર કે બેદરકારી : તાપીમાં છેલ્લા 3 વર્ષથી રાહ જોઈ રહી છે રૂપિયા 16 લાખના ખર્ચે બનેલી પાણીની ટાંકી

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના રાણીઆંબા અને ચીચબરડી ગામેથી ગુજરાત સરકારના તંત્રની ઘોર બેદરકારીનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે. અહીંયા પાણીની ટાંકી બનીને 3 વર્ષ પહેલા તૈયાર થઈ ગઈ છે. પરંતુ તે આજે પણ શોભાના ગાંઠીયા સમાન છે.

ભ્રષ્ટાચાર કે બેદરકારી : તાપીમાં છેલ્લા 3 વર્ષથી રાહ જોઈ રહી છે રૂપિયા 16 લાખના ખર્ચે બનેલી પાણીની ટાંકી
| Edited By: | Updated on: Feb 23, 2026 | 2:18 PM

ગુજરાતમાં અનેક લોકોને એ વાતની જાણ હશે તે તાપી જિલ્લામાં તાજેતરના ભૂતકાળમાં પાણીની ટાંકીનું લોકાર્પણ થાય તે પહેલા જ કડડડભૂસ થઈને તુટી પડી હતી. આ કિસ્સામાં સરકાર અને સરકારી વિભાગની નાલેશી છુપાવવા કેટલાક કર્મચારીઓ સામે પગલાં ભરવામાં આવ્યા હતા. જો કે, તાપી જિલ્લામાંથી જ એક એવી કિસ્સા સામે આવ્યો છે, જ્યાં 3 વર્ષ પહેલા પાણીની ટાંકી બની તો હતી પરંતુ તેમા પાણીનુ એક ટીપુંય આવ્યું નથી. હવે આ ટાંકી ભયજનક થઈ ગઈ છે.

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના રાણીઆંબા અને ચીચબરડી ગામેથી ગુજરાત સરકારના તંત્રની ઘોર બેદરકારીનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે. અહીંયા પાણીની ટાંકી બનીને 3 વર્ષ પહેલા તૈયાર થઈ ગઈ છે. પરંતુ તે આજે પણ શોભાના ગાંઠીયા સમાન છે. ગ્રામજનો પાણીની ટાંકી માટે નિમ્નકક્ષાનું બાંધકામ જવાબદાર ગણાવે છે તો સરકારી અધિકારી, પાવર ફ્લચ્યુએશનના કારણે ટાંકી સુધી પાણી પહોંચતુ ના હોવાનું ગાણું ગાઈ રહ્યાં છે. આવા સમયે સવાલ એ થાય છે કે જ્યારે પાણીની ટાંકી બનાવવાનું અને તેના માટે બજેટ ફાળવણી કરાઈ હશે ત્યારે મોટા મોટા સરકારી હાંકેમે કેમ કાંઈ નહીં વિચાર્યું હોય.

ગુજરાતની જનતાના જીએસટી કે અન્ય વેરાના રૂપિયામાંથી આ પાણીની ટાંકી 16 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવી હતી. સરકાર લોક કલ્યાણકારી યોજનાઓનું ઘડતર કરે છે, પરંતુ અધિકારીઓ, કર્મચારીઓ કે પછી સ્થાનિક નેતાઓની આળસ, અણઆવડત કે પછી બીજા કોઈ ઉદ્દેશ્યને પગલે લાભાર્થી સુધી તેનો ખરો લાભ પહોચતો નથી તેનો આ બોલતો પુરાવો છે. આવા તો ગુજરાતના ખુણે ખુણે અનેક પુરાવાઓ હશે જ્યા ગાંધીનગરથી યોજના ઘડાઈ હોય પરંતુ સ્થળ પર વાસ્તવિકતા કઈક અલગ જ હોય.

તાપી જિલ્લાના ચીચબરડી અને રાણીઆંબા ગામમાં પાણીની રાહ જોઈને ઊભેલી આ ટાંકી માટે જવાબદાર કોણ એ સવાલ ગ્રામ્યજનો એક બીજાને પુછી રહ્યાં છે. જો કે સવાલ સાંભળવા વાળુ પણ કોઈ નથી તેમ પણ ગ્રામ્યજનો જણાવી રહ્યાં છે.

Breaking News : રાજસ્થાનમાં રખડતી વિવાદાસ્પદ કીર્તિ પટેલ આખરે પોલીસના હાથે ચડી