દાદરાનગર હવેલીની લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે મતદાન ચાલું, ભાજપ અને શિવસેનાના નેતા વચ્ચે ખરાખરીનો જંગ

| Edited By: | Updated on: Oct 30, 2021 | 12:34 PM

દાદરા નગર હવેલી લોકસભાની પેટાચૂંટણીનું આજે શનિવારે મતદાન ચાલી રહ્યું છે. પૂર્વ સાંસદ મોહન ડેલકરના અપમૃત્યુ બાદ આ બેઠક ખાલી પડી છે. મોહન ડેલકર લાંબા સમયથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવતા હતા.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. ગુલાબી ઠંડી વચ્ચે વહેલી સવારથી જ મતદાનની ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂઆત થઈ છે. ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મહેશ ગાવિત અને શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર વિરુદ્ધ ખરાખરીનો અને પ્રતિષ્ઠા ભર્યો જંગ જામ્યો છે. તો બીજી તરફ કૉંગ્રેસ તરફથી મહેશ ઢોડી મેદાને છે. ત્યારે મતદાન પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓ તૈનાત છે. આ ચૂંટણીમાં પ્રદેશના ૨.૫૮ લાખ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન માટે ૩૩૩ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણી યોજાય તે માટે ૧૦ પેરામિલિટરી ફોર્સની કંપનીઓ તૈનાત કરાઈ છે. સાથે સાથે બોર્ડર એરિયામાં ૧૮ સ્ટ્રેટિક ટીમ, ૩૩ સેકટર મેજિસ્ટ્રેટ અને ૨૭ સેકટર પોલીસ ઓફિસરો નજર રાખી રહ્યા છે. મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે પ્રશાસન સજ્જ છે.

દાદરા નગર હવેલી લોકસભાની પેટાચૂંટણીનું આજે શનિવારે મતદાન ચાલી રહ્યું છે. પૂર્વ સાંસદ મોહન ડેલકરના અપમૃત્યુ બાદ આ બેઠક ખાલી પડી છે. મોહન ડેલકર લાંબા સમયથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવતા હતા. આ બેઠક પરની પેટા ચૂટણીમાં 333 મતદાન મથકો પર 2.58 લાખ જેટલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. ભાજપ, કોંગ્રેસ, અપક્ષ અને શિવસેનાના ઉમેદવારો વચ્ચે આ ચૂંટણી જંગ છે. વિશેષ તો ભાજપ અને શિવસેના વચ્ચે લોકસભા બેઠક માટે ખરાખરીનો જંગ રહેશે. ઉલ્લેખનીય છે કે, આ બેઠક પર ડેલકરનાં પત્ની કલાવતી શિવસેનામાંથી ઉમેદવાર તરીકે મેદાનમાં છે