Mehsana માં કોરોના સંક્રમણ અટકાવવા સ્વૈચ્છિક લોકડાઉન, તંત્ર દ્વારા નાગરીકો પાસે સહકારની માગ

|

Apr 25, 2021 | 12:37 PM

Mehsana માં સ્થાનિક સંસ્થાઓ અને વેપારીઓ દ્વારા બજારો સંપૂર્ણ બંધ રાખી કોરોના સંક્રમણ અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Mehsana માં કોરોના સંક્રમણ અટકાવવા સ્વૈચ્છિક લોકડાઉન, તંત્ર દ્વારા નાગરીકો પાસે સહકારની માગ
ફાઇલ ફોટો

Follow us on

Mehsana જીલ્લામાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે અને એક જ સપ્તાહમાં કોરોનાનો રોજીંદો આંકડો ૧૦૦ થી ૪૬૦ સુધી પહોંચી ગયો છે. આ સ્થિતિમાં મહેસાણા જીલ્લા વહીવટી તંત્રની સાથે શહેરો અને ગામડાંઓમાં સ્થાનિક સંસ્થાઓ અને વેપારીઓ દ્વારા બજારો સંપૂર્ણ બંધ રાખી કોરોના સંક્રમણ અટકાવવા નો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોરોના સંક્રમણ અટકાવવા સ્થાનિક કક્ષા એ થતા લોકડાઉનના પ્રયાસો પણ હાલમાં ઓછા પડી રહ્યા હોય એવું કોરોના પોઝીટીવ કેસની સંખ્યા ઉપરથી લાગી રહ્યું છે. જોકે મહેસાણા જીલ્લામાં ઠેરઠેર કહી શકાય એ રીતે બજારો બંધ રાખી કોરોના સામેની લડાઈ જીતવા નો પ્રયાસ થઇ રહ્યો છે.

મહેસાણા જીલ્લામાં એપ્રિલ માસ શરુ થતાની સાથે જ કોરોના સંક્રમણનું પ્રમાણ ધીરેધીરે વધવા લાગ્યું હતું. અને હાલમાં કોરોના સંક્રમણએ હાલમાં ફૂલ સ્પીડ પકડી લીધી છે. ૧ લી એપ્રિલના રોજ મહેસાણા જીલ્લામાં કોરોના પોઝીટીવના કુલ ૩૬ કેસ નોધાયા હતા. પરંતુ હવે કોરોનાએ સ્પીડ પકડતા રોજીંદા કોરોના કેસનો આંકડો મહત્તમ ૪૬૦ પહોંચી ગયો છે. જો કે મહેસાણા જીલ્લામાં કોરોના સંક્રમણ ધીરેધીરે વધવાની સાથે કોરોના સંક્રમણ અટકાવવા જીલ્લાના તમામ શહેરો અને ગામડાંઓમાં પ્રયાસો શરુ કરી દેવામાં આવ્યા હતા. તેમ છતાં જીલ્લામાં કોરોના સંક્રમણ ફૂલ સ્પીડે વધ્યું છે અને હાલમાં વધી રહ્યું છે. ત્યારે જીલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવાના પ્રયાસો જીલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરીકો પાસે પણ સહકાર માંગવામાં આવ્યો છે.

જીલ્લા વહીવટી તંત્ર, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને વેપારી એસોસિએશનોએ કોરોના સંક્રમણ ખાળવા હાથ ધરેલા પ્રયાસો ક્યાંક ઓછા પડતા હોય એવું કોરોના કેસના આંકડા ઉપર થી લાગી રહ્યું છે. આથી છેલ્લા એક સપ્તાહથી જીલ્લામાં મહેસાણા, ઊંઝા, ઉનાવા, વિજાપુર, વિસનગર અને કડી જેવા કેટલાક માર્કેટયાર્ડો ૨૫ એપ્રિલ તો કેટલાક બીજી મેં સુધી વેપાર ધંધા સંપૂર્ણ બંધ રાખી કોરોના સંક્રમણને અટકાવવા પ્રયાસો કર્યા છે. ત્યારે મહેસાણા જીલ્લાના મહત્વના શહેરો એવા કડી, ઊંઝા, વિસનગર અને વિજાપુરના બજારો ૨૫ એપ્રિલ સુધી સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરાયેલો છે. જયારે વડનગર, બહુચરાજી, ગોજારીયા, આંબલીયાસણ, વસાઈ અને થોળ જેવા મોટા ગામોના બજારો ૩૦ એપ્રિલ સુધી બપોરે બે વાગ્યા બંધ બંધ રાખવામાં આવી રહ્યા છે. આમ, મહેસાણા જીલ્લામાં નાના-મોટા શહેરો કોરોના સંક્રમણ અટકાવાવ બજારો બંધ રાખી લોકડાઉન સ્વરૂપે કોરોના સામે લડાઈ લડી રહ્યા છે. ત્યારે મહેસાણા જીલ્લાના વડા મથક એવા મહેસાણા શહેરમાં ૨૨ એપ્રિલ થી ૨ જી મે સુધી બજારો સંપૂર્ણ પણે બંધ રાખી સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવેલું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કોરોના સામેની લડાઈ હવે લોકડાઉન સ્વરૂપે કરવામાં આવી રહી છે. આથી શહેરો અને ગામડાંઓમાં દુકાનો, પાનના ગલ્લા અને ખાણી પીણીના સ્થાનો ઉપર એકઠી થતી ભીડ ને રોકવા લોકડાઉન જ એકમાત્ર ઉપાય માનવામાં આવી રહ્યો છે. આથી જીલ્લા ભરમાં સ્થાનિક કક્ષા એ નાના-મોટા શહેરોની સાથે મોટા ગામડાઓમાં પણ બજારો લોકડાઉન સ્વરૂપે સ્વયંભુ બંધ રાખી કોરોના સંકરણ અટકાવવા પ્રયાસો તંત્ર અને નાગરીકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

Next Article