ખંડણીનો કેસ: વિશાલ ગોસ્વામીના વધુ 2 દિવસના રિમાન્ડ ગ્રાહ રાખતી કોર્ટ

|

Jan 27, 2020 | 6:28 PM

સાબરમતી જેલમાં ચાલતા ખંડણીના રેકેટ નો પર્દાફાશ કરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વિશાલ ગોસ્વામી તથા તેની ગેંગના સાગરિતો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ પ્રથમ ગુનો નોંધ્યો હતો. સૌ પ્રથમ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.  ત્યારબાદ વિશાલ ગોસ્વામી તથા તેના અન્ય બે સાગરીતોની સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યા હતા.  કોર્ટે ત્રણેય આરોપીઓને સાત […]

ખંડણીનો કેસ: વિશાલ ગોસ્વામીના વધુ 2 દિવસના રિમાન્ડ ગ્રાહ રાખતી કોર્ટ

Follow us on

સાબરમતી જેલમાં ચાલતા ખંડણીના રેકેટ નો પર્દાફાશ કરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વિશાલ ગોસ્વામી તથા તેની ગેંગના સાગરિતો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ પ્રથમ ગુનો નોંધ્યો હતો. સૌ પ્રથમ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.  ત્યારબાદ વિશાલ ગોસ્વામી તથા તેના અન્ય બે સાગરીતોની સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યા હતા.  કોર્ટે ત્રણેય આરોપીઓને સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   જેલમાંથી ખંડણીનું નેટવર્ક ચલાવવાના કેસમાં વિશાલ ગોસ્વામી સહિત 3 આરોપીઓના રિમાન્ડ મંજૂર
વિશાલ ગોસ્વામી, અજય ગોસ્વામી તથા રીન્કુ ગોસ્વામીના રિમાન્ડ આજે પૂર્ણ થતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે આ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વિશાલ ગોસ્વામીના દસ દિવસના રિમાન્ડની માંગ કરી હતી.  કોર્ટ દ્વારા વિશાલના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.  જ્યારે અન્ય બે આરોપીઓ અજય અને રીન્કુના રિમાન્ડ માગવામાં નહીં આવતા તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા માટેનો હુકમ કરવામાં આવ્યો હોવાનું સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આરોપીઓના વકીલ એડવોકેટ  સલીમ હકીમ એ જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચ પાસે રિમાન્ડ માટેના કોઈ ખાસ કારણો હતા નહીં.  એ જ જુના કારણો હતા જેથી કોર્ટે દ્વારા રિમાન્ડ આપવામાં આવ્યા નહોતા.  ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સૌપ્રથમ જે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.  તેમાં બિજેન્દ્ર લાલો ગોસ્વામીએ કોર્ટને ફરિયાદ કરી હતી કે તેને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માર મારવામાં આવ્યો છે. કોર્ટે વિજેન્દ્રને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.  આ અંગે આજે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિજેન્દ્રનો મેડિકલ રિપોર્ટ કોર્ટને આપવામાં આવ્યો હોવાનું સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article