Ahmedabad: પ્રાથમિક શાળાના બાળકોના જીવ સાથે રમત? પ્લાસ્ટિકના ચોખાનું વિતરણ કર્યાનો ગંભીર આરોપ, જુઓ વિડીયો

|

Sep 30, 2021 | 7:08 PM

અમદાવાદના વિરમગામ તાલુકાની વસવેલીયા ગામમાં આવેલી પ્રાથમિક શાળાનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને વેચવામાં આવેલા ચોખા પ્લાસ્ટિકના છે.

અમદાવાદના વિરમગામ તાલુકાનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ખુબ જ ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યો છે. અને જો આ આરોપ સાચો છે તો ઘટના ચોંકાવનારી છે. જી હા વિરમગામ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં બનાવટી પ્લાસ્ટિક ચોખાનું વિતરણ થયાની વાત સામે આવી છે. આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે વિરમગામ તાલુકાની પ્રાથમિક શાળાઓમેં પ્લાસ્ટિકના ચોખા આપવામાં આવ્યા છે.

તાલુકાની વસવેલીયા ગામમાં આવેલી પ્રાથમિક શાળાનો આ વિડીયો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીઓને વિતરણ કરાતા ચોખા બનાવટી અને અખાદ્ય છે. વિરમગામ તાલુકાના અનેક ગામોમા અખાદ્ય ચોખાનું વિતરણ થયાની આશંકા હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે તવી પર મુકેલા ચોખા સળગી રહ્યા છે. અને જો આ સત્ય હોય તો આ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાની ઘટના છે. આ ઘટના બાદ તપાસની માંગ અને રોષ નાગરીકોમાં જોવા મળી રહ્યો છે.

 

આ પણ વાંચો: PM ના વતનથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની ST બસ શરુ, જાણો ગુજરાતમાં અન્ય ક્યાંથી ક્યાં શરુ થઇ ખાસ બસ સેવા

આ પણ વાંચો: RAJKOT : ગોંડલ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના 16 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

આ પણ વાંચો: Monsoon 2021 : આ વખતે સપ્ટેમ્બરમાં એવું શું થયું કે વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો…!

Next Video