Kheda : ગુજરાત પ્રદેશ સહકારીતા સેલના વડા બિપિનભાઈ પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના (BJP) અધ્યક્ષ સી.આર.પાટીલ (CR Patil)ના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજયમાં તાજેતરમાં યોજાઈ રહેલ સહકારી સંસ્થાઓની(Cooperative Society) ચૂંટણીમાં (Election) ભાજપનો ભગવો દરેક જીલ્લા તેમજ તાલુકાઓમાં લહેરાઈ રહયો છે. સી.આર.પાટીલે ભાજપનું અધ્યક્ષ પદ સંભાળ્યા બાદ ભાજપ સહકારી બેંકો, ડેરીઓ, સંઘો, તાલુકા ખરીદ વેચાણ સંઘો, એ.પી.એમ.સી.તેમજ સુગર ફેકટરીઓ સહિત કુલ 325 જેટલી સંસ્થાઓમાં વિજય પ્રાપ્ત કરી સહકારી સંસ્થાઓને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડવાનું ભગીરથ કાર્ય કર્યું છે.
ખેડા જીલ્લામાં સહકારી ક્ષેત્રે ગઢ ગણાતા કોંગ્રેસના શાસનનો અંત સને 2003થી સત્તા ભોગવતા કોંગ્રેસના સહકારી આગેવાન ધીરુભાઈ ચાવડાનો 1 મતે પરાજય
આજ રોજ ખેડા જીલ્લા સહકારી સંઘની ચૂંટણી ડેપ્યુટી કલેકટર એમ.કે.પ્રજાપતિ સાહેબની અધ્યક્ષતામાં નડીયાદ ખાતે યોજાયેલ હતી. ખેડા જીલ્લો વર્ષોથી સહકારી ક્ષેત્રે કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. આજરોજ યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસના પીઢ સહકારી આગેવાન ધીરૂભાઈ ચાવડાનો ખેડા જીલ્લા સહકારી સંઘની ચેરમેનની ચૂંટણીમાં 1 મતે કારમો પરાજય થયો હતો અને ભાજપ પ્રેરીત જયેશ ચીમન પટેલનો ૧ મતે વિજય થયો હતો.
ખેડા જીલ્લા સહકારી સંઘના 14 ડીરેકટરોએ મતદાનમાં ભાગ લીધો હતો. જેમાંથી 7 મતો જયેશ ચીમન પટેલને મળ્યા હતા. જયારે 6 મતો ધીરૂ ચાવડાને મળ્યા હતા. 1 મત નાટોમાં જવાને કારણે કેન્સલ થયેલ હતો. ધીરૂ ચાવડા 2003થી ખેડા જીલ્લા સહકારી સંઘમાં ચેરમેન તરીકે હતા. તેમના હારવાથી ખેડા જીલ્લામાં વર્ષોથી સહકારી ક્ષેત્રે કોંગ્રેસનો જે દબદબો હતો તે શાસનનો અંત આવેલ છે. ખેડા જીલ્લા સહકારી સંઘ સાથે 1994 મંડળીઓ તેમજ 333 આજીવન સભ્યો મતદાર તરીકે જોડાયેલા છે.
આ પણ વાંચો :NBCC JE Recruitment 2022: જુનિયર એન્જિનિયરની જગ્યા માટે અરજી કરવાની આવતીકાલે છેલ્લી તારીખ, અહીં કરો અરજી