વૃક્ષારોપણ, ખેડૂત-મહિલા સમ્માન, અંગદાન રજિસ્ટ્રેશન: PM Modi ના જન્મદિવસ પર બનાસકાંઠામાં વિવિધ કાર્યક્રમો
PM Modi ના જન્મદિવસ પર બનાસકાંઠામાં વિવિધ કાર્યક્રમો જોવા મળ્યા. જેમાં વૃક્ષારોપણ, ખેડૂત-મહિલા સમ્માન, અંગદાન રજિસ્ટ્રેશન તેમજ દેશની રક્ષા કરતા જવાનોના ખેડૂત પિતાને પણ પ્રમાણપત્ર આપવામાં આવ્યા.
આજે પ્રધાનમંત્રી મોદીના જન્મદિન પર રાજ્યભરમાં અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી. જેમાં બનાસકાંઠામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન જોવા મળ્યું. વડાપ્રધાન મોદીના 71માં જન્મદિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો થાકી ઉજવણી કરવામાં આવી. જેમાં વાત કરીએ તો ભાજપના કિસાન મોરચા દ્વારા બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરાયું. સાથે 2071 વૃક્ષોનું વાવેતર કરી તેનો ઉછેર કરવાનો સંકલ્પ લીધો
આ ઉપરાંત ભાજપ દ્વારા પ્રગતિશીલ ખેડૂતોના સન્માનની સાથે એશિયાની સૌથી મોટી બનાસડેરીમાં કામ કરતી મહિલા કર્મીઓને સન્માનિત કરવામાં આવી. તો વળી સરહદ પર દેશની રક્ષા કરતા જવાનોના ખેડૂત પિતાને પણ પ્રમાણપત્ર આપી તેમનું સન્માન કરવામાં આવ્યુ. એટલું જ નહીં સૌથી ખાસ વાત એ રહી કે જિલ્લા ભાજપના મંત્રી કનુભાઇ વ્યાસે 500 થી પણ વધુ લોકોને અંગદાન અંગે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
વાત કરી રાજ્યની તો રાજ્યભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી. મહેસાણામાં પીએમ મોદીનું 71 ફૂટ ઊંચું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું. તો ઊંઝા એપીએમસી દ્વારા પણ ઉજવણીના ભાગ રૂપે 25000 વૃક્ષ ટ્રી ગાર્ડ સાથે વાવવામાં આવ્યા. તો કચ્છમાં 71 કિલોમીટરની સાઈકલ યાત્રા, બ્લડ ડોનેશન કેમ્પ, વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. બીજી તરફ સોમનાથ મંદિરમાં માર્કંડેય પૂજા, લઘુરૂદ્ર કરવામાં આવ્યો, તો સુરતમાં પૌષ્ટિક દ્રવ્યોથી બનેલી 71 કિલોની કેક કાપવામાં આવી.આ કેક કુપોષિત બાળકોને વહેંચવામાં આવી.
વાત કરીએ મોટા નગરની તો જનસેવા અર્થે અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યમાં મહારસીકરણ અભિયાન ચલાવાયું છે. સુરતની દિવ્યાંગ શાળામાં કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે દિવ્યાંગો સાથે જન્મદિવસ ઉજવ્યો. તો વડોદરાના સેન્ટર સ્કવેર મોલ ખાતે નરેન્દ્ર મોદીની 71 ફૂટ લાંબી અને 30 ફૂટ પહોળી રંગોળી દોરવામાં આવી.
આ પણ વાંચો: Surat: પીએમ મોદીના જન્મદિવસે આ સોસાયટીઓએ લીધો ઘરોમાં સોલાર પેનલ લગાવવાનો અનોખો સંકલ્પ
આ પણ વાંચો: Rajkot: અમુક વિસ્તારોમાં બે દિવસના વિરામ બાદ ફરી ત્રાટક્યા મેઘરાજા, હજુ પાંચ દિવસ વરસાદની આગાહી