Gujarati NewsGujaratVapi muslim community people burn pakistan flag on the roads and show anger on pulwama attack pulwama ghatnane aline vapi mamuslim biradaro ae nodhavyo virodh
‘પાકિસ્તાનને ઘરમાં ઘુસીને મારો’ એવા નારા સાથે વાપીના મુસ્લિમ બિરાદરો રસ્તાં પર ઉતર્યાં હતાં. પુલવાની ઘટનાને લઈને વાપી શહેરના ચોકમાં પાકિસ્તાનના ઝંડા સળગાવ્યા હતાં. પુલવામા થયેલા આતંકવાદી હુમલાને લઈને ચોમેરથી પાકિસ્તાન સામે ફિટકાર વરસી રહ્યો છે,ત્યારે વાપીના ઝંડા ચોક ખાતે આજે સ્થાનિક મુસ્લિમ બિરાદરના લોકોએ એકત્રિત થઇને પાકિસ્તાન સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. Web Stories […]
Follow us on
‘પાકિસ્તાનને ઘરમાં ઘુસીને મારો’ એવા નારા સાથે વાપીના મુસ્લિમ બિરાદરો રસ્તાં પર ઉતર્યાં હતાં. પુલવાની ઘટનાને લઈને વાપી શહેરના ચોકમાં પાકિસ્તાનના ઝંડા સળગાવ્યા હતાં.
પુલવામા થયેલા આતંકવાદી હુમલાને લઈને ચોમેરથી પાકિસ્તાન સામે ફિટકાર વરસી રહ્યો છે,ત્યારે વાપીના ઝંડા ચોક ખાતે આજે સ્થાનિક મુસ્લિમ બિરાદરના લોકોએ એકત્રિત થઇને પાકિસ્તાન સામે સખત વિરોધ નોંધાવ્યો હતો.
પાકિસ્તાનના ઝંડા સાથે આતંકવાદીનું પુતળું દહન કરીને પાકિસ્તાન મુર્દાબાદની નારેબાજી કરી હતી. આતંકવાદ સામે સખત પગલા લેવા સરકાર પાસે માંગ કરી હતી અને હુમલામાં શહીદ થયેલા શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે આતંકવાદીઓને પાકિસ્તાનમાં ઘુસીને મારવાની માંગ કરી હતી.
પાકિસ્તાનની આ આતંકવાદી કરતુત પર લોકોનો ગુસ્સો ફાટી નિકળ્યો હતો અને લોકો રસ્તાં પર ઉતરી આવ્યા છે. પોતાના દેશના શહીદોના ન્યાય માટે લોકો હવે સરકાર પાસે માગણી કરી રહ્યા છે.