વંદે ભારત એક્સપ્રેસને ફરી એક વાર નડ્યો અકસ્માત, વલસાડ પાસે ઢોર અથડાતા થયો અકસ્માત
ટ્રેન સાથે ગાય અથડાતા આ અકસ્માત સર્જાયો છે. અકસ્માતના કારણે ટ્રેનના આગળના ભાગે નુકસાન થયું છે. જોકે અકસ્માત બાદ ટ્રેન રિસ્ટોર કરી રવાના કરવામાં આવી હતી. આ કેસમાં પણ પશુ માલિક સામે ગુનો દાખલ થઈ શકે છે. અગાઉ અમદાવાદમાં વટવા નજીક આ રીતે જ અકસ્માત થયો હતો.
વંદે ભારત એક્સપ્રેસને ફરી એક વાર વલસાડ પાસે અકસ્માત નડયો હતો. ટ્રેન સાથે ગાય અથડાતા આ અકસ્માત સર્જાયો હતો અકસ્માતના કારણે ટ્રેનના આગળના ભાગે નુકસાન થયું છે. જોકે અકસ્માત બાદ ટ્રેન રિસ્ટોર કરી રવાના કરવામાં આવી હતી. આ કેસમાં પણ પશુ માલિક સામે ગુનો દાખલ થઈ શકે છે. અગાઉ અમદાવાદમાં વટવા નજીક આ રીતે જ અકસ્માત થયો હતો. આ ઘટનામાં આરપીએફએ રેલવે અધિનિયમ 1989ની કલમ 147 અંતર્ગત ગુનો દાખલ કર્યો હતો.
અગાઉ બે વાર વંદે ભારત એક્સપ્રેસને ઢોરના કારણે નડી ચૂક્યા છે અકસ્માત
અગાઉ 6 ઓક્ટોબરના રોજ ગાંધીનગરથી રવાના થયેલી વંદે ભારત એક્સપ્રેસને અમદાવાદ નજીકના મણિનગરથી વટવા જતા રેલ્વે સ્ટેશન પાસે અકસ્માત નડ્યો હતો. જોકે અકસ્માત બાદ ટ્રેનના તૂટેલા ભાગનું સમારકામ કરીને તેના નિશ્ચિત ગંતવ્ય સ્થાને જવા માટે રવાના કરવામાં આવી હતી.
તો બીજા જ દિવસે 7 ઓક્ટોબરના રોજ ણંદ સ્ટેશન ખાતે ગાય સાથે અથડાઇ હતી. સાવચેતીના ભાગ રૂપે એન્જિન ડ્રાઇવરે સ્પીડ કંટ્રોલમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પણ ગાય ખૂબ નજીક હોવાથી ટ્રેન સાથે ટક્કર થઈ ગઈ હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. ટ્રેનના આગળના ભાગને સામાન્ય નુકસાન થયું છે. આ મામલે ગંભીરતા દાખવી રેલવે સુરક્ષા દળ દ્વારા ભેંસના માલિક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ આ મામલે આરપીએફે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે 30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાને વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી ફરકાવીને રવાના કરી હતી. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ટ્રેનમાં બેસીને કાલુપુર રેલ્વે સ્ટેશન સુધી મુસાફરી પણ કરી હતી.
વંદે ભારત એક્સપ્રેસના સમયમાં 5 ઓકટોબરથી થયો છે ફેરફાર
રેલ્વે વિભાગ (Indian Railway) દ્વારા ગાંધીનગર કેપિટલ-મુંબઇ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના પરિચાલનના સમયમાં આંશિક ફેરફાર વેસ્ટર્ન રેલવે દ્વારા ટ્રેન નંબર 20902/20901 ગાંધીનગર કેપિટલ-મુંબઇ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના પરિચલાન સમયમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.
વંદે ભારત એક્સપ્રેસના સમયમાં આંશિક ફેરફાર
ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ-મુંબઇ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ગાંધીનગરથી બપોરે 14:05 વાગ્યે ઊપડીને 14:45 વાગ્યે અમદાવાદ, 15:50 વાગ્યે વડોદરા, 17:23 વાગ્યે સૂરત અને 20:15 વાગ્યે મુંબઇ પહોંચશે.
ટ્રેન નંબર 20901 મુંબઇ-સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ મુંબઇ સેન્ટ્રલથી સવારે 06:10 વાગ્યે ઊપડશે અને 08:50 વાગ્યે સૂરત, 10:10 વાગ્યે વડોદરા, 11:25 વાગ્યે અમદાવાદ અને 12:25 વાગ્યે ગાંધીનગર પહોંચશે.