Valsad: અંતરિયાળ ગામોની સગર્ભા બહેનો અને અધવચ્ચે શાળા છોડનાર બાળકોમાં જાગૃતિ લાવવા ખાસ અભિયાન

|

May 19, 2022 | 12:45 PM

સગર્ભા (Pregnant) બહેનોને મળીને જરૂરી સૂચનાઓ આપી હતી અને પૂરતી મેડિકલ સારવાર ઉપલબ્ધ કરવાની પણ ખાતરી આપી હતી. નોંધનીય છે કે સગર્ભા બહેનો અને નવજાત બાળકનો મૃત્યુદર ઘટાડવા માટે વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે.

Valsad: અંતરિયાળ ગામોની સગર્ભા બહેનો અને અધવચ્ચે શાળા છોડનાર બાળકોમાં જાગૃતિ લાવવા ખાસ અભિયાન
Special campaigns in valsad villages (File Image )

Follow us on

વલસાડ(Valsad ) તાલુકા તેમજ જિલ્લામાં આરોગ્ય(Health ) વિભાગના ચોપડે નોંધાયેલી સગર્ભા (Pregnant )બહેનોમાં ડિલિવરી સમયે તેમજ ડિલિવરી બાદ બાળક મૃત્યુદર કેવી રીતે ઘટાડી શકાય તે અંગે જાગૃતિ લાવવા માટે વલસાડ જિલ્લા કલેકટરે અભિયાન હાથ ધર્યું છે. જિલ્લા કલેકટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીડીઓ, પીડીઈઓ, અને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમના સભ્યોએ મળીને વલસાડ તાલુકાના ગામડાઓની મુલાકાત લીધી હતી. વલસાડના ડીડીઓ મનીષ ગુરવાની અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને તેમની ટીમે સગર્ભા મહિલાઓને પૌષ્ટિક ખોરાક લેવા, સગર્ભાવસ્થા દરમ્યાન જરૂરી કસરતો કરવા તેમજ સમયસર મેડિકલ ચેક અપ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત તેઓએ વલસાડના અંતરિયાળ ગામો જેમાં અબ્રામા વિસ્તારની મુલાકાત પણ લીધી હતી. જ્યાં પણ તેઓએ સગર્ભા બહેનોને મળીને જરૂરી સૂચનાઓ આપી હતી અને પૂરતી મેડિકલ સારવાર ઉપલબ્ધ કરવાની પણ ખાતરી આપી હતી. નોંધનીય છે કે સગર્ભા બહેનો અને નવજાત બાળકનો મૃત્યુદર ઘટાડવા માટે વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે.

આ સાથે જ તેઓએ આ ગામડાઓમાં ફરીને વિદ્યાર્થીઓના ડ્રોપ આઉટ રેશિયો પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. કોઈક કારણોસર અધવચ્ચે સ્કૂલ છોડી દેનાર બાળકોના પરિવારજનોને સમજાવીને બાળકોને ફરી સ્કૂલે મોકલવા જાગૃત કરવામાં આવ્યા હતા. આમ,વલસાડના અંતરિયાળ ગામડાઓમાં રહેતા ગ્રામજનોના ઉત્થાન માટે તેમજ જાગૃતિ માટે જિલ્લા વિકાસ અધિકારી અને તેમની ટીમે ખાસ અભિયાન હાથ ધર્યું છે.

 

Next Article