Valsad: એક ઉદ્યોગપતિએ પોતાની કિડની વેચવા કાઢી, સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી સંપર્ક કરવા જણાવ્યુ, જાણો કેમ આવુ કર્યુ

|

May 03, 2022 | 4:04 PM

વાપીના (Vapi) મોરારજી સર્કલ પર આકાશ ગુપ્તા નામના ઉદ્યોગપતિ (Businessman) પોતાના પરિવાર સાથે રહે છે. હાલમાં તેઓ પોતાની કિડની વેચવા મજબૂર થયા છે.

Valsad: એક ઉદ્યોગપતિએ પોતાની કિડની વેચવા કાઢી, સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી સંપર્ક કરવા જણાવ્યુ, જાણો કેમ આવુ કર્યુ
Businessman Akash Gupta

Follow us on

વાપીમાં (Vapi) એક વ્યક્તિએ પોતાની કિડની વેચવા તૈયારી દર્શાવી છે. સોશિયલ મીડિયા (Social media) પર એક પોસ્ટ મૂકી અને પોતે પોતાની કિડની (Kidney) વેચવા માંગી રહ્યા હોવાથી જે કોઈએ કિડની ખરીદવી હોય તેઓ સંપર્ક કરે તેવી પણ જાહેરાત કરી છે. આજે કિડની વેચવા તૈયાર થયેલા આ વ્યક્તિ થોડા સમય અગાઉ મહિને ચાલીસ હજાર રૂપિયાનો સરકારને ટેક્સ ભરીને પોતાનો નાનો વ્યવસાય ચલાવતા હતા. એટલુ જ નહીં આ વ્યક્તિ પાસે ગાડી, બંગલો બધું જ હતું. જો કે હવે તેમની પરિસ્થિતિ એવી બની છે કે તે પોતાની કિડની વેચવા તૈયાર થયા છે.

વાપીના મોરારજી સર્કલ પર આકાશ ગુપ્તા નામના ઉદ્યોગપતિ પોતાના પરિવાર સાથે રહે છે. હાલમાં તેઓ પોતાની કિડની વેચવા મજબૂર થયા છે. તેઓએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી અને પોતાની કિડની વેચવા તૈયારી દર્શાવી છે. સોશિયલ મીડિયા પર મુકેલી પોસ્ટમાં તેઓએ જણાવ્યું છે કે કિડની વેચી અને તે પોતાના પર થયેલું દેવું ચૂકવવા માગે છે અને ફરી વખત પોતાનો નાનકડો વ્યવસાય શરૂ કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માગે છે.

એક સમય એવો હતો કે આકાશ ગુપ્તા ધનિક હતા. તેઓ એટલુ કમાતા હતા કે મહિને 40 હજાર રૂપિયાનો તો સરકારને ટેક્સ જ ચૂકવતા હતા. આકાશ ગુપ્તા કાપડની થેલી બનાવવાનું નાનું યુનિટ ચલાવતા હતા. તેમની પાસે ગાડી, ફ્લેટ અને સુખ સુવિધાઓ હતી. આકાશ બે દીકરા એક દીકરી અને પત્ની સાથે તેઓ બે વર્ષ અગાઉ ખુશ ખુશાલ જીંદગી જીવતા હતા.પરંતુ કોરોનાકાળમાં લાંબા સમય સુધી આવેલા લોકડાઉનને કારણે આકાશ ગુપ્તાનો નાનકડો ધંધો અને આજીવિકા પડી ભાંગી અને લોકડાઉનમાં ધંધો ઠપ થઇ ગયો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આકાશે ધંધો ચાલુ કરવા માટે લીધેલી લોન,ઘરની લોન અને ઘર ખર્ચ કાઢવા હવે તેમને માટે મુશ્કેલ થઈ રહ્યું છે. બે વર્ષમાં કોરોનાને કારણે એવી થપાટ વાગી કે તેઓએ પોતાના પાસે રહેલા પોતાનો ફ્લેટ,ગાડી અને અન્ય મોજશોખના સાધનો વેચવા પડ્યા. અત્યારે તે એવી દયનીય સ્થિતિમાં આવી ગયા કે તેમણે પોતાના પાંચ સભ્યોના પરિવારનું પેટ ભરવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે. આથી તમામ બાજુથી દેવામાં ડૂબેલા અને માનસિક તણાવમાં રહેતા હોવાથી મજબૂરી વશ તેઓએ પોતાની કિડની વેચવાની તૈયારી દર્શાવી છે.

આકાશે ગુપ્તાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી કિડની વેચવાની તૈયારી બતાવી છે. કિડની વેચી તેઓ ફરી એક વખત પોતાનો વ્યવસાય શરૂ કરવા માગે છે અને દેવું ચૂકવી અને પોતાના પરિવારને ફરી એક વખત ખુશીઓ આપવા માગે છે.

બીજી તરફ પિતાની સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ મુકેલી જોઇને તેમના પુત્રએ પરિવારને મદદરુપ થવાનો પ્રયાસ શરુ કર્યો છે. ધોરણ 10ની પરીક્ષા પુરી કર્યા બાદ આકાશ ગુપ્તાના પુત્રએ એક લારી પર નોકરી શરુ કરી છે. આકાશના પુત્રનું માનવુ છે કે તેની નાનકડી આવક પણ પરિવારમાં મદદરૂપ થઈ શકે અને તેના પિતાએ કિડની વેચવા નો વારો ન આવે તો સારુ.

Next Article