Tender Today : ચેકડેમ બનાવવાના લાખો રુપિયાના કામ માટે ટેન્ડર બહાર પડાયુ, આ તારીખ સુધીમાં ભરી દેવાનું રહેશે ટેન્ડર

Tender News : ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ, નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં માન્ય કક્ષામાં રજીસ્ટ્રેશન ધરાવતા ઇજારદારો પાસેથી ઓનલાઇન ઇ-ટેન્ડર સિસ્ટમથી B-1 ફોર્મમાં ટેન્ડર મગાવવામાં આવ્યા છે.

Tender Today :  ચેકડેમ બનાવવાના લાખો રુપિયાના કામ માટે ટેન્ડર બહાર પડાયુ, આ તારીખ સુધીમાં ભરી દેવાનું રહેશે ટેન્ડર
| Edited By: | Updated on: Mar 24, 2023 | 9:11 AM

ગુજરાતના રાજ્યપાલ વતી કાર્યપાલક ઇજનેર, પંચાયત સિંચાઇ વિભાગ, વલસાડ દ્વારા ચેકડેમ બનાવવાના કુલ -2 કામો માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ બે કામો માટેના ટેન્ડરની અંદાજીત કિંમત રુ.7.73 લાખથી રુ. 14.87 લાખ સુધીની છે. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ, નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં માન્ય કક્ષામાં રજીસ્ટ્રેશન ધરાવતા ઇજારદારો પાસેથી ઓનલાઇન ઇ-ટેન્ડર સિસ્ટમથી B-1 ફોર્મમાં ટેન્ડર મગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો-Tender Today : ડીસા નગરપાલિકામાં અલગ અલગ કામો માટે કરોડો રુપિયાના ટેન્ડર જાહેર, જાણો કયા કામ માટે કેટલા રુપિયાનું ટેન્ડર

આ ટેન્ડર ઓનલાઇન સ્વીકારવાની છેલ્લી તારીખ 6 એપ્રિલ 2023 સાંજે 6 કલાક સુધીની છે. ઓનલાઇન ટેન્ડર ખોલવાની તારીખ 13 એપ્રિલ 2023 બપોરે 12.30 કલાકની છે. કાર્યપાલક ઇજનેર, પંચાયત સિંચાઇ, વલસાડ કચેરીએ આ ટેન્ડર ખોલવામાં આવશે. ફીઝીકલ ડોક્યુમેન્ટ મોકલવાની તારીખ 6 એપ્રિલ 2023થી 7 દિવસ સુધીની છે.

આ કામોની વિગતવાર માહિતી આ કચેરીના નોટિસ બોર્ડ ઉપર તેમજ www.nwr.nprocure.com અને www.statetenders.gujarat.gov.in ઉપર જોવા મળશે.