
સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ભાગરુપે જનભાગીદારી યોજના હેઠળ વલસાડ નગરપાલિકાની હદમાં ઘરોની ગટરલાઇનને મુખ્ય ગટર સાથેના જોડાણના કામનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. રસ ધરાવતા ઇજારદારોને જણાવવામાં આવ્યુ છે કે સરકારની અમૃત સરોવર યોજના હેઠળ વલસાડ નગરપાલિકા હદમાં વિકાસલક્ષી કામે એજન્સીઓ પાસેથી ઇ-ટેન્ડર મગાવવામાં આવ્યા છે. ઇ-ટેન્ડરની વિગત કચેરીએ તથા વેબસાઇટ www.nprocure.com પરથી તારીખ 8 મે 2023 સુધીમાં જોવા મળશે.
આ પણ વાંચો-Gujarati Video : રાજ્યમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી, જગતનો તાત ચિંતિત !
ટેન્ડર ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી ઓનલાઇન ભરવાની છેલ્લી તારીખ 25 મે 2023 સાંજે 6 કલાક સુધીની છે. તેમજ અન્ય દસ્તાવેજો રજીસ્ટર પો. એડી.થી મોકલવાની છેલ્લી તારીખ 30 મે 2023ના રોજ સાંજે 6 કલાક સુધીની છે. તેમજ ટેન્ડર ઓપન કરવાની સંભવિત તારીખ 31 મે 2023ના રોજ બપોરે 12.30 કલાકે ખુલ્લા કરવામાં આવશે.
આ ટેન્ડરની અંદાજીત રકમ 15,18,56,400 રુપિયા છે. ટેન્ડરની ફી 35,400 રુપિયા અને બાનાની રકમ 15,18,564 રુપિયા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…