VALSAD : બરવાળા ઝેરી દારૂકાંડ બાદ પોલીસ સતર્ક, ઔદ્યોગિક કંપનીઓ પર રહેશે પોલીસની વોચ

|

Aug 02, 2022 | 8:23 AM

વલસાડ જિલ્લામાં મોટી ઔદ્યોગિક વસાહતો (Industrial area) આવેલી હોવાથી જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે.

VALSAD : બરવાળા ઝેરી દારૂકાંડ બાદ પોલીસ સતર્ક, ઔદ્યોગિક કંપનીઓ પર રહેશે પોલીસની વોચ
Valsad GIDC

Follow us on

બરવાળા ઝેરીદારૂ કાંડ (Botad Hooch Tragedy)બાદ ઈથેનોલ અને મિથેનોલનો ઉપયોગ કરતી કંપની પર પોલીસ (valsad police) દ્વારા વોચ રાખવામાં આવી રહી છે. વલસાડ જિલ્લામાં મોટી ઔદ્યોગિક વસાહતો (Industrial area) આવેલી હોવાથી જિલ્લા પોલીસ ખાસ એલર્ટ છે.એકલા વાપી GIDCમાં 75થી વધુ કંપનીઓ દર મહિને 15 લાખ લીટર મિથેનોલનો ઉપયોગ કરે છે. આ સ્થિતિમાં કંપનીઓમાં ઇથેનોલ-મિથેનોલના સ્ટોક પર પોલીસની નજર રહેશે. એટલું જ નહીં પોલીસની એક ટીમ મિથેનોલના(Methanol) અને ઇથેનોલનો ઉપયોગ કરતી કંપનીઓ પર વોચ રાખશે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

ગાઈડલાઈનનું પાલન કરવા પોલીસે તમામ કંપનીઓને તાકીદ કરી

કંપનીઓમાંથી આ કેમિકલની ચોરી તેમજ દુરૂપયોગ ના થાય તેને લઈ ઉદ્યોગકારો પણ એટલા જ ચિંતિત છે.સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા પોલીસે તમામ કંપનીઓને તાકીદ કરી છે,તો મિથેનોલનો ઉપયોગ કરતા ઉદ્યોગકારોએ પણ ગાઈડ લાઈનના પાલનની બાંહેધરી આપી છે.વાપી ઈન્ડસ્ટ્રિઝ એસોસિએશનના પ્રમુખ કમલેશ પટેલે જણાવ્યું હતું કે,મિથેનોલને જ્યાં સ્ટોરેજ કરવામાં આવે છે ત્યાં અને તેને વહન કરતાં વાહનોમાં GPS સિસ્ટમ પણ લગાવવા આવશે. જેથી કંપનીઓમાં આ કેમિકલનું સુપરવાઈઝિંગ કરતા સ્ટાફને સ્ટોકની જાણકારી રહે.

Next Article