શું છે કેનાબીસની ગોળી? પારડીમાં નશાના વેપારનો પર્દાફાશ, 1.17 લાખનો જથ્થો ઝડપાયો, જુઓ Video

શું છે કેનાબીસની ગોળી? પારડીમાં નશાના વેપારનો પર્દાફાશ, 1.17 લાખનો જથ્થો ઝડપાયો, જુઓ Video

| Updated on: Nov 29, 2026 | 5:03 PM

વલસાડના પારડીમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ થયો છે. પોલીસે બસ સ્ટેશન નજીકથી 2.348 કિલોગ્રામ કેનાબીસની ગોળીઓ, જેની કિંમત આશરે ₹1.17 લાખ છે, જપ્ત કરી છે.

વલસાડ જિલ્લાના પારડી નગરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ થયો છે. સ્થાનિક પોલીસે બસ સ્ટેશન નજીક આવેલી એક લારીમાંથી 2.348 કિલોગ્રામ કેનાબીસની ગોળીઓનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલી કેનાબીસ ગોળીઓની અંદાજિત બજાર કિંમત ₹1.17 લાખ જેટલી આંકવામાં આવી છે.

આ મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં માતા-પુત્રનો પણ સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ પૈકી એક વ્યક્તિ સામે અગાઉ પણ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો, જે દર્શાવે છે કે તેઓ માદક પદાર્થના વેચાણના કૃત્યમાં સંડોવાયેલા છે.

આટલી મોટી માત્રામાં માદક પદાર્થ જાહેર સ્થળ નજીકથી મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે અને આ મામલે વધુ સઘન તપાસ હાથ ધરી છે. પોલીસે આ નશીલા પદાર્થનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને વેચવાનો હતો અને આ ડ્રગ્સ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તે દિશામાં તપાસ તેજ કરી છે. પારડીમાં ઝડપાયેલા આ ડ્રગ્સ નેટવર્કની વધુ કડીઓ ઉકેલવા પોલીસ સક્રિય બની છે.

સરકારી જમીન પર ભાજપ નેતાનું ગેરકાયદે દબાણ! કલોલની પંચવટી સોસાયટીમાં સ્થાનિકોનો ઉગ્ર આંદોલનની ચીમકી 

Follow Us
Loading...
Unable to load recommendations.