દમણ પોલીસે ફાર્મા કંપની સાથે ઠગાઇ કરનારા નવ લોકોની ધરપકડ કરી, પેરાસિટામોલ માટે નકલી રો-મટીરિયલ પધરાવતા હતા

|

Jul 04, 2021 | 8:34 PM

દમણ પોલીસે  નવ આરોપી સાથે 58 હજારની રોકડ, વિવિધ બેંકની 80 ચેકબુક અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા છે. તેમજ જાણવા મળ્યું હતું કે કાનપુરની યુરો એશિયા બાયોકેમિકલ પ્રાઈવેટ લિમિટેડના સંચાલકોએ બનાવટી યુરો એશિયા કેમિકલ કંપની બનાવી હતી.

દમણ( Daman)  પોલીસે એડવાન્સ નાણા લઇને પેરાસિટામોલ( Paracetamol) દવા માટે નકલી રો-મટીરિયલ પૂરું પાડવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. જેમાં દમણ પોલીસે સોફ્ટટેક ફાર્માએ યુપી કાનપુરની યુરો એશિયા કંપની પર નોંધાવેલી ફરિયાદના આધારે નવ લોકોની ધરપકડ કરી છે. દમણ પોલીસે યુપીના કાનપુર સ્થિત યુરો એશિયા બાયોકેમિકલ કંપની પર દરોડો પાડ્યો હતો. જેમાં ફાર્મા કંપની સાથે ઠગાઇનો મામલો સામે આવ્યો છે,

જેમાં પોલીસે  નવ આરોપી સાથે 58 હજારની રોકડ, વિવિધ બેંકની 80 ચેકબુક અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા છે. તેમજ જાણવા મળ્યું હતું કે કાનપુરની યુરો એશિયા બાયોકેમિકલ પ્રાઈવેટ લિમિટેડના સંચાલકોએ બનાવટી યુરો એશિયા કેમિકલ કંપની બનાવી હતી. પહેલા નમૂનામાં સાચું મટીરિયલ આપ્યા બાદ ઓર્ડરમાં ઠગાઈ આચરતા હતા.

આ સમગ્ર કેસમાં દમણ( Daman)ની સોફ્ટટેક ફાર્માએ એક બિઝનેસ સોશિયલ સાઈટ પરથી કાનપુરની કંપની પાસેથી રો-મટીરિયલ ખરીદવાનું નક્કી કર્યું હતું. જેમાં બે સેમ્પલ ચકાસીને 5 ટન રો-મટીરિયલ માટે યુરો એશિયા કંપની સાથે કરાર કર્યો હતો. જે પેટે યુરો એશિયા કંપનીના એકાઉન્ટમાં 9.75 લાખનું અડધું પેમેન્ટ ટ્રાન્સફર કર્યું હતું. જો કે તેની બાદ કંપનીએ મળેલું તમામ રો-મટિરિયલ નકલી નીકળ્યું હતું. તેની બાદ કંપની પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.

આ પણ વાંચો : Odisha : યાત્રાધામ જગન્નાથ પુરી ખાતે ટૂંક સમયમાં બનશે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, લોકો વર્ષ 2022-23 થી લાભ લઈ શકશે

આ પણ વાંચો : Alert : જમ્મુમાં એરફોર્સ સ્ટેશન પર હુમલા બાદ શ્રીનગરમાં ડ્રોન પર પ્રતિબંધ મુકાયો

Published On - 8:30 pm, Sun, 4 July 21

Next Video