Valsad: વલસાડ ખાતે સખી મંડળો અને સ્વ સહાય જૂથોને કેશ ક્રેડિટ કેમ્પમાં 59.35 લાખના ચેકોનું વિતરણ કરાયું

|

Jul 01, 2022 | 3:38 PM

વલસાડ ખાતે સખી મંડળો અને સ્વ સહાય જૂથોને કેશ ક્રેડિટ કેમ્પમાં 59.35 લાખના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Valsad: વલસાડ ખાતે સખી મંડળો અને સ્વ સહાય જૂથોને કેશ ક્રેડિટ કેમ્પમાં 59.35 લાખના ચેકોનું વિતરણ કરાયું
સખી મંડળો અને સ્વ સહાય જૂથોને કેશ ક્રેડિટ કેમ્પ

Follow us on

વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરીયમ (Morarji Desai Auditorium) હોલ ખાતે રાજ્યના આદિજાતિ વિકાસ અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રી નરેશ પટેલના હસ્તે દીનદયાળ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય ગ્રામીણ આજિવીકા મિશન અંતર્ગત સખી મંડળો માટે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા યોજાયેલા કેશ ક્રેડિટ કેમ્પમાં પ્રમાણપત્રો અને ચેકોનું વિતરણ કરાયું હતું.

આ કેમ્પમાં 12 સખી મંડળોને રૂ 25.85 લાખનાં, ચાર સખી સંઘોને રૂ 32 લાખના, પાંચ સ્વ સહાય જૂથોને રૂ 1.5 લાખના ચેકો અને યોજનામાં સહભાગી થઈ લોકોને મદદરૂપ થવા બદલ બેંક સખી, બેંક બ્રાંચ મેનેજર, તાલુકાની ટીમ અને ક્લસ્ટર કોઓર્ડિનેટરોને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. ગુજરાતમાં જ અઢી લાખથી વધુ સખી મંડળો એવા છે જે મહિલાઓને રોજગારી આપે છે. રોજગારીથી ગરીબનું જીવન ધોરણ બદલાય અને મુખ્ય ધારામાં આવે એવો સરકારનો સતત પ્રયાસ છે.

લોન લઈ સાહસિક શરૂઆત અને ઉંચા સ્વપ્ન રાખી મહેનતથી આગળ વધો : મંત્રી નરેશ પટેલ

મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, સ્ત્રી સશક્તિકરણ માટે સરકારે સખી મંડળો અને સ્વસહાય જૂથોની રચના કરી છે. જે દેશ અને રાજ્યના ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓને ભેગા કરી સરકાર રૂ.50 હજાર થી રૂ. 20 લાખ સુધીની વગર વ્યાજની લોન આપી કરી રોજગારી આપવાને તકો પુરી પાડે છે. તેથી હિંમત કરી લોન લઈ ધંધા વેપારની શરૂઆત કરો અને મહેનત કરી આગળ વધો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, ઉમરગામના ધા૨ાસભ્ય ૨મણલાલ પાટકર, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ અલકા શાહ, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, ઈનચાર્જ નિયામક અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી, સંગઠન મહામંત્રી કમલેશ પટેલ તેમજ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Article