Valsad : જમનાદાસ પબ્લિકેશનના બીએના પુસ્તકમાં આપત્તિજનક લખાણને લઇને આદિવાસી સમાજમાં આક્રોશ, લખાણ દૂર કરવા માંગ

|

May 07, 2022 | 10:16 PM

વલસાડના( Valsad) ખેરગામ ધેજ ચરી વિસ્તારના આદિવાસી આગેવાનોએ અને મહિલાઓએ ખેરગામ મામલતદારને પાઠવેલ પત્રમાં જણાવ્યા મુજબ જમનાદાસ કંપની અને એના લેખક દ્વારા એસવાયબીએ માટે આદર્શ કોટિલ્ય કૃત પ્રશ્ન સકુટના સમાજશાસ્ત્ર પેપર 9 સેમેસ્ટર 4 પાના નંબર 74 પર મુદા નંબર 2 માં એઇડ્સના કારણોમાં વેશ્યાગમન દર્શાવેલ છે.

Valsad : જમનાદાસ પબ્લિકેશનના બીએના પુસ્તકમાં આપત્તિજનક લખાણને લઇને આદિવાસી સમાજમાં આક્રોશ, લખાણ દૂર કરવા માંગ
Valsad Jamnadas Publication Book

Follow us on

વલસાડમાં જમનાદાસ પ્રકાશક (Jamnadas Publisher )કંપની દ્વારા બી.એ.ના બીજા વર્ષ માટે તૈયાર કરેલ પુસ્તકમાં એઇડ્સના(AIDS) કારણો દર્શાવનાર પ્રકરણમાં આદિવાસી સમાજને (Tribal Community)  લઇને કરેલા  આપત્તિજનક લખાણને લઇને  પ્રકાશક સામે આઇપીસી અને એટ્રોસીટી એકટ મુજબ કંપનીના માલિક અને લેખક સામે ગુનો નોંધી તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે ધેજ ગામના આદિવાસી આગેવાનો અને મહિલાઓએ ખેરગામ મામલતદાર જેકે સોલંકીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેરગામ ધેજ ચરી વિસ્તારના આદિવાસી આગેવાનોએ અને મહિલાઓએ ખેરગામ મામલતદારને પાઠવેલ પત્રમાં જણાવ્યા મુજબ જમનાદાસ કંપની અને એના લેખક દ્વારા એસવાયબીએ માટે આદર્શ કોટિલ્ય કૃત પ્રશ્ન સકુટના સમાજશાસ્ત્ર પેપર 9 સેમેસ્ટર 4 પાના નંબર 74 પર મુદા નંબર 2 માં એઇડ્સના કારણોમાં વેશ્યાગમન દર્શાવેલ છે.

જેમાં જણાવ્યું કે શહેર ગામડાઓ અને આદિવાસી સમાજમાં વેશ્યાવૃતિ પ્રવૃતિઓ નિરંકુશ રીતે ચાલ્યા કરે છે. આ પ્રમાણેનું લખાણ ટાંકીને પુસ્તકો વાંચનાર યુવાવર્ગના મગજમાં આદિવાસી સમાજ પ્રત્યે ઘણી અપમાનજનક અને ધૃણાજનક ખોટી માહિતી ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે આવું લખાણ છાપીને આદિવાસી સમાજની પુસ્તકમાં એઇડ્ઝના કારણો દર્શાવતા લેખમાં માતા બહેનનોનું આબરૂ ઉપર હુમલો કર્યો છે. અને આદિવાસીઓને નીચા દેખાડવાના પ્રયત્નો કર્યા છે.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

આ બાબતના લખાણ સામે આદિવાસી સમાજમાં ભારે ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો છે. વિશ્વના દેશોએ પણ યુ.એન.ઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિ રહેણી કરણી રીતિ રિવાજોને માન સન્માન આપ્યું છે. તો બીજી તરફ ભારત દેશમાં આદિવાસીઓનો વારંવાર અપમાન કરવામાં આવી રહ્યું છે. જેથી આવું લખાણ આપનાર પ્રકાશક સામે આઇપીસી અને એસેસીટી એક્ટ મુજબ કંપનીના માલિક અને લેખક સામે ગુનો નોંધી તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આદિવાસી સમાજની મહિલાઓને બદનામ કરાઇ છે પ્રકાશક સામે આઇપીસી અને એટ્રોસીટી એકટ મુજબ ગુનો નોંધવા માગ કરી છે.

Published On - 9:59 pm, Sat, 7 May 22

Next Article