અત્યાર સુધી આપે ફિલ્મોમાં કલાકારોને જ પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોયા હશે પરંતુ આગામી ટૂંક સમયમાં રિયલ પોલીસ કોપ પડદા પર માફિયાઓ સાથએ ઢીશુમ ઢીશુમ કરતા જોવા મળી શકે છે. વર્ષ 1984માં ગુજરાત પોલીસમાં જોડાયેલા અને હાલ વડોદરા પોલીસમાં PSI તરીકે ફરજ બજાવતા PSI અરૂણ મિશ્રા લાંબા સમયથી હિંદી ફિલ્મોમાં કામ કરવા ઉત્સુક છે. જેમને વડોદરા પોલીસ કમિશનર અને રાજ્ય પોલીસ વડા તરફથી તો ફિલ્મ અને ટીવીના રૂપેરી પડદે કામ કરવા માટે લગભગ અંશત: લીલી ઝંડી મળી ચુકી છે.
પરંતુ, રાજ્ય પોલીસ વડાની કચેરીથી તેમની મંજૂરી માગતો પત્ર ગૃહવિભાગને ફોરવર્ડ કરવામાં આવ્યો છે. જો ગૃહ વિભાગ PSI અરૂણ મિશ્રાને ફિલ્મો અને ટીવી સિરિયલમાં કામ કરવા મંજૂરી આપી દેશે તો અરૂણ મિશ્રા ગુજરાત પોલીસ સાથે જોડાયેલા રહીને પોતાના અભિનયના કૌશલ્યનો લોકોને પડદા પરથી રસાસ્વાદ કરાવશે.
અરુણ મિશ્રા અગાઉ ટીવી સિરિયલમાં કામ કરી ચુક્યા છે, psi અરુણ મિશ્રા ને લોકો PSI તરીકે જ ઓળખે છે, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે અરુણ મિશ્રા એક્સ આર્મી ઓફિસર છે. આર્મી માં સાડા છ વર્ષ સેવાઓ આપી VRS લીધું હતું. વર્ષ 2016માં ગુજરાત પોલીસ સાથે જોડાયા તે પૂર્વે અરુણ મિશ્રા સ્ટાર વન પર પ્રસારિત શકુંતલા સિરિયલમાં સેનાપતિ ચંદ્રભાનનો રોલ કરી ચુક્યા છે.
રાજસ્થાનના અજમેરમાં જન્મેલા PSI અરૂણ મિશ્રા જમ્મુમાં સાભાં સેક્ટરમાં આર્મીમાં ફરજ બજાવી ચુક્યા છે. તેમણે પુલવામાં ડોડા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પણ ફરજ બજાવી છે. વર્ષ 2016માં PSI તરીકે ગુજરાત પોલીસમાં જોડાયા હતા. કમાન્ડો ટ્રેનિંગ કરી ચુક્યા છે. વર્ષ 2017થી વડોદરા શહેર પોલીસની અલગ અલગ એજન્સીઓ ક્રાઈમ બ્રાંચ, SOG જુદા જુદા પોલીસ મથકોમાં ફરજ બજાવી ચુક્યા છે.
PSIની મહત્વપૂર્ણ કામગીરી દરમિયાન ક્રાઈમ બ્રાંચમાં ફરજ દરમિયાન માર્કશીટ કૌભાંડના આરોપી કેપ્લોન પ્રાઈવેટ લિમીટેડના વિરલ જયસ્વાલની ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત વર્ષ 2022માં પેરોલ જમ્પ હત્યાના આરોપીને જયપુરથી ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો : Vadodara: આખરે ઘી ના ઠામમાં ઘી ઢળ્યુ, બરોડા ડેરીના ઉપપ્રમુખ પદે ફરી એકવાર જી.બી. સોલંકીની સર્વાનુમતે વરણી
ક્રાઈમ બ્રાંચમાં 2017માં હતા ત્યારે વીડિયો બનાવ્યો હતો જે વર્ષ 2019માં વાયરલ થયો અને ક્રાઈમ બ્રાંચમાંથી ટ્રાફિકમાં બદલી થઈ હતી. DCP ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવી છે. આર્મીમાં 2008માં VRS લીધા બાદ ગુજરાત પોલીસમાં જોડાયા હતા.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો