Vadodara : વિશ્વ યોગ દિવસની અનોખી ઉજવણી, ક્ષયરોગ મુક્ત દર્દીઓ માટે મેડિકલ કોલેજમાં સાપ્તાહિક યોગ તાલિમ વર્ગનો પ્રારંભ

|

Jun 21, 2021 | 5:50 PM

Vadodara : રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે નિર્ધારિત સારવાર લઈને ટીબી એટલે કે ક્ષયરોગમાંથી મુક્ત થયેલા લોકોના ફેફસાંને યોગ સાધના દ્વારા વધુ મજબૂત અને સક્ષમ બનાવવાનું લક્ષ્ય ધરાવતું અભિયાન પહેલા તબક્કામાં રાજ્યની 6 મેડિકલ કોલેજોના સહયોગથી પ્રાયોગિક ધોરણે વિશ્વ યોગ દિવસથી શરૂ કર્યું છે.

Vadodara : વિશ્વ યોગ દિવસની અનોખી ઉજવણી, ક્ષયરોગ મુક્ત દર્દીઓ માટે મેડિકલ કોલેજમાં સાપ્તાહિક યોગ તાલિમ વર્ગનો પ્રારંભ
વિશ્વ યોગ દિવસ

Follow us on

Vadodara : રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે નિર્ધારિત સારવાર લઈને ટીબી એટલે કે ક્ષયરોગમાંથી મુક્ત થયેલા લોકોના ફેફસાંને યોગ સાધના દ્વારા વધુ મજબૂત અને સક્ષમ બનાવવાનું લક્ષ્ય ધરાવતું અભિયાન પહેલા તબક્કામાં રાજ્યની 6 મેડિકલ કોલેજોના સહયોગથી પ્રાયોગિક ધોરણે વિશ્વ યોગ દિવસથી શરૂ કર્યું છે.

તેના ભાગરૂપે વડોદરા શહેર અને જિલ્લા ક્ષય રોગ નિવારણ કચેરીઓના સંકલનથી બરોડા મેડિકલ કોલેજ અને સયાજી હોસ્પિટલમાં આજે વિશ્વ યોગ દિવસની અનોખી ઉજવણી રૂપે નિર્ધારિત સારવાર લઈને આ રાજરોગમાંથી મુક્ત થયેલા શહેરના 17 વ્યક્તિઓની યોગ અને પ્રાણાયામ તાલીમ શિબિરનો બરોડા મેડિકલ કોલેજના ડીન ડો.તનુજા જાવડેકર અને વિભાગીય નાયબ આરોગ્ય નિયામક ડો.રાજેન્દ્ર પાઠકજી ની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.

વડોદરા શહેર ક્ષય રોગ નિવારણ અધિકારી ડો.અનિલ શાહે જણાવ્યું કે આ તમામ લોકોને નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે તબીબી સારવાર આપીને તેમની કચેરી દ્વારા રોગમુક્ત કરવામાં આવ્યા હતા. યોગ્ય પ્રકારના પ્રાણાયામ દ્વારા ખાસ કરીને ફેફસાની ક્ષમતા વધારવા કુલ 19 વ્યક્તિઓને આ યોગવર્ગ માટે પસંદ કરવામાં આવ્યા છે જે પૈકી 17 આજે જોડાયાં છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ટીબીના જે નોંધાયેલા દર્દીઓએ નિર્ધારિત સારવાર પૂરી કરી છે. અને જરૂરી પરીક્ષણોને અંતે જેઓ ક્ષયમુક્ત થયાં છે તેવા દર્દીઓને યોગ અને પ્રાણાયામના માધ્યમથી વધુ સ્વસ્થ અને સક્ષમ બનાવવા એ આ કાર્યક્રમનો હેતુ છે. તેવી જાણકારી વડોદરા જિલ્લા ક્ષય રોગ નિયંત્રણ અધિકારી ડો.વિપુલ ત્રિવેદીએ આપી હતી.

એક પ્રકારે આ ક્ષય મુક્ત થયેલા વ્યક્તિઓના પોસ્ટ ટીબી ટ્રીટમેન્ટ ફિઝિકલ રિહેબિલિટેસનનો કાર્યક્રમ છે. જેમાં પ્રાણાયામને માધ્યમ બનાવવામાં આવ્યું છે તેવી લાગણી વ્યક્ત કરતાં ડો.ત્રિવેદીએ જણાવ્યું કે ,પસંદ થયેલા રોગમુક્તોને બે કવોલીફાઇડ યોગ ટ્રેનર દ્વારા એક સપ્તાહ સુધી પ્રાણાયામ શીખવાડવામાં આવશે. તેમને કપાલ ભાતી, અનુલોમ વિલોમ, ઓમકાર અને ભસ્ત્રિકા પ્રાણાયામની તાલીમ આપવામાં આવશે. આ પ્રાણાયામ શ્વસનને સ્થિરતા આપવાની સાથે ફેફસાંની ગ્રહણ ક્ષમતા મજબૂત કરે છે.

જે લોકો આ વર્ગમાં જોડાવાના છે તેમના પલ્મોનરી ફંકસન સહિત જરૂરી ટેસ્ટ તકેદારીરૂપે કરી લેવામાં આવ્યાં છે. એક સપ્તાહની પ્રત્યક્ષ તાલિમની સાથે એમને માર્ગદર્શક પુસ્તિકા આપવામાં આવશે. તેઓ ઘેર રહીને નિયમિત યોગ કરે તે માટે પ્રેરિત કરવામાં આવશે. 21 દિવસ પછી પ્રાણાયામના પ્રભાવના પરીક્ષણ માટે આ લોકોના ફરીથી વિવિધ ટેસ્ટ કરવામાં આવશે.

આ પ્રયોગ ફાયદાકારક જણાય તો ટીબીમુક્તો માટે લાંબાગાળાના પોસ્ટ ટ્રીટમેન્ટ કાર્યક્રમ તરીકે તેને અપનાવવાની વિચારણા થશે એવો તેમણે સંકેત આપ્યો હતો. આ પ્રસંગે ફીઝિયોથેરાપી વિભાગના વડા, બે યોગ શિક્ષકો અને શહેર જિલ્લા ક્ષય રોગ નિવારણ કચેરીઓના તબીબી અઘિકારીઓ ઉપસ્થિતિ રહ્યાં હતાં. પ્રથમ દિવસે લાભાર્થીઓને યોગના લાભો અને સચોટ પદ્ધતિની સમજ આપવામાં આવી હતી.

Next Article