Vadodara : ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરી વખતે દુર્ઘટના સર્જાઇ, બે લોકો દાઝ્યા

|

Feb 17, 2022 | 6:31 AM

વડોદરા ના પાણીગેટ પોલીસ મથકની હદમાં ફતેહપુરા માં આવેલ અજબડી મિલ વિસ્તારમાં સોમવારે સાંજે અચાનક જ ઉપરા છાપરી બે ધડાકા થયા અને એ ધડાકા સાથે જ બુમાબુમ, ચીસચોસ અને નાસભાગ શરૂ થઈ ગઈ, કારણકે બ્લાસ્ટ ની સાથેજ આગની જવાળાઓ દેખાતા ગભરાટ નો માહોલ છવાયો હતો,

Vadodara : ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરી વખતે દુર્ઘટના સર્જાઇ, બે લોકો દાઝ્યા
Vadodara Gas Cylinder Gas Fire

Follow us on

વડોદરા(Vadodara)  શહેરના અજબડી મીલ વિસ્તારમાં બુધવારે સાંજે ગેસ સિલિન્ડર(Gas Cylinder)  ધડાકાભેર આગ(Fire)  ફાટવા સાથે લાગેલી આગને કારણે સર્જાયેલી દુર્ઘટનામાં સદ્દનસીબે મોટી જાનહાનિ ટળી ગઈ, ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારમાં ચોક્કસ ટોળકી દ્વારા રાધણ ગેસ ના સિલિન્ડરમાંથી ગેસ ચોરી વેચવાનું કૌભાંડ ચલાવવામાં આવતું હતું.. આવી જ રીતે ગેસ બોટલ માંથી ગેસ ચોરી કરતી વખતે અચાનક આગ લાગવાને કારણે દુર્ઘટના સર્જાઇ હતી,આ દુર્ઘટનામાં દાઝેલ બે વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જે સ્થળે બ્લાસ્ટ સાથે આગ લાગી ત્યાં અન્ય 35થી વધુ ગેસ સિલિન્ડર હતા સદ્દનસીબે આ સિલિન્ડર આગની લપેટમાં નહીં આવવાને કારણે તે ફાટયા નહીં, નહીં તો આસપાસના વિસ્તારોને જો આગની લપેટમાં લઈ લીધા હોત તો મોટી જાનહાનિ સર્જાઈ હોત.

આગની જવાળાઓ દેખાતા ગભરાટ નો માહોલ છવાયો

વડોદરા ના પાણીગેટ પોલીસ મથકની હદમાં ફતેહપુરા માં આવેલ અજબડી મિલ વિસ્તારમાં સોમવારે સાંજે અચાનક જ ઉપરા છાપરી બે ધડાકા થયા અને એ ધડાકા સાથે જ બુમાબુમ, ચીસચોસ અને નાસભાગ શરૂ થઈ ગઈ, કારણકે બ્લાસ્ટ ની સાથેજ આગની જવાળાઓ દેખાતા ગભરાટ નો માહોલ છવાયો હતો, આસપાસનો વિસ્તાર પતરા ના શેડ અથવા કાચા મકાનોનો હતો. મહિલા અને બાળકો હતા તે તાત્કાલિક અહીંથી ભાગી છુટ્યા.. યુવકો અથવા તો પુરુષો હતા તેઓએ આગ બુઝાવવાનું તથા કાટમાળ હટાવવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું. પડોશમાંજ રહેતા સરફરાઝ સૈયયદે જણાવ્યું કે અચાનક ધડાકા સાથે અવાજ થતાંજ નાસભાગ મચી ગઇ હતી,શુ કરવું એ સમજાતું જ નહોતું.

બે થી અઢી કિલો જેટલો ગેસ ચોરી બીજા બોટલમાં ભરવામાં આવતો હતો

સ્થાનિક લોકોનું માનીએ તો અહીં નીરજ કહાર નામની વ્યક્તિ દ્વારા શેડ ભાડે રાખીને અહીં ગેરકાયદેસર રીતે ગેસચોરી નું કૌભાંડ ચલાવવામાં આવતું હતું, વિવિધ ગેસ એજન્સીમાંથી જે ગેસના બોટલ ડિલિવરી કરવાના હોય તે તેઓના ઘરે આપવાને બદલે અહીં લાવવામાં આવતા હતા અને તેમાંથી બે થી અઢી કિલો જેટલો ગેસ ચોરી બીજા બોટલમાં ભરવામાં આવતો હતો,આવી જ રીતે ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું તે સમયે આ દુર્ઘટના સર્જાઇ હતી, પુરવઠા વિભાગ પોલીસ સહિતના સંબંધિત વિભાગોનની રહેમ નજર હેઠળ જ પોપટ ચાલતું હોવાની આશંકા છે બાજુમાં રહેતા ઇકબાલ હુસેન સૈયદે જણાવ્યું કે અગાઉ પણ પોલીસ દ્વારા આ સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો અને કાર્યવાહી કરવામાં આવી હતી.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

કૌભાંડીઓ સામે કડક પગલાં ભરવા માંગ

માત્ર બે જ સિલીન્ડર ફાટયા હતા તેને કારણે આટલી ભયાનક સ્થિતિ સર્જાઈ હતી,જો આગની લપેટમાં અન્ય 35થી વધુ સિલિન્ડરો આવી ગયા હોત કદાચ વડોદરાની સૌથી મોટી દુર્ઘટના અહીં સર્જાઈ હોત અને મોટી જાનહાનિ થઈ હોત, સદ્નસીબે અન્ય ગેસ બોટલ ઉપર પાણીનો મારો ચલાવી લેવામાં આવતા તે ગેસ બાટલો ફાટતાં બચી ગયા હતા પરંતુ સ્થાનિક લોકોની માંગ છે એ આ વિસ્તારમાંથી આ બદી તાત્કાલિક દૂર થવી જોઈએ અને કૌભાંડીઓ સામે કડક પગલાં ભરવા જોઈએ અને પ્રવૃત્તિ અહીં બંધ થવીજ જોઈએ તેવી માંગ જાસમીન સૈયદેકરી છે.

FSL ની મદદ લેવામાં આવી

ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા,પાણી ગેટપોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે,એફ એ એલ અને પૂરવઠા વિભાગની પણ મદદ લેવામાં આવી છે, અધિકારીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જો ગેરકાનૂનક પ્રવૃત્તિ ચાલતી હશે અને દુર્ઘટના માટે જે કોઈ પણ જવાબદાર છે તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.ઇ ડિવિઝન ACP જી ડી પલસાણા એ ટીવી નાઈન ને જણાવ્યું કે અમે દરેક પાસાઓની તપાસ કરીશું FSL ની મદદ લેવામાં આવી છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.

ટોળકીના સાગરીતો વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવ્યા

વડોદરામાં ગેસ એજન્સીઓ ના સંચાલકોની સાંઠગાંઠ થી ગેસ બોટલ માંથી ગેસ ચોરી નું મોટું કોભન્ડ લાંબા સમય થી ચાલે છે અગાઉ સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર અને ત્યાર બાદ વડોદરા pcb દ્વારા અલગ અલગ સ્થળોએ દરોડા પાડી આ ટોળકીના સાગરીતો વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવ્યા હતા,મુખ્ય સૂત્રધાર નિલેશ કહાર આજે પણ પાસા હેઠળ ભુજ જેલમાં છે પરંતુ તેની ગેરહાજરી માં અને તેજ ટોળકી દ્વારા નિલેશના ભાઈ નિરજ કહાર ની આગેવાનીમાં આ કૌભાંડ શરૂ કરવામાં આવ્યું હતું,આ દુર્ઘટનામાં ઘાયલ ઇજગ્રસ્ત બંને ની જો ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવે તો ઘણી ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી શકે છે

આ પણ વાંચો : ડાંગથી તાપી પાર નર્મદા રિવર લિંક પ્રોજેકટના વિરોધની શરૂઆત, જલદ આંદોલનની આગેવાનોની ચીમકી

આ પણ વાંચો :  રાજકોટ : ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ-લોકોમાં હત્યારા સામે ભારે રોષ, વેકરિયા પરિવારે કરી મૃત્યુદંડની માગ

Published On - 6:29 am, Thu, 17 February 22

Next Article