
વડોદરા: શહેરમાંથી એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે, જ્યાં એક ટ્રાન્સ વુમને પ્રેમમાં મળેલા દગાના અનુભવ પછી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. ફરિયાદના આધારે જાણવા મળે છે કે, પીડિતાએ એક યુવક સાથે રહેવા માટે જાતિ પરિવર્તનની મોટી સર્જરી કરાવી હતી, પરંતુ સર્જરી પછી તેને પ્રેમીએ છોડી દીધો હતો. નિરાશામાં આવીને ટ્રાન્સ વુમને ડિપ્રેશનની 30 ગોળીઓ એકસાથે ખાઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
હાલમાં સયાજી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે, જ્યાં તેની હાલત ગંભીર પણ સ્થિર હોવાનું ડોક્ટરો જણાવી રહ્યાં છે.
પીડિત ટ્રાન્સ વુમન અને આરોપી યુવક વચ્ચે પરિચય લગભગ 6 વર્ષ પહેલા રાજકોટમાં થયો હતો. બંને વચ્ચે સંબંધ વધી ગયો અને યુવકે તેને પ્રેમાળ વચન આપ્યું હતું કે તેઓ જીવનભર સાથે રહેશે. પ્રેમમાં પડેલા યુવકે 8 લાખ રૂપિયાની ખર્ચી સર્જરી કરાવી પોતાનું લિંગ પરિવર્તન કરાવ્યું, જેથી બંને એકસાથે રહી શકે.
Trans woman attempts suicide in #Vadodara after being abandoned by partner#Gujarat #TV9Gujarati #TV9News pic.twitter.com/9XQm7MvlR6
— Tv9 Gujarati (@tv9gujarati) May 13, 2025
સર્જરી બાદ, યુવકે તેને તરછોડી દીધી હતી. જેથી પીડિતાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ ફરિયાદ છતાં કોઈ નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી નહોતી. આ ઘટના બાદ ટ્રાન્સ વુમન હતાશ બની ગઈ હતી અને આખરે આપઘાતનો પ્રયાસ કર્યો.
ટ્રાન્સ વુમન હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ તરફથી હજુ સુધી કોઈ સરકારી નિવેદન આપવામાં આવ્યું નથી. જો કે ઘટનાની વધુ તપાસ ચાલુ છે.