Vadodara : ડભોઇમાં રોડ પર રખડતા ઢોરોનો ત્રાસ, વિપક્ષની સમસ્યા ઉકેલવા ઉગ્ર માંગ

|

Aug 13, 2021 | 9:36 PM

આ અંગે વિપક્ષના નેતાએ હીરાભાગોળ વિસ્તારમાં ઢોર ડબ્બા થકી રખડતા ઢોરને પુરવાની કવાયત તંત્ર કરે તેવી માગણી કરી છે. તો પાલિકાના ચીફ ઓફિસરે કહ્યું કે આસપાસના ગામમાંથી લોકો ઢોર મુકી જાય છે.

વડોદરા(Vadodara) ના ડભોઈ(Dabhoi)માં રોડ પર અડિંગો જમાવીને બેસતા રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે. જેમાં સરિતા ક્રોસિંગથી નાંદોદી ભાગોળ સુધીના રોડ પર ઠેર-ઠેર રખડતા ઢોર જોવા મળે છે. આ વિસ્તારમાં રાત્રે સ્ટ્રીટ લાઈટો પણ બંધ હાલતમાં છે. જેથી નાના-મોટા અકસ્માત(Accident) થાય છે. બાઈક ઢોર સાથે અથડાતા બે યુવકોએ જીવ ગુમાવ્યો છે.

આ અંગે વિપક્ષના નેતાએ હીરાભાગોળ વિસ્તારમાં ઢોર ડબ્બા થકી રખડતા ઢોરને પુરવાની કવાયત તંત્ર કરે તેવી માગણી કરી છે. તો પાલિકાના ચીફ ઓફિસરે કહ્યું કે આસપાસના ગામમાંથી લોકો ઢોર મુકી જાય છે. આ સમસ્યાના નિવારણ માટે તંત્ર સ્થાનિક માલધારીઓ સાથે મળીને કામ કરી રહ્યું છે. તેમજ ડભોઈમાંથી આગામી થોડા દિવસમાં જ રસ્તા પરથી રખડતા ઢોરને પુરી દેવામાં આવશે.

આ પણ વાંચો : Gandhinagar : પત્રકારો પર હુમલાનો કેસ, આસારામના સાધકોને કોર્ટે ફટકારી સજા

આ પણ વાંચો : Cricket: ટીમ ઈન્ડીયાના ખેલાડીઓએ ઈજા બાદ ફરીથી પસંદ થવા માટે NCAનું ગ્રીન સિગ્નલ મેળવવુ પડશે

 

Published On - 9:25 pm, Fri, 13 August 21

Next Video