વડોદરા યુવતી રેપ અને આપઘાત કેસ હજુ પણ વણઉકલ્યો, પીડિતાના માતાએ સંસ્થા પર લગાવ્યા આરોપ

| Edited By: | Updated on: Dec 01, 2021 | 6:28 PM

પીડિતા યુવતીના માતા પિતા અને ભાઈ સહિતના પરિવારના સભ્યોએ આજે રેલ્વે પોલીસ ભવન કેસની તપાસ કરી રહેલા અધિકારી સાથે મુલાકાત કરી છે.તેમજ તેમણે પુત્રીનો કેસ ઝડપથી ઉકેલવા માટે પણ માંગ કરી છે.

ગુજરાતના(Gujarat)  વડોદરામાં(Vadodara)  ઓએસીસ સંસ્થામાં નોકરી કરતી નવસારીની(Navsari) યુવતીના રેપ અને આપઘાત(Suiside) કેસનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી.આ કેસની તપાસ રેલ્વે પોલીસ અને રાજ્ય  પોલીસ સાથે મળીને કરી રહી છે. જો કે હજુ સુધી આ યુવતીના રેપ અને આપઘાત અંગેની કોઇ નક્કર કડી પોલીસને હાથે લાગી નથી.

તેવા સમયે આ પીડિતા યુવતીના માતા પિતા અને ભાઈ સહિતના પરિવારના સભ્યોએ આજે રેલ્વે પોલીસ ભવન કેસની તપાસ કરી રહેલા અધિકારી સાથે મુલાકાત કરી છે.તેમજ તેમણે પુત્રીનો કેસ ઝડપથી ઉકેલવા માટે પણ માંગ કરી છે.

વડોદરા યુવતી દુષ્કર્મ અને આપઘાત કેસમાં યુવતીના પરિવારજનો રેલવે પોલીસ ભવન પહોંચ્યા હતા. પીડિતાના માતાએ સંસ્થા પર ખુલ્લા આક્ષેપો લગાવ્યા છે તેમણે કહ્યું કે આ કેસમાં સંસ્થાની ભૂમિકા શંકાસ્પદ છે. દિલ્લીથી પ્રેસર આવતું હોવાના કારણે સંસ્થાનો બચાવ કરવામાં આવી રહ્યો છે. મારી પુત્રીના મોત પાછળ સંસ્થા જ જવાબદાર છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું માનવા તૈયાર જ નથી કે મારી પુત્રીએ આત્મહત્યા કરી હોય. મારી પુત્રીના મોત પાછળ સંસ્થાનો હાથ છે. તો બીજી તરફ પીડિતાના પિતાએ પણ યુવતીના મોત માટે સંસ્થાને જવાબદાર ઠેરવી છે. તેમણે જણાવ્યું હતું કે મારા પુત્રીના મોતની સંસ્થાએ ખબર ના આપી અને કોઈ જ સપોર્ટ કર્યો નહી તેમજ સંસ્થામાં યુવતીઓનું માઈન્ડ વોશ કરાતું હોવાનું પણ પીડિતાના પિતાએ જણાવ્યું છે

આ પણ વાંચો : વધુ કસરતથી આવતા હાર્ટ એટેકથી બચાવશે આ ઉપકરણ, આઇઆઇટી ગાંધીનગરનું સંશોધન

આ પણ વાંચો : Navsari : કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી, ચીકુ અને શાકભાજીના પાકને નુકસાનની ભીતિ

Published on: Dec 01, 2021 06:10 PM