Vadodara પોસ્ટલ વિભાગે 2 લાખ 44 હજાર રાષ્ટ્રધ્વજને અન્ય પોસ્ટ ઓફિસમાં પહોંચાડયા, દેશભરમાં અગ્રેસર બન્યું

|

Aug 10, 2022 | 7:25 PM

દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi ka Amrit Mohotsav)  નિમિત્તે આયોજિત હર ઘર તિરંગા અભિયાનમાં(Har Ghar Tiranga ) ટપાલ વિભાગે અત્યાર સુધી મહત્વની ભૂમિકા ભજવી છે. વડોદરા(Vadodara)  વિભાગ દેશની તમામ પોસ્ટ ઓફિસોમાં રાષ્ટ્રધ્વજ પહોંચાડવામાં અગ્રેસર રહ્યું છે.

Vadodara પોસ્ટલ વિભાગે 2 લાખ 44 હજાર રાષ્ટ્રધ્વજને અન્ય પોસ્ટ ઓફિસમાં પહોંચાડયા, દેશભરમાં અગ્રેસર બન્યું
Vadodara Post Office
Image Credit source: File Image

Follow us on

દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi ka Amrit Mohotsav)  નિમિત્તે આયોજિત હર ઘર તિરંગા અભિયાનમાં(Har Ghar Tiranga ) ટપાલ વિભાગે અત્યાર સુધી મહત્વની ભૂમિકા ભજવી છે. વડોદરા(Vadodara)  વિભાગ દેશની તમામ પોસ્ટ ઓફિસોમાં રાષ્ટ્રધ્વજ પહોંચાડવામાં અગ્રેસર રહ્યું છે. સમગ્ર દેશમાં તા.13 ઓગસ્ટથી 15 મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન હેઠળ દેશના તમામ ઘરોમાં તિરંગો ફરકાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહ્વાન કર્યું છે. આ અભિયાનને સફળ બનાવવા માટે ભારતીય ટપાલ વિભાગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ભારતીય ટપાલ વિભાગના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ છેલ્લા દસ દિવસથી તમામ સરકારી કચેરીઓ, શાળાઓ, કોલેજોમાં અથાક પ્રયાસો કરી રહ્યા છે. વડોદરા પોસ્ટલ ઝોનના ખાસ પ્રયાસોને કારણ કે વડોદરા વિભાગ સમગ્ર દેશની પોસ્ટ ઓફિસોમાં સમયસર તિરંગો પહોંચાડવાની જવાબદારી મળી છે.

સુરતમાંથી એક કરોડ ચોવીસ લાખ રાષ્ટ્રધ્વજ દેશની વિવિધ પોસ્ટ ઓફિસમાં પહોંચાડવામાં આવ્યા છે. ભારતીય ટપાલ વિભાગે 9.50  લાખ પોસ્ટ ઓફિસના વિશાળ નેટવર્ક દ્વારા, દેશના ખૂણે ખૂણે સામાન્ય માણસ સુધી ત્રિરંગાને લઈ જવાનું સરહનીય કાર્ય કર્યું છે. દેશની દરેક નાની-મોટી પોસ્ટ ઓફિસમાં માત્ર રૂ.25  ના ખર્ચે 20*30 ઇંચનો રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

585 ઓનલાઈન ઓર્ડર પણ આપ્યા છે

ઈ-પોસ્ટ ઓફિસ પોર્ટલ દ્વારા ઓનલાઈન ઓર્ડરિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના દ્વારા નાગરિકોને તેમના ઘર આંગણે ધ્વજ પહોંચાડવામાં આવી રહ્યો છે. આ દિશામાં ગુજરાત વર્તુળના દક્ષિણ ગુજરાત વિભાગના પોસ્ટ માસ્ટર જનરલ શ્રીમતી પ્રીતિ અગ્રવાલના નેતૃત્વ હેઠળ તેમના નવતર પ્રયાસોથી નાગરિકોમાં બે લાખ 44 હજાર ધ્વજનું વિતરણ કર્યું છે. 585 ઓનલાઈન ઓર્ડર પણ આપ્યા છે. હર ઘર ત્રિરંગા ઝુંબેશને નાગરિકો સુધી પહોંચાડવા માટે તમામ 10 પોસ્ટલ વિભાગોમાં 38 પ્રભાતફેરી અને રેલીઓ કાઢવામાં આવી છે. યુવા પેઢીને આ અભિયાનમાં જોડાવા માટે પ્રેરિત કરવા મુખ્ય પોસ્ટ ઓફિસોમાં સેલ્ફી પોઈન્ટ પણ સજાવવામાં આવ્યા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત પ્રદેશના સુરત વિભાગે અન્ય એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સુરતમાંથી એક કરોડ 24  લાખ ફ્લેગ્સ રેલ સર્વિસ અને રોડ મારફતે પહોંચાડ્યા છે

છેલ્લા દસ દિવસથી સુરત પોસ્ટલ ડિવિઝન અને સુરત રેલ પોસ્ટલ સર્વિસના અધિકારીઓ અને કર્મચારીઓ અવિરતપણે કામ કરી રહ્યા છે અને દેશભરની પોસ્ટ ઓફિસોમાં વિતરણ માટે સુરતમાંથી એક કરોડ 24  લાખ ફ્લેગ્સ રેલ સર્વિસ અને રોડ મારફતે પહોંચાડ્યા છે. દિવસ અને રાત દરરોજ એક પછી એક દેશના હાવડા, દિલ્હી, કોલકાતા, ચેન્નઈ, સિકંદરાબાદ, મુંબઈ, ત્રિવેન્દ્રમ રાયપુર, ભોપાલ, જયપુર જેવા સ્થળોએ રેલ્વે પાર્સલ બુક કરીને, પાર્સલ વાન દ્વારા, માર્ગ પરિવહન નેટવર્ક દ્વારા પહોંચાડવામાં આવે છે. ધ્વજની ગુણવત્તાની કાળજી લેવા માટે, ધ્વજના સપ્લાય વેરહાઉસમાં ખાસ ટીમ રાખવામાં આવી હતી. પોસ્ટ વિભાગે ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં તેના મિશન અનુસાર દરેક ભારતીય નાગરિકના જીવનને સ્પર્શવાનું કામ કર્યું છે.

Published On - 7:23 pm, Wed, 10 August 22

Next Article