Vadodara : ગુજરાતના વડોદરામાં તાજીયા( Tajiya) પર્વની ઉજવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જ લાઉડ સ્પીકર વગાડી શકાશે. જેમાં સવાર ના 6 થી રાત્રીના 10 વાગ્યા. સુધીજ નિયંત્રિત રીતે જ વગાડી શકાશે. આ અંગે એડિશનલ પોલીસ કમિશ્નર મનોજ નિનામા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી દિવસો માં મુસ્લિમ ધર્મનો મહોરમનો તહેવાર આવે છે. જેને ધ્યાને લઈ વડોદરા શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અધિક પોલીસ કમિશ્નર મનોજ નિનામાએ જાહેરનામું બહાર પાડ્યું છે.
વડોદરા શહેરના મુસ્લીમ બિરાદરોનો મહોરમ માસ 19/20- 07- 2023 થી શરૂ થનાર છે. 23-24/2023 થી મહોલ્લામાં તથા ઈમામવાડામાં તાજીયા બેસાડવાના શરૂ થનાર છે. 28-29/07/ 2023 ના રોજ કતલની રાત તેમજ 29-30/ 07/ 2023 ના રોજ તાજીયા વિસર્જન થવાની શક્યતા છે.
આ પણ વાંચો : Ahmedabad: પર્યાવરણ જાગૃતિ માટે કોલકત્તાના બે યુવાનો ભારત ભ્રમણ કરતાં અમદાવાદ પહોંચ્યા, જુઓ VIDEO
આ તહેવારની ઉજવણી પ્રસંગે લાઉડસ્પીકર ફકત સવારના કલાક 6 વાગે થી રાતના 10.00 સુધીના સમયગાળામાં નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ નિયંત્રીત વગાડવા માટે જણાવ્યું છે. વધુમાં તાજીયા ઉત્સવ ઉજવવા માંગતા અરજદારોએ તાજીયા સંચાલક/ મંડળ / સંસ્થાનું નામ અને સરનામુ, મોબાઈલ નંબર, તાજીયા બેસાડવાનું સ્થળ વગેરે..
કેટલા દિવસ માટે, કતલની રાત્રે નીકળવાનો તથા સ્થળ ઉપર પરત આવવાનો સમય, કતલની રાતના રૂટ, તાજીયા વિસર્જનના રોજ નીકળવાનો સમય, તાજીયા વિસર્જન સમયે સાથે રહેનાર દશ સ્વંયસેવકોના નામ તથા સરનામા ફોટા તેમજ સંપર્ક નંબર સાથે, રુટની માહિતી વિગતવાર હકીકત સાથે સબંધિત પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરને વહેલી તકે રૂબરૂમાં જઈ અરજી કરવા જણાવાયુ છે.