VADODARA : સ્વીટી પટેલ હત્યાકેસમાં પીઆઈ અજય દેસાઈ અને કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ જાડેજાની અટકાયત

|

Jul 25, 2021 | 1:52 PM

Sweety Patel murder case : સ્વીટી પટેલની હત્યામાં તેના પતિ પીઆઈ અજય દેસાઈની મદદ કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ જાડેજાએ કરી હોવાનું સામે આવ્યું છે.

VADODARA : સ્વીટી પટેલ હત્યાકેસમાં પીઆઈ અજય દેસાઈ અને કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ જાડેજાની અટકાયત
VADODARA : PI Ajay Desai and Congress leader Kirit Singh Jadeja detained in Sweety Patel murder case

Follow us on

VADODARA : વડોદરાના ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસ (Sweety Patel murder case) માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સ્વીટી પટેલના પતિ અજય દેસાઈ અને કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ જાડેજાની અટકાયત કરી છે. અજય દેસાઈ અને કિરીટસિંહ જાડેજા વિરુદ્ધ ગુનાહિત ષડ્યંત્ર અને મદદગારીની કલમો મુજબ કરજણ ખાતે ગુનો નોંધાયો છે. પકડાયેલ બન્ને આરોપીને વડોદરા ખાતે કોર્ટમાં રજૂ કરી પૂછપરછ માટે રિમાન્ડ મેળવાશે.

સ્વીટી પટેલ ગુમ થવાના કેસમાં સ્થાનિક પોલીસે તેમના પતિ અજય દેસાઈની સંડોવણી હોવાના મામલે તપાસ કરી હતી અને તે સમયથી જ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ આ કેસમાં જોડાઈ હતી. આ માટે રથયાત્રા પહેલા ક્રાઈમ બ્રાંચની એક ટીમ વડોદરા પણ ગઈ હતી. ત્યારબાદ વડોદરા પોલીસના એક કાર્યક્રમમાં રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ કેસની તપાસ સંયુક્ત રીતે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) અને ગુજરાત ATS (Gujarat ATS) ને સોંપવાની જાહેરાત કરી હતી. ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપાતા આ સમગ્ર કેસ ઉકેલાયો છે.

ક્રાઇમ બ્રાન્ચે આગવી ઢબે કાઉન્સેલિંગ કરી આ કેસનો ભેદ ઉકેલ્યો છે. સમગ્ર મામલે કિરીટસિંહ પોપટની માફક બોલી જતા ભેદ ઉકેલાયો, સામે ક્રોસ ઇન્ટ્રોગેશનમાં પીઆઇ દેસાઈ ભાંગી પડતા ગુનાનો ભેદ ઉકેલાયો છે.અગાઉના બે પીએસઆઇ ના દાખલા આપી પીઆઇ પાસે માહિતીઓ કઢાવી ભેદ ઉકેલવામાં કાઉન્સિલીંગ મહત્વનું પાસુ મહત્વનું રહ્યું.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

અજય દેસાઈની પત્ની અને સ્વિટી આશરે પંદરેક દિવસના અંતરે જ ગર્ભવતી થયા હતા. ત્યારબાદ તકરારો વધતા હત્યા કરવાનો પ્લાન ઘડાયો હત. આરોપી અજય દેસાઈની સ્વિટી પટેલ સાથે પ્રથમ મુલાકાત 2015માં મિત્ર સાથે પાર્ટીમાં થઈ હતી. ઓસ્ટ્રેલિયા જવા માટે સ્વિટીએ કહેતા અજય દેસાઈને હાશકારો થયો હતો પણ નહીં જતા બન્ને વચ્ચે તકરારો વધી હતી.હત્યાના ગુનામાં વપરાયેલી કાર( જીપ કંપાસ) બીજાના નામે લઈને અજય દેસાઈ વાપરતો હતો. સ્વીટીના જન્મદિવસે કાર ખરીદાઇ અને હત્યા કરવામાં અજય દેસાઈ એ કારનો જ ઉપયોગ કર્યો.

આ કેસમાં સ્થાનિક પોલીસની જાણ બહાર ટીમ ખાનગી રાહે વડોદરા મોકલાઈ હતી. અટાલી હોટલ પાસે લોકોએ ધુમાડો જોયો હોવાનું ટીમને જાણવા મળ્યું હતું.આ કેસમાં સ્થાનિક લોકોની માહીતી પણ મહત્વની રહી હતી. સ્વિટી પટેલની હત્યા બાદ લાશ સળગાવી ત્યારે લાકડા ના 5 ઢગલા હતા જેમાથી એક જ વધ્યો હતો જે મુખ્ય મુદ્દો કેસ ઉકેલવામાં મહત્વનો રહ્યો.

પીઆઇ દેસાઈએ લાશ સળગાવવા ખાંડ અને ઘી પણ મગાવ્યું હતું. અજય દેસાઈએ પોતાની ગર્ભવતી બહેનને સળગાવી દેવાની વાત કરી કિરીટસિંહ જાડેજાને મનાવ્યો હતો. પીઆઇ અજય દેસાઈ કહ્યુ કે તેનાં માતા-પિતા પણ આવવાના છે, પણ મૃતદેહ સળગાવ્યા બાદ માતાપિતા ન આવતા પીઆઇને કિરીટસિંહ જાડેજાએ પૂછ્યું પણ હતું.

અજય દેસાઈ એપ્રિલમાં હોટેલની દેખરેખ કરી ગયો હતો.કિરીટસિંહ જાડેજા પાસે લાશ સળગાવવાની જગ્યાના લાઈવ લોકેશન પીઆઇ દેસાઈએ મંગાવ્યા હતા..આરોપી અજય દેસાઈ સ્વીટી લાશ સળગાવ્યા બાદ હાડકા પણ ત્યાં અવાવરુ જગ્યાએ ફેંકી દીધા હતા, જેથી FSLટીમ સાથે ફરી હોટલ વૈભવ અટાલી ખાતે વખત તપાસ કરાશે.

Published On - 1:22 pm, Sun, 25 July 21

Next Article