Vadodara: RTE હેઠળ પ્રવેશ આપવામાં શાળાના ગલ્લા તલ્લા, આવકનો દાખલો ખોટો હોવાનું કહી પ્રવેશ અટકાવ્યાનો આક્ષેપ

|

May 18, 2022 | 4:52 PM

વાલીઓએ વડોદરાની (vadodara) પોદાર સ્કૂલ દ્વારા વાલીની આવકનો ખોટો મુદ્દો ઉપસ્થિત કરી RTE હેઠળ મળવા પાત્ર એડમિશન વિદ્યાર્થીને નહીં અપાતુ હોવાનો આક્ષેપ કર્યો છે.

Vadodara: RTE હેઠળ પ્રવેશ આપવામાં શાળાના ગલ્લા તલ્લા, આવકનો દાખલો ખોટો હોવાનું કહી પ્રવેશ અટકાવ્યાનો આક્ષેપ
Parents allege school objecting to admission under RTE

Follow us on

રાજ્યના દરેક બાળકને શિક્ષણ (Education) મળે તે જરૂરી છે. ગરીબ હોય કે મધ્યમ વર્ગ, કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકારે RTE એટલે કે રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો અમલી બનાવ્યો છે. પરંતુ અમુક ખાનગી શાળાઓ એક યા બીજા કારણોસર અમુક ગરીબ પરિવારના બાળકોને શાળામાં પ્રવેશ નથી આપતી. આવું જ કંઈક વડોદરાના (Vadodara) છાણીમાં આવેલી પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં (Podar International School) પણ થયું. વાલીઓનો આક્ષેપ છે કે શાળા તરફથી આવકનો દાખલો ખોટો હોવાનું કહીને તેમના બાળકને શાળામાં પ્રવેશ આપવામાં નથી આવ્યો.

RTE હેઠળ એડમિશનમાં વાંધા ઉઠાવાતા હોવાનો આરોપ

વડોદરાની શાળાઓ RTE હેઠળ એડમિશન આપવામાં ગલ્લા તલ્લા કરતી હોવાની DEOને ફરિયાદ મળી છે. RTE અંતર્ગત પ્રવેશ મેળવવા પાત્ર 4 વિદ્યાર્થીઓને વિવિધ ખોટા કારણો ઉભા કરી પ્રવેશ નહીં અપાયો હોવાની ફરિયાદ વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારી નવનીત મહેતાને કરી છે. વાલીઓનું કહેવું છે કે DEO કચેરી તરફથી મંજૂરી મળ્યા પછી પણ તેમના બાળકને પ્રવેશથી વંચિત રાખવામાં આવ્યો છે. શાળાને વારંવારની રજૂઆત છતાં કોઈ નક્કર પરિણામ નથી મળતા.

વાલીઓએ DEOને કરી રજૂઆત

વાલીઓએ પોદાર સ્કૂલ દ્વારા વાલીની આવકનો ખોટો મુદ્દો ઉપસ્થિત કરી RTE હેઠળ મળવા પાત્ર એડમિશન વિદ્યાર્થીને નહીં અપાતુ હોવાનો આક્ષેપ કર્યો છે. આવક મેચ નહીં થતી હોવાનું કારણ પોદાર સ્કૂલ દ્વારા આપવામાં આવ્યુ હોવાનો આક્ષેપ કર્યો છે. આવકનું બહાનું કરી પ્રવેશ પ્રક્રિયા વિલંબ કરતા વિદ્યાર્થીના ભાવિ સામે પ્રશ્નાર્થ ઊભા થયા છે. માલિકીનું મકાન હોય એવા વાલીઓના બાળકોને RTE અંતર્ગત પ્રવેશ આપવાથી વંચિત રાખવામાં આવે છે તેવો પણ આરોપ કરવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર મુદ્દાને લઈને વાલીઓ DEO કચેરી પહોંચ્યા હતા અને DEOને આ અંગે રજૂઆત કરી હતી.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

શિક્ષણાધિકારીનું નિવેદન

આ તરફ જિલ્લા શિક્ષણાધિકારીનું કહેવું છે કે શાળાને પ્રથમ દ્રષ્ટિએ આવકનો દાખલો ખોટો હોય તેવું લાગ્યું હોવાથી પ્રવેશ પ્રક્રિયા શક્ય નથી બની. જેથી કચેરી તરફથી આવકના દસ્તાવેજોની ચકાસણી બાદ શાળાને અરજી મોકલી આ અંગે આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવી હૈયાધારણા શિક્ષણાધિકારીએ આપી છે.

Next Article