Vadodara: મેયર કેયુર રોકડીયાએ 15 ફેબ્રુઆરીએ મેયર પદેથી રાજીનામુ આપ્યુ અને જાહેરાત 21મી એ કરી, જાણો કેમ?

|

Feb 21, 2023 | 9:20 PM

Vadodara: શહેરના મેયર કેયુર રોકડીયાએ 15 ફેબ્રુઆરીએ મેયર પદેથી રાજીનામુ તો આપ્યુ અને તેની જાહેરાત 21 મી ફેબ્રુઆરી કરી. કેયુર રોકડીયા સયાજીગંજ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા તે સાથે જ મેયર પદેથી રાજીનામુ ક્યારે આપશે તે પ્રશ્ન પૂછાવા લાગ્યો હતો.

Vadodara: મેયર કેયુર રોકડીયાએ 15 ફેબ્રુઆરીએ મેયર પદેથી રાજીનામુ આપ્યુ અને જાહેરાત 21મી એ કરી, જાણો કેમ?

Follow us on

ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દાની પરંપરા સામાન્ય કાર્યકરથી મોટા નેતાને નિભાવવાની હોય છે. આજ પરંપરા અથવા નિયમના પાલન સ્વરૂપે કેયુર રોકડીયાને 6 માસની મુદ્દત બાકી હોવા છતાં મેયરપદેથી રાજીનામુ આપવું પડ્યું. કેયુર રોકડીયા સયાજીગંજ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા તે સાથે જ તેઓ મેયર પદેથી ક્યારે રાજીનામુ આપશે તે પ્રશ્ન પુછાવા લાગ્યો હતો. પરંતુ કેયુર રોકડીયા સ્વેચ્છાએ રાજીનામુ આપવાના મૂડમાં નહોતા. રાજકોટ અને વડોદરાના મેયરને પાર્ટીની પરંપરા મુજબ એક પદનો ત્યાગ કરવા આદેશ થયો અને અંતે કેયુર રોકડીયાને રાજીનામુ આપવું પડ્યું.

ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરની મુલાકાત બાદ રાજીનામું સૂચક

ગુજરાત પ્રદેશ ભાજપમાં સંગઠન મહામંત્રી રત્નાકરનું કદ અને ભૂમિકા ખુબ જ મહત્વની છે. કહેવાય છે કે તેઓ જે આદેશ કરે અથવા નિવેદન કરે તે કેન્દ્રીય શ્રેષ્ઠ મોવડીઓનો સુર હોય છે અને તે આદેશનું પ્રદેશના ટોચના સિનિયર નેતાને પણ પાલન કરવુ જ પડે. ગત 12 મી તારીખે રત્નાકર ગુજરાતની મુલાકાતે હતા. જુદા-જુદા વિસ્તારોની તેમણે મુલાકાત લીધી.

વિધાનસભાની ચૂંટણી પછી રત્નાકરનું આ ગુજરાત ભ્રમણ ખુબજ મહત્વનું હતું. રાજ્યના જુદા જુદા શહેર જિલ્લાના સંગઠનના નાના મોટા મુદ્દાઓ, પ્રશ્નોથી રૂબરૂ થયા બાદ, ગૂંચવાયેલા, અટકેલા પ્રશ્નોના નિકાલની સૂચનાઓ અને આદેશો અપાયા જેમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયેલાઓને બીજા પદનો ત્યાગ કરવાના આદેશનો પણ સમાવેશ થાય છે.

એફિલ ટાવરની ટોચ પર બનેલા સિક્રેટ રૂમની અંદર શું છે?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
નીમ કરોલી બાબાએ ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવવા માટે જણાવ્યો મંત્ર
"ચાર લોગ કયા કહેંગે" આ વાક્ય પર કથાકાર જયા કિશોરીએ કહી મોટી વાત, જુઓ Video
Vastu Tips : મીઠાના ચમત્કારિક ઉપાયથી થશે રૂપિયાનો વરસાદ, જાણો
આ ખોરાક ખાવાથી વધશે સ્પર્મ કાઉન્ટ

15 મી એ રાજીનામું આપ્યું છતાં 21 મી સુધી કેમ જાહેરાત ન થઇ?

મેયર પદેથી રાજીનામાંની જાહેરાત બાદ પત્રકાર પરિષદ પૂર્ણ કરી પત્રકારો સાથે ઔપચારિક વાતચીતમાં ધારાસભ્ય કેયુર રોકડીયાને પ્રશ્ન કર્યો કે જ્યારે તમે 15 મી એજ રાજીનામુ આપી દીધું તો 6 દિવસ સુધી કેમ છુપાવી રાખ્યું? તેવો પ્રશ્ન કર્યો તો કેયુર રોકડીયાએ જણાવ્યું કે મારા માટે બજેટ અગત્યનું હતું નહીં કે મેયર પદ. શહેરના વિકાસ માટે બજેટ પાસ કરાવવું જરૂરી હતું. વિપક્ષને બજેટ સત્રમાં કોઈ વિવાદ ઉભો કરવાનો મોકો આપવા નહોતો માંગતો.

રાજીનામાના સમય અને જાહેરાતને લઈને ભવિષ્યમાં વિવાદ સર્જાઈ શકે

ધારાસભ્ય કેયુર રોકડીયા ભલે કહેતા હોય કે તેઓ વિપક્ષને કોઈ મુદ્દો આપવા માંગતા નહોતા પરંતુ ભવિષ્યમાં પણ આ મુદ્દે વિવાદ સર્જાઈ શકે છે કારણ કે જો 15 મી એ કેયુર રોકડીયા એ રાજીનામાનો પત્ર સભા સેક્રેટરીને સુપ્રત કરી દીધો હોય તો ત્યાર પછીના દિવસોમાં જ બજેટની ચર્ચા સભા કેયુર રોકડીયાના મેયર પદે યોજાઈ અને બજેટ પાસ પણ થયું.

આ પણ વાંચો: Breaking News : ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે વધુ 2 જિલ્લાનું સંગઠન વિખેરી નાખ્યું, જાણો કોણ બન્યા વડોદરા અને ખેડાના નવા પ્રમુખ કોણ

15મી એ પહેલી બેઠક મળી શિક્ષણ સમિતિના ચેરમેન હિતેશ પટ્ટણીના નિધનને પગલે શ્રદ્ધાંજલિ અર્પી સભા મોકૂફ થઈ ત્યાર પછીના દિવસોમાં બજેટ મુદ્દે લંબાણ પૂર્વક ચર્ચા થઈ. બે દિવસની રજાને અંતે 20 મીએ બજેટ સુધારા વધારા સાથે પાસ કરવામાં આવ્યું. આજે સવારે શિક્ષણ સમિતિના નવા ચેરમેનની વરણી થઇ અને ત્યાર પછી કેયુર રોકડીયાએ મેયર પદેથી રાજીનામુ આપ્યું, મેયર પદેથી રાજીનામુ આપી દીધા પછી શું મેયર તરીકે કામકાજ કરી શકાય? સભા સંચાલન કરી શકાય? આ પ્રશ્ન સાથે ભવિષ્યમાં ટેક્નિકલ અને લીગલ મુદ્દો જોર પકડી શકે છે.

Next Article