Vadodara: ભાજપ કોર્પોરેટરોએ ઉઠાવ્યો રખડતા ઢોરોનો પ્રશ્ન, મેયરે પ્રશ્ન ઉકેલવાની હૈયાધારણ આપી

|

Aug 12, 2021 | 5:52 PM

ભાજપના રાજમાં ભાજપના જ કોર્પોરેટરોએ ફરિયાદ કરતા મેયરે રખડતા ઢોરની સમસ્યા હલ કરવા કડક સૂચના આપી છે.મેયરે કહ્યું કે, પશુપાલકો સાથે બેઠક કરી પશુઓને શહેર બહાર લઇ જવા કહેવામાં આવશે

ભાજપ શાસિત વડોદરા(Vadodara) માં ભાજપના કોર્પોરેટરે જ સામાન્ય સભામાં અધિકારીઓ અને રખડતા ઢોર ખાતા પર ગંભીર આક્ષેપો કર્યા છે. જેમાં ભાજપના કોર્પોરેટર રણછોડ રાઠવાએ કહ્યું કે રખડતા ઢોર( cattle nuisance ) પકડતું ખાતું જ્યારે ગાયો પકડવા નીકળે છે, એ પહેલા જ વોર્ડ ઓફિસમાંથી તે વિસ્તારના ગૌપાલકોને જાણ કરી દેવામાં આવે છે.

ભાજપના કોર્પોરેટરે કહ્યું કે, કોર્પોરેશનના અધિકારીઓ ફૂટેલા હોવાથી ગાયો પકડાતી નથી અને જ્યારે આ રખડતા ઢોરના કારણે અકસ્માત થાય છે, ત્યારે ગોપાલકો ભેગા થઇ જાય છે અને કાર્યવાહી કરવા દેતા નથી. જ્યારે વોર્ડ-6 ના કોર્પોટર જયશ્રી સોલંકીએ પણ સામાન્ય સભામાં પોતાના પિતાને ગાય દ્વારા અડફેટે લઇને માર મારવામાં આવ્યો હોવાની રજૂઆત કરી હતી.

તો ભાજપના રાજમાં ભાજપના જ કોર્પોરેટરોએ ફરિયાદ કરતા મેયરે રખડતા ઢોરની સમસ્યા હલ કરવા કડક સૂચના આપી છે.મેયરે કહ્યું કે, પશુપાલકો સાથે બેઠક કરી પશુઓને શહેર બહાર લઇ જવા કહેવામાં આવશે અને જો તેઓ નહીં માને તો કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : Ahmedabad માં રોગચાળાએ માથું ઉચક્યું, સિવિલની ઓપીડીમાં દરરોજ બે હજારથી વધુ દર્દીઓનો ઘસારો

આ પણ વાંચો : બાંગ્લાદેશના shakib al hasan ને મળ્યો પ્લેયર ઑફ ધ મંથનો એવોર્ડ, 3 ભારતીય ખેલાડીને પણ આ એવોર્ડ મળી ચૂક્યો છે

Next Video