વડોદરાના હરણી બોટકાંડના એક વર્ષ બાદ પણ ન્યાય માટે ભટકી રહ્યા છે સ્વજનો, 2 શિક્ષિકા સહિત 12 માસૂમોના ડૂબવાથી થયા હતા મોત

|

Jan 18, 2025 | 8:26 PM

એક વર્ષ પહેલાં વડોદરાના હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા હતા.આજે પણ પીડિત પરિવારો ન્યાય માટે લડી રહ્યા છે. તંત્ર દ્વારા કોઈ પણ પુરતી કાર્યવાહી ન થતાં પરિવારોમાં રોષ છે. શાળાની બેદરકારી અને અધિકારીઓની ઉદાસીનતાને કારણે આ દુર્ઘટના બની હોવાનો આરોપ છે.ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે તેમ સ્વજનો જણાવી રહ્યા છે.

વડોદરાનો એ હરણી બોટકાંડ, જેમા 12 બાળકોને બેસાડવાની ક્ષમતા હતી અને એકસાથે પૈસા કમાવાની લ્હાયમાં 36 બાળકોને આડેધડ રીતે ભરી દેવામાં આવ્યા. પિકનિક માણવા ગયેલા આ બાળકોને ન્હોંતી ખબર કે એકવાર બોટમાં બેસવાથી જીવ ગુમાવવાનો વારો આવશે. ઓવરલોડ બોટ ટર્ન લેવા જાય છે અને નદીમાં પલટી મારી દે છે અને હોમાય જાય છે એકસાથે 14-14 જિંદગીઓ. પરંતુ તંત્રને જાણે આ લોકોના જીવની કંઈ જ પડી નથી. ના તો બેદરકારી દાખવનારી શાળા સામે કોઈ પગલા લેવાયા ના તો જવાબદાર ઈજનેરને કોઈ સજા કરવામાં આવી. કાયદાની આંટીઘૂંટીમાં તમામ દોષીતો છૂટી ગયા અને ફરી નોકરી પણ કરવા લાગ્યા પરંતુ ન્યાય માટે ભટકી રહ્યા છે એ સ્વજનો. એક વર્ષ બાદ પણ પોતાના વ્હાલસોયાને ગુમાવનારાને ન્યાય નથી મળ્યો. ન્યાય તો છોડો વળતરની રાશી પણ તેઓને હજુ સુધી મળી નથી.

12 બાળકો અને 2 શિક્ષિકાના થયા હતા મોત

શહેરના વાઘોડીયા રોડ સ્થિત ન્યુ સનરાઇઝ સ્કુલના બાળકોને પ્રવાસે અર્થે હરણી લેક ઝોન ખાતે આજથી એક વર્ષ અગાઉ લઇ જવામાં આવ્યા હતા. બોટની ક્ષમતા કરતા વધારે બેસાડી આખી બોટ પલ્ટી જતા 12 ભુલકાઓ અને 2 શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યો હતો. વડોદરાના આ કાળા દિવસને આજે એક વર્ષ પૂર્ણ થયો છે. ત્યારે 14 જીવ ગુમાવનાર પરિજનોના ન્યાયની માંગ આજે પણ સંતોષાય નથી, આજદિન સુધી પોતાના વ્હાલસોયા સંતાનને યાદ કરીને માતા-પિતા તથા સ્વજનોની આંખમાં આંસુ આવી જાય છે.

એક વર્ષ બાદ પણ ન્યાય માટે ભટકી રહ્યા છે સ્વજનો

18 જાન્યુઆરી 2024ની નમતી બપોરે હરણી તળાવમાં પિકનિકમાં નીકળેલા ન્યૂ સનરાઇઝ સ્કૂલનાં માસૂમ બાળકો સવાર હતાં એ બોટ ડૂબી ગઇ હતી. ગણતરીની મિનિટોમાં 12 બાળક અને બે શિક્ષિકા મળી 14 જિંદગી ભૂતકાળ બની હતી. સમગ્ર રાજ્યને હચમચાવી મૂકનારી આ ઘટનાને એક વર્ષ થઇ ગયું છતાં મૃતકોનાં પરિવારજનો આ ઘટનાને યાદ કરતાં ધ્રૂજી જાય છે. આજે પીડિત પરિવારજનો દ્વારા પોતાનાં સંતાનોને શ્રદ્ધાંજલિ આપવાનો તેમજ હરણી એરપોર્ટથી ઘટનાસ્થળ હરણી લેક સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

Plant in pot : ઘરે કૂંડામાં ઉગાડો કૃષ્ણ કમળ ફૂલનો છોડ
આજનું રાશિફળ તારીખ : 16-03-2025
શુભમન ગિલ 23 વર્ષની અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ ?
fenugreek seeds : આ વ્યક્તિએ મેથીના દાણા ભૂલથી ખાધા તો ગયા સમજજો
WPL 2025ની ફાઈનલમાં વરસાદ બનશે વિલન? જાણો કેવું હશે મુંબઈમાં હવામાન
ભારતમાં સૌથી સસ્તી હાર્લી-ડેવિડસન બાઇકની કિંમત કેટલી છે?

બેદરકારી દાખવનારી શાળા સામે કેમ કોઈ પગલા ન લેવાયા?- સ્વજનો

હરણી બોટકાંડમાં મૃતકની માતાએ વાત કરતા જણાવ્યું કે, ગયા વર્ષે આજના દિવસે અમે સવારે મારા બાળકને સોંપ્યું હતું. તે મને કહીને ગઇ હતી કે, મમ્મી પાંચ વાગ્યે પપ્પાને લેવા મોકલજે. તેના પિતા પાંચ વાગ્યે લેવા પણ ગયા હતા. પણ અમને ખબર ન્હતી કે મારુ સંતાન હવે પાછો નહીં આવે. અમને ખબર હોત તો અમે પ્રવાસે મોકલ્યા જ ના હોત. આજે બધા શાળાને પ્રોટેક્ટ કરી રહ્યા હોય તેમ લાગે છે. શાળાની નિષ્કાળજી દેખાય છે, છતાં કેમ શાળા ચાલું છે? આજે અમે આવ્યા છીએ, ત્યારે શાળાને પોલીસનું રક્ષણ મળ્યું છે, કેમ ? તેને તંત્ર સપોર્ટ કેમ કરે છે ? કેટલી ક્રુર વાત કહેવાય આ.

બોટકાંડના જવાબદાર 20 આરોપીઓ જામીન પર બહાર આવી ગયા

ગોઝારી ઘટનામાં પીડિત પરિવારજનોને ન્યાય અપાવવા માટે લડત આપી રહેલા ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે હરણી બોટકાંડને શનિવારે એક વર્ષ થશે, પરંતુ હાઇકોર્ટની સૂચના હોવા છતાં પાલિકાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ડો. વિનોદ રાવ સહિત અધિકારીઓ સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ દુર્ઘટના કુદરતી નહીં, પરંતુ માનવસર્જિત હતી. ભ્રષ્ટાચારીઓ સામે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે. આ ઘટનામાં 20 જેટલા આરોપીઓ જામીન પર બહાર આવી ગયા છે અને પોતાના વ્યવસાયમાં લાગી ગયા છે, પરંતુ પીડિત પરિવારજનો હજુ ન્યાય માટે ઝઝૂમી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:25 pm, Sat, 18 January 25