Vadodara : ફ્લિપકાર્ટની કરોડો રૂપિયાની ચોરીનો કેસ, કન્ટેનર સહિતના CCTV સામે આવ્યા

| Edited By: | Updated on: Aug 18, 2021 | 12:17 PM

ફ્લિપકાર્ટનો કરોડો રૂપિયાનો માલસામાન સગેવગે કરનાર બે આરોપીને વડોદરા એલસીબીએ ઝડપી પાડ્યાં છે.ફ્લિપકાર્ટના ગોડાઉનમાંથી રૂ.1.71 કરોડનો માલ સમાન ભરેલો ટેમ્પો લઈને ડ્રાઈવર હરિયાણાના ફારૂક નગર અને બીનોલામાં ખાલી કરવા નીકળ્યાં હતા.

Vadodara : ફ્લિપકાર્ટની કરોડો રૂપિયાની ચોરી કરેલા કન્ટેનર સહિતના CCTV સામે આવ્યા છે. ભરૂચના પાલેજ નજીકની હોટેલના કમ્પાઉન્ડમાંથી પસાર થતા કન્ટેનરના દૃશ્યો CCTVમાં કેદ થયા છે. ડ્રાઇવર રમેશ પટેલ બીજા દિવસે એક હોટેલમાં ચા નાસ્તો કરવા ઉભા રહ્યા હતા. ક્લીનર સિવાયની અન્ય એક વ્યક્તિ પણ ડ્રાઇવર સાથે નજરે પડે છે.

ફ્લિપકાર્ટ કંપનીમાંથી 1 કરોડ 71 લાખનો સામાન ભરી હરિયાણા જવા નીકળેલું કન્ટેનર સુરતના શિવલાલ શાહે ડ્રાઇવર સાથે મળી સુરત ખાલી કરાવી દીધું હતું. કરજણ પોલીસ મથકે ગુનો દાખલ થયા બાદ વડોદરા ગ્રામ્ય LCB એ બે આરોપીઓને ઝડપી પાડી અમદાવાદથી 1 કરોડ 51 લાખનો મુદ્દામાલ કબ્જે કરેલો છે. ડ્રાઇવર અને ક્લીનર હજુ પણ પોલીસની પકડથી દૂર છે.

અગાઉ ફ્લિપકાર્ટનો કરોડો રૂપિયાનો માલસામાન સગેવગે કરનાર બે આરોપીને વડોદરા એલસીબીએ ઝડપી પાડ્યાં છે.ફ્લિપકાર્ટના ગોડાઉનમાંથી રૂ.1.71 કરોડનો માલ સમાન ભરેલો ટેમ્પો લઈને ડ્રાઈવર હરિયાણાના ફારૂક નગર અને બીનોલામાં ખાલી કરવા નીકળ્યાં હતા.

પરંતુ નિર્ધારિત સમય થવા છતાં આ કન્ટેનર ટેમ્પો હરિયાણાની જગ્યાએ સુરતના એક ગોડાઉનમાં પહોંચ્યો હતો. અને ડ્રાઈવર-ક્લીનર બંને લાપતા હતા. આ અંગે ફ્લિપકાર્ટ કંપનીના ધરમવિર પુનિયાએ કરજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

આ તપાસ દરમ્યાન પોલીસને વલણની ગુડલક હોટેલ પાસેથી એક બિનવારસી ટેમ્પો મળી આવ્યો હતો.જો કે, તે ખાલી હતો ત્યારે આ મામલે વધુ તપાસ કરતા ધ્યાને આવ્યું કે, આ ટેમ્પાનો સમગ્ર માલ અમદાવાદના પંકજ ખટીક નામના વ્યક્તિને વેચી મારવામાં આવ્યો હતો. જેને પગલે વડોદરા ગ્રામ્ય એલસીબીએ કુશલ શાહ અને પંકજ ખટિકને ઝડપી પાડી 1 કરોડ 56 લાખનો મુદ્દામાલ કબ્જે કરી લીધો છે.

જયારે બાકીનો મુદ્દામાલ અને મુખ્ય સૂત્રધાર શિવલાલ શાહ, ડ્રાઈવર રમેશ પટેલ અને ક્લીનર સલમાનની શોધખોળ હાથ ધરી છે.તો ઉલ્લેખનીય છે કે કરોડોની ચોરીનો મુખ્ય સૂત્રધાર શિવલાલ શાહ અગાઉ પણ ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો ત્યારે આરોપી વિરૂધ્ધ વધુ એક ગુનો નોંધાતા પોલીસે સધન તપાસ હાથ ધરી છે.