Vadodara : કરજણ મહિલા સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા કેસને ઉકેલવામાં ડૉગની મહત્વની ભૂમિકા

|

Aug 18, 2021 | 5:06 PM

જાવા નામના  ડૉગને  મહિલાની હત્યા તથા દુષ્કર્મ કરનાર આરોપીઓ સુધી દોરી ગયો હતો.ઘટનાસ્થળ પરની કેટલીક વસ્તુઓ જાવાને સુંઘાડવામાં આવી હતી.

ઘાસચારો લેવા ગયેલી એક મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ કરાયું અને બાદમાં તેની હત્યા કરાઇ .. અતિ દર્દનાક આ ઘટના છે વડોદરાના કરજણ પંથકની 16 ઓગસ્ટે મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી હતી. પોલીસે તપાસ કરતા ઘટસ્ફોટ થયો છે કે સામૂહિક દુષ્કર્મ બાદ તેની હત્યા કરાઈ છે

વડોદરાના કરજણ પંથકમાં મહિલાની હત્યા બાદ સામૂહિક દુષ્કર્મના કેસમાં આરોપીઓને પકડવામાં ડૉગ સ્ક્વૉડના એક ડૉગે મહત્વની ભૂમિકા ભજવી છે.જાવા નામનો ડૉગ મહિલાની હત્યા તથા દુષ્કર્મ કરનાર આરોપીઓ સુધી દોરી ગયો હતો. ઘટનાસ્થળ પરની કેટલીક વસ્તુઓ જાવાને સુંઘાડવામાં આવી હતી.

જેના આધારે ટ્રેકર ડૉગ સીધી રેલવેના શ્રમજીવીઓના ટેન્ટ સુધી લઈ ગઈ હતી.ડોબરમેન બ્રિડનો ફિમેલ ડૉગ જાવા 19 માસની ઉંમર ધરાવે છે..અમદાવાદમાં 1 વર્ષની તાલીમ મેળવ્યા બાદ દોઢ માસથી તે વડોદરા ગ્રામ્ય પોલીસનો એક ભાગ બની ચૂકી છે.. અત્યાર સુધી 17 કેસની તપાસમાં તેની મહત્વની ભૂમિકા રહી છે..પાદરાના વડુ અને છોટાઉદેપુરના હત્યા કેસને ઉકેલવામાં પણ આ ડૉગની મહત્વની ભૂમિકા હતી

પોલીસે ગણતરીના કલાકોમાં જ 6 આરોપીની ધરપકડ કરી છે.પોલીસના દાવા પ્રમાણે, 16 ઓગસ્ટે મહિલાનો મૃતદેહ મળ્યા બાદ હત્યાનો ગુનો નોંધ્યો હતો.. અને તે દિશામાં તપાસ હાથ ધરી હતી. પોલીસે તપાસ દરમિયાન ડૉગ સ્ક્વૉડ અને FSLની મદદ લીધી હતી. ટ્રેકર ડૉગ જાવા દ્વારા સીન ઓફ ક્રાઈમની વસ્તુઓની સ્મેલના આધારે ટ્રેકિંગ કરાયું હતું.

જે દરમિયાન ટ્રેકર ડૉગ ઘટનાસ્થળથી 500 મીટર દૂર આવેલા એક ટેન્ટમાં જઈ રોકાઈ ગયો હતો. ત્યાં એક શખ્સ પર તેણે શંકા વ્યક્ત કરી હતી.પોલીસે તે શખ્સને અટકાયતમાં લઈ પૂછપરછ કરતા હત્યા અને સામૂહિક દુષ્કર્મની વિગતો પ્રકાશમાં આવી હતી..આમ આરોપીઓ સુધી પહોંચવામાં એક ટ્રેકર ડૉગે મહત્વની ભૂમિકા ભજવી છે.

આ પણ વાંચો : Porbandar : નગરપાલિકા દ્વારા ત્રણ દિવસના પાણી વિતરણની જાહેરાત, પાલિકાનું રાજકારણ ગરમાયું

આ પણ વાંચો : બ્યુટી ક્વીન Manushi Chillarએ બ્લેક ટોપમાં કરાવ્યું ફોટો શુટ, ચાહકો કરી રહ્યા છે ખુબજ પ્રશંસા

 

Next Video