Vadodara : એગ્રિકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી એટલે કે આત્માના(ATMA)મિતાક્ષરે ઓળખાતી સંસ્થા થકી રાજ્યના ખેડૂતો(Farmers)અને અદ્યતન કૃષિ પદ્ધતિ વચ્ચે સેતુરૂપ ભૂમિકા અદા કરવામાં આવે છે. આત્મા પ્રોજેક્ટ હેઠળ વડોદરા જિલ્લાને વર્ષ 2020-21 માં ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ સેકન્ડ બેસ્ટ પર્ફોર્મિંગ ડિસ્ટ્રિક્ટ આત્મા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. કલેક્ટર અતુલ ગોરે આ એવોર્ડ જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા અને આત્માના અધિકારીઓને અર્પણ કર્યો હતો.
કલેક્ટરે વર્ષ 2020-21 માટે તાલુકા કક્ષાના બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ સાવલી તાલુકાના પોઇચા ગામના વિજયકુમાર વાઘેલાને એનાયત કર્યો હતો. આ ખેડૂતનું શાલ, પ્રશસ્તિ પત્ર અને રોકડ પુરસ્કાર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. વાઘેલાએ વૈજ્ઞાનિક ઢબે પશુપાલન અપનાવી પશુઓની સંખ્યામાં વધારો કરવા બદલ આ એવોર્ડ તેમને આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Breaking News : ગુજરાતમાં ચોમાસાના આગમનને લઇને મોટા સમાચાર, ચોમાસામાં થઇ શકે છે વિલંબ
તેઓ પશુપાલન વ્યવસાયમાંથી રૂપિયા 3.68 લાખનો ચોખ્ખો નફો મેળવે છે. કલેક્ટરના હસ્તે વર્ષ 2020-21 ના સમયગાળા દરમિયાન આત્મા પ્રોજેક્ટમાં કામગીરી બદલ નિયામકનું પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. આ એવોર્ડ માટે આત્માની તાલીમમાં મહિલાઓની ભાગીદારી, તાલીમની સંખ્યા સહિતની બાબતો ઉપરાંત વડોદરા જિલ્લામાં પાકમાં જીવાત નિયંત્રણ માટે સોલાર ટ્રેપ સહિતની કામગીરીને ધ્યાને આવી છે.
આ એવોર્ડ વિતરણ સમારોહ વેળાએ નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર જે. ડી. ચારેલ તથા જિલ્લા ખેતીવાડી અધિકારી નીતિન વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:49 am, Tue, 6 June 23