વડોદરા જિલ્લા આયુર્વેદિક અધિકારી ડો.સુધીર જોશીએ દેશનું ગૌરવ વધાર્યું, યુનોના ઇકોસોક પાર્ટનરશીપ ફોરમમાં પ્રથમ ક્રમ મેળવ્યો

|

Feb 06, 2022 | 5:06 PM

આ ફોરમમાં ચાર હજારથી વધુ આંતરરાષ્ટ્રીય એમ્બેસેડર મેમ્બર સ્ટેટસ, સ્ટેક હોલ્ડર, યુનાઈટેડ નેશનની વિવિધ એજન્સીના વડા સહિત સેવાભાવી સંસ્થાઓ અને કંપનીના ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધો હતો.

વડોદરા જિલ્લા આયુર્વેદિક અધિકારી ડો.સુધીર જોશીએ દેશનું ગૌરવ વધાર્યું, યુનોના ઇકોસોક પાર્ટનરશીપ ફોરમમાં પ્રથમ ક્રમ મેળવ્યો
Vadodara District Ayurvedic Officer Dr. Sudhir Joshi enhanced the pride of the country (સુધીર જોશી-ફોટો)

Follow us on

યુનોના ઇકોસોક પાર્ટનરશીપ ફોરમ – 2022 લીડર બોર્ડમાં 6,52, 400 પોઇન્ટ સાથે પ્રથમ ક્રમ મેળવી જિલ્લા આયુર્વેદિક અધિકારી ડો.સુધીર જોશીએ ભારતનું ગૌરવ વધાર્યું.

ડૉ.સુધીર જોશી (DR.Sudhir Joshi) છેલ્લા ઘણા વર્ષોથી યુનાઇટેડ નેશન (United Nations)પ્રેરિત નિરંતર વિકાસના ધ્યેયો (SDG) પર કાર્ય કરી રહ્યા છે.

ડૉ.સુધીર જોશી દેશના યુવાનોને નિરંતર વિકાસના ધ્યેયો હાંસલ કરવા માટે સતત પ્રેરણા આપી રહ્યા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

યુનાઇટેડ નેશનના ઇકોસોક પાર્ટનરશીપ ફોરમ – 2022 (United Nations Ecosok Partnership Forum – 2022)લીડર બોર્ડમાં 6,52,400 પોઇન્ટ સાથે પ્રથમ ક્રમ મેળવી જિલ્લા આયુર્વેદિક અધિકારી ડો.સુધીર જોશીએ ભારતનું ગૌરવ વધાર્યું છે.

ડૉ.સુધીર જોશી છેલ્લા ઘણા વર્ષોથી યુનાઇટેડ નેશન પ્રેરિત નિરંતર વિકાસના ધ્યેયો (SDG) પર કાર્ય કરી રહ્યા છે. જેમાં સેમિનાર, વર્કશોપ, કોન્ફરન્સ એસ.ડી.જી વીક ઉજવણી આદિમાં SDG બ્રિગેડ ઇન્ડિયા દ્વારા સક્રિય રીતે કાર્યરત છે અને ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

હાલમાં યુનાઇટેડ નેશનના ઈકોનોમી અને સોશ્યલ વેલફેર ડિપાર્ટમેન્ટ દ્વારા ECOSOC પાર્ટનરશીપ ફોરમ- 2022 નું આંતરરાષ્ટ્રીય સ્તરે વર્ચ્યુઅલ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો. સુધીર જોશીએ ભારતનું પ્રતિનિધિત્વ કરી લીડર બોર્ડ રેન્કમાં 6,52,400 પોઇન્ટ સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે. જે સમગ્ર વડોદરા ગુજરાત અને ભારત માટે ખૂબ જ ગૌરવની બાબત છે.

આ ફોરમમાં ચાર હજારથી વધુ આંતરરાષ્ટ્રીય એમ્બેસેડર મેમ્બર સ્ટેટસ, સ્ટેક હોલ્ડર, યુનાઈટેડ નેશનની વિવિધ એજન્સીના વડા સહિત સેવાભાવી સંસ્થાઓ અને કંપનીના ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધો હતો.

આ લીડર બોર્ડમાં વિવિધ કોન્ફરન્સના એજન્ડા નક્કી કરવા, કોન્ફરન્સનું આયોજન, વિવિધ પ્રશ્નોના મુદ્દાઓ રજૂ કરવા, વિવિધ એસ.ડી.જી પર નીતિ વિષયક ચર્ચા,ઓનલાઇન સેશનમાં હાજરી, ઇન્ટરનેશનલ સહિત તમામ પાસાઓમાં શ્રેષ્ઠ પદાર્પણ કરી 92 ટકા સાથે પ્રથમ ક્રમ મેળવી ભારતનું ગૌરવ વધારવા બદલ ડો.જોશી અભિનંદનને પાત્ર છે.

ડો.સુધીર જોશી એસડીજી બ્રિગેડ ઇન્ડિયા ટીમ દ્વારા દેશના યુવાનોને નિરંતર વિકાસના ધ્યેયો હાંસલ કરવા માટે સતત પ્રેરણા આપી રહ્યા છે.

આ પણ વાંચો : લતા મંગેશકરના નિધન પર પાકિસ્તાનની આંખો પણ થઇ ભીની, ‘સ્વર કોકિલા’ને કઇંક આ રીતે કર્યા યાદ

આ પણ વાંચો : ભેંસની પૂંછડીના ટુકડામાંથી વાછરડાના ક્લોન્સ બનાવાયા, વૈજ્ઞાનિકોનો દાવો- દૂધની નદીઓ વહેશે

Next Article