વડોદરા મનપાની મેટ્રોપોલિટન કમિટીની ચૂંટણીના બહિષ્કારનું કોંગ્રેસનું એલાન

|

Nov 08, 2021 | 5:27 PM

વડોદરા મનપાની મેટ્રોપોલિટન કમિટીના 30 સભ્યો ચૂંટવા માટે 25 નવેમ્બરે મતદાન યોજાવવાનું છે. તેમજ ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો.

વડોદરા(Vadodara)શહેરના વિકાસના(Development)મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવ્યા છે. જેમાં વડોદરામાં મનપાની મેટ્રોપોલિટન કમિટીની(Metropolitian Committee)ચૂંટણીના(Election)બહિષ્કારનું કોંગ્રેસે(Congress) એલાન કર્યું છે. જેમાં કોંગ્રેસ નેતા અમી રાવતે(Ami Rawat)મ્યુસિપિલ કમિશનર શાલિની અગ્રવાલને આવેદનપત્ર આપ્યું છે. જેમાં અમી રાવતે આક્ષેપ કર્યો કે ભાજપે 15 વર્ષથી મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટીની કોઈ ચૂંટણી જ યોજી નથી.

તેમજ વડોદરાની છેવાડાના વિસ્તારના વિકાસ માટે અલાયદુ ફંડ મળે છે. પરંતુ 5 વર્ષમાં કમિટીની એક પણ વખત બેઠક મળી નથી. આ મેટ્રોપોલિટન કમિટીના 30 સભ્યો ચૂંટવા માટે 25 નવેમ્બરે મતદાન યોજાવવાનું છે. તેમજ ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો.

આ અંગે વધુ જણાવતા કોંગ્રેસ નેતા અમી રાવતે જણાવ્યું છેલ્લા 15 વર્ષથી આ અંગે ભાજપે ચૂંટણી યોજી નથી. તેમજ મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટી માત્ર કાગળ પર છે. જેના લીધે વડોદરા છેવાડાના વિસ્તારોનો વિકાસ અટક્યો છે. તેમજ આ વિસ્તારના લોકોને સમયસર જે પ્રાથમિક સુવિધા મળવી જોઇએ તે મળી નથી. ભાજપે માત્ર વિકાસની વાતો કરી છે પરંતુ વાસ્તવિકતા કશું અલગ જ છે.

આ પણ  વાંચો : સુરેન્દ્રનગર એન્કાઉન્ટર : જાણો કેવી રીતે થયું એન્કાઉન્ટર, વાંચો દિલધડક એન્કાઉન્ટરની આખી ઘટના

આ પણ વાંચો : Surat: ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનો મળ્યો હતો મૃતદેહ, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

 

Published On - 5:26 pm, Mon, 8 November 21

Next Video