Vadodara : સાવલીમાં બે જૂથ વચ્ચે થયેલી અથડામણને પગલે પોલીસ એલર્ટ, અત્યાર સુધીમાં 40 લોકોની ધરપકડ

|

Oct 04, 2022 | 8:06 AM

વડોદરા ગ્રામ્ય પોલીસના (Vadodara Police) જણાવ્યા અનુસાર ધાર્મિક કાર્યક્રમ માટે લોકોએ મંદિરની નજીક થાંભલા પર ધાર્મિક ધ્વજ લગાવ્યો હતો.જેને લઈ બે જુથ આમને-સામને આવી ગયા હતા.

Vadodara : સાવલીમાં બે જૂથ વચ્ચે થયેલી અથડામણને પગલે પોલીસ એલર્ટ, અત્યાર સુધીમાં 40 લોકોની ધરપકડ
Clash between two groups in savli

Follow us on

વડોદરા જિલ્લાના સાવલીમાં (Savli )  એક મંદિર પાસે આવેલા થાંભલા પર ધાર્મિક ધ્વજ લગાવવાને લઈને બે જુથ વચ્ચે અથડામણ થઈ હતી. જો કે હંગામો એટલો વધી ગયો કે બંને પક્ષ વચ્ચે પથ્થરમારો શરૂ થઈ ગયો. ઘટનાની જાણ થતા જ પોલીસ (Vadodara)  પહોંચી હતી અને અત્યાર સુધીમાં લગભગ 40 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બાકીના લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. વડોદરા ગ્રામ્ય પોલીસ વિભાગના પી.આર.પટેલે જણાવ્યું કે ધાર્મિક કાર્યક્રમ માટે લોકોએ મંદિરની (Temple) નજીક સ્થિત થાંભલા પર ધાર્મિક ધ્વજ લગાવ્યો હતો.જેને લઈ બે જુથ આમને-સામને આવી ગયા હતા.

પથ્થરમારામાં અનેક લોકો ઈજાગ્રસ્ત

ટૂંક સમયમાં આ વિરોધ (Protest) ઝપાઝપી અને પથ્થરમારામાં ફેરવાઈ ગયો. અવાજ થતાં બંને પક્ષના ડઝનબંધ લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પછી તેમની વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હાલ પોલીસ તમામ આરોપીઓની ઓળખ કરી ધરપકડ કરવા પ્રયાસ કરી રહી છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

પથ્થરમારા બાદ બંને પક્ષોએ ફરિયાદ નોંધાવી

પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એ.આર. મહિડાએ જણાવ્યું હતું કે આ ઘટનાક્રમના સંદર્ભમાં બંને સમુદાયના લોકોએ એકબીજા સામે ફરિયાદ નોંધાવી છે. બંનેએ એકબીજા પર પથ્થરમારો, મારપીટ અને વાહનોમાં તોડફોડ કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે બંને પક્ષોની તહરીના આધારે 43 લોકો સામે ક્રોસ કેસ નોંધીને આરોપીઓની ઓળખ કરવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં બંને પક્ષના 40 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ઘટનાને પગલે પોલીસ એલર્ટ મોડ પર

હાલ વડોદરા પોલીસ બંને પક્ષો વચ્ચે ઝપાઝપી થવાની શક્યતાના પગલે એલર્ટ મોડ પર છે. સ્થળ પર પૂરતી સંખ્યામાં પોલીસ દળ તૈનાત સાથે, આ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ (Police Petrolling) વધારવામાં આવ્યું છે. પોલીસ પાર્ટીએ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરીને લોકોને ચેતવણી આપી છે કે જો કોઈ કાયદો હાથમાં લેવાની કોશિશ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Next Article