વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલી ન્યૂ હોરિઝન્સ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં બાળક સાથે થયેલા અત્યાચારનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. TV9 ગુજરાતી ના અહેવાલ બાદ બાળ આયોગ તાત્કાલિક એક્શનમાં આવ્યું અને સમગ્ર ઘટના અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા.
આ મામલો 15 માર્ચના રોજ બની હોવાનું જાણવા મળ્યું છે. 4 વર્ષના બાળકને તેના વિકાસ માટે ન્યૂ હોરિઝન્સ ચાઇલ્ડ સેન્ટરમાં મૂકવામાં આવ્યું હતું, કારણ કે તે તેની ઉંમરના બાળકો સાથે વાતચીત અને ફ્રેન્ડશીપ કરી શકતો ન હતો.
માતા પિતાના જણાવ્યા મુજબ, મીરા મેડમ નામની સેન્ટરની હેડ દ્વારા બાળકને ધમકાવવાની ઘટના બની.
માતા પિતાએ જ્યારે સેન્ટરથી બાળકને ઘરે લઈ ગયા ત્યારે બાળક રડતો રહ્યો. જ્યારે માતા પિતાએ બાળક સાથે વાતચીત કરી ત્યારે તેણે મેડમ દ્વારા માર મારવાના આક્ષેપો કર્યા.
4-year-old kid becomes victim of cruelty in child development center in #Vadodara #Gujarat #TV9Gujarati #TV9News pic.twitter.com/FUWvRjGC8z
— Tv9 Gujarati (@tv9gujarati) March 31, 2025
માતા પિતાએ સેન્ટરના CCTV ફૂટેજ માંગ્યા પરંતુ તેમને કહ્યું કે CCTVનું સંચાલન મુંબઈ હેડ ઓફિસમાંથી થાય છે.
માતા પિતાએ મુંબઈ હેડ ઓફિસને મેઇલ કરીને CCTVની માંગણી કરી છતાં પણ અનાકાની કરવામાં આવી.
અનેક પ્રયાસો બાદ જ્યારે CCTV ફૂટેજ સામે આવ્યા ત્યારે માતા પિતાના હોશ ઉડી ગયા.
માતા પિતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં મીરા અને પૂજા નામની મેડમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.
જ્યારે બાળક રડતું હતું ત્યારે પૂજા મેડમ હિંચકે ઝૂલતી રહી અને બાળકને ચૂપ કરાવવાની પણ તસ્દી લીધી નહીં.
મીરા મેડમ જ્યારે બાળકને ધમકાવતી હતી ત્યારે પણ પૂજા મેડમ ત્યાં હાજર હતી પણ તેણે આ ઘટનાનો વિરોધ કર્યો નહોતો.
TV9 ગુજરાતી ના અહેવાલ બાદ બાળ આયોગે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. મકરપુરા પોલીસ દ્વારા FIR નોંધવામાં આવી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
માતા પિતાએ વધુ એક ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે. તેમના બાળકને ઘટનાની જાણ થઈ કારણ કે તે બોલી શકે છે.
પરંતુ જે બાળકો બોલી શકતા નથી તે બાળકો શું કરશે.
માતા પિતાની ચિંતાઓ છે કે સેન્ટરમાં આવનારા અન્ય બાળકો સાથે પણ આવો જ ક્રૂરતાભર્યો વ્યવહાર થતો હોય તો તે બહાર કેવી રીતે આવશે.
મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા મેડમ મીરા અને પૂજા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે Tv9 એ પોલીસ DCP સાથે વાત કરતાં આ બાબતે અન્ય અધિકારીને પૂછવા ખો આપ્યો હતો.
માતા પિતાએ બાળ સુરક્ષા માટે વધુ સાવધાની રાખવા અને આવા સેન્ટરોમાં સતર્ક દેખરેખ રાખવા માટે બાળકોના વાલીઓને અપીલ કરી છે.