Vadodara: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીસીસીઆઈ-એક્પોની 12મી આવૃત્તિનું કર્યું ઉદ્ધાટન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈન્ટીગ્રિટી ઉપર મૂક્યો ભાર

|

Jan 27, 2023 | 1:26 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ડિફેન્સ તથા એરોસ્પેસ ક્ષેત્રમાં સૌથી મોટું રોકાણ વડોદરામાં થયું છે. આ રોકાણ સાથે એરક્રાક્ટ મેન્યુફેક્ચરિંગ માટે નવી ઇકોસિસ્ટમનો વિકાસ થશે. વડોદરાની એવિએશન હબ તરીકે નવી ઓળખ મળશે, તેનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

Vadodara: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીસીસીઆઈ-એક્પોની 12મી આવૃત્તિનું કર્યું ઉદ્ધાટન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈન્ટીગ્રિટી ઉપર મૂક્યો ભાર
CM Bhupendra Patel at Vadodara

Follow us on

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત વીસીસીઆઈ-એક્પોની 12મી આવૃત્તિનું ઉદ્દઘાટન કર્યું હતું અને જણાવ્યું હતું કે અર્થતંત્રની કરોડરજ્જુ સમાન લઘુ, મધ્યમ અને સુક્ષ્મ ઉદ્યોગોના સર્વાંગી વિકાસ માટે ચાર આઈના મંત્ર ઉપર ભાર મૂકતા જણાવ્યું છે કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈન્ટીગ્રિટી, ઈન્ક્લ્યુઝિવ ડેવલપમેન્ટ અને ઈન્ટરનેશનલ આઉટલૂકના સમન્વયથી ઔદ્યોગિક એકમોનું ઉત્પાદન વૈશ્વિક હરિફાઇ કરી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આ ચાર આઇના મંત્ર ઉપર ઉદ્યોગકારોએ ફોકસ કરવાની જરૂરિયાત છે એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ ઉદ્દઘાટન કર્યા બાદ એક્પોના વિવિધ સ્ટોલની મુલાકાત પણ લીધી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે દેશમાં કાર્ગો હેન્ડલિંગ , સ્ટાર્ટઅપ, નિકાસ અને નણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત સમગ્ર ભારતમાં અગ્રેસર રાજ્ય છે તેમજ કોરોના કાળ પછી એવી સ્થિતિ પ્રર્વતી રહી છે કે આજે વિશ્વના વિકસિત દેશોમાં રોજગારી મળતી નથી, ત્યારે ભારતમાં નોકરીની ઘણી તકો છે. વિશ્વના લોકો ભારતમાં રોકાણ કરવા ગુજરાત પ્રથમ પસંદગી છે તેમાં ગુજરાત સૌથી અગ્ર સ્થાને છે.

MSME ગુજરાતનું અભિન્ન અંગ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે MSME ગુજરાતનું અભિન્ન અંગ છે અને રાજ્યમાં હાલમાં 8.66 લાખ જેટલા આવા ઉદ્યોગો ધમધમી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, ગુજરાત દેશનો પાંચ ટકા ભૌગોલિક હિસ્સો ધરાવે છે પણ દેશના કુલ ઘરેલું ઉત્પાદનમાં 8 ટકા અને દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન 18 ટકા જેટલું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે છેલ્લા બે દાયકામાં સર્વાંગી વિકાસ સાધ્યો છે.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

સાથે જ તેમણે ઉમેર્યું હતું કે દેશના ડિફેન્સ તથા એરોસ્પેસ ક્ષેત્રમાં સૌથી મોટું રોકાણ વડોદરામાં થયું છે. આ રોકાણ સાથે એરક્રાક્ટ મેન્યુફેક્ચરિંગ માટે નવી ઇકોસિસ્ટમનો વિકાસ થશે. વડોદરાની એવિએશન હબ તરીકે નવી ઓળખ મળશે, તેનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આયોજિત વીસીસીઆઇ એક્પો-2023 આસપાસના ઉદ્યોગોને ટેક્નોલોજીના નવા આયામો, ભવિષ્યની તકો અને આંતરરાષ્ટ્રીય બજાર તથા માંગની ખૂટતી કડીઓ પૂરવામાં સબળ માધ્યમ બનશે, એવી શ્રદ્ધા વ્યક્ત કરી આયોજકોને બિરદાવ્યા હતા. ઉદ્યોગકારોની કન્વેન્શન સેન્ટર અંગેની માંગણીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.

Next Article