Vadodara: મેયર વિરુદ્ધ પત્રિકા ફરતી કરનાર આરોપીઓ જામીન મુક્ત, ભાજપના કાર્યકર આરોપીને કરાયો સસ્પેન્ડ

|

Jul 23, 2023 | 10:48 PM

Vadodara: વડોદરા શહેરના મેયર વિરુદ્ધ પત્રિકા ફરતી કરનાર આરોપીઓ સામે ક્રાઈમબ્રાંચે ગુનો નોંધ્યો છે. મેયર વિરુદ્ધ પત્રિકા ફરતી કરનારા બંને આરોપી પૈકી એક આરોપી ભાજપનો જ કાર્યકર છે જેને પાર્ટીએ સસ્પેન્ડ કર્યો છે. જો કે જામીનપાત્ર ગુનો હોવાથી ક્રાઈમ બ્રાંચ દ્વારા પણ બંને આરોપીને જામીન મુક્ત કરાયા છે.

Vadodara: મેયર વિરુદ્ધ પત્રિકા ફરતી કરનાર આરોપીઓ જામીન મુક્ત, ભાજપના કાર્યકર આરોપીને કરાયો સસ્પેન્ડ

Follow us on

Vadodara: વડોદરા શહેરના મેયર નિલેશ રાઠોડ વિરુદ્ધની પત્રિકા પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી બંનેને રવિવારે કોર્ટમાં રજૂ કર્યા હતા, જે કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો તે જામીન પાત્ર ગુનો હોવાથી કોર્ટ ક્રાઇમ બ્રાન્ચ નેજ કહ્યું કે પોલીસ સ્ટેશનથી કાર્યવાહી આટોપો. જેથી બંને આરોપીને ક્રાઇમ બ્રાન્ચે “જામીન મુક્ત” કર્યા હતા, બે આરોપી પૈકીના એક અમિત લીંબચિયા ભાજપના કાર્યકર હોવાનું ખુલ્યા બાદ શહેર ભજપ દ્વારા અમિત લીંબચિયાને સસ્પેન્ડ કરી “પાર્ટી મુક્ત” કરી દીધા હતા.

વડોદરાના મેયર નિલેશ રાઠોડ અને તેઓના ભાઈઓ સામે ગંભીર આક્ષેપો કરતી પત્રિકા પોસ્ટ દ્વારા ભાજપ ના હોદ્દેદારો તથા કોર્પોરેટરો ને થોડા દિવસો પૂર્વે મળતા શહેરના રાજકીય મોરચે ભૂકંપ જેવી સ્થિતિનું નિર્માણ થયા બાદ મેયર નિલેશ રાઠોડની રજુઆતને પગલે વડોદરા શહેર પોલીસ કમિશ્નર શમશેર સિંઘ દ્વારા પત્રિકા પ્રકરણની તપાસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલ્યું હતું કે ભાજપ નેતાઓને મોકલાયેલી પત્રિકા રાવપુરા GPOથી પોસ્ટ કરાઈ હતી. એક કારમાં બે શખ્સો આવ્યા હતા. બે પૈકીના એકે પત્રિકાઓના કવર પોસ્ટ કર્યા હતા. CCTVરૂપી પુરાવા તથા અન્ય કેટલાક ટેક્નિકલ એવીડન્સના આધારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મેયર નિલેશ રાઠોડના ભાઈ ધવલસિંહને ફરિયાદી બનાવી અમિત ઘનશ્યામ લીંબાચિયા અને આકાશ ગીરીશભાઈ નાયી વિરુદ્ધ IPCની કલમો 469, 500, 501, 502, 506, 507 અને 120-B મુજબ ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રવિવારે બપોરે બંનેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ક્રાઇમ બ્રાન્ચનેજ પોલીસ સ્ટેશન કક્ષાએથી કાર્યવાહી પુરી કરવા જણાવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંને આરોપીઓ સાથે રજૂ કરેલ પ્રોડક્શન રિપોર્ટ અને FIR જોતા કોર્ટ માર્ક કર્યું કે ગુનો કલમો હેઠળ નોંધવામાં આવ્યો છે, તે જામીન પાત્ર છે જેથી કોર્ટે આરોપીઓનુ પ્રોડક્શન સ્વીકાર્યું નહોતું અને પોલીસ મથકેથી કાનૂની કાર્યવાહી પૂર્ણ કરવા જણાવ્યું હતું.

અમિતની ઓફિસમાંથી ક્રાઇમબ્રાન્ચે લેપટોપ પ્રિન્ટર કબ્જે કર્યા

આ કેસના તપાસ અધિકારી ક્રાઇમ બ્રાન્ચના PI મહાદેવ ચૉધરી એ tv9 ને જણાવ્યું કે બંનેની વિસ્તૃત પૂછપરછ કરવામાં આવી છે. અમિત લીંબચિયાની તરસાલી સ્થિત શ્રીરામ એન્ટર પ્રાઈઝ નામની ઓફિસમાંથી લેપટોપ, પ્રિન્ટર મોબાઈલ કબ્જે કર્યા છે. જે ફોરેન્સિક તપાસ માટે FSLમાં મોકલવામાં આવશે. બને આરોપીઓ ના મોબાઈલ પણ કબ્જે લેવામાં આવ્યા છે. કોલ ડિટેલ તથા અન્ય ટેક્નિકલ એનાલિસિસ સાથે આગળની તપાસ જારી છે.

ક્રાઇમ બ્રાન્ચે જામીન મુક્ત કર્યા બાદ અમિત લીંબચિયાને ભાજપે કર્યો સસ્પેન્ડ

અમિત લીંબચિયા અને આકાશ નાયીને કોર્ટ થી ક્રાઇમ બ્રાન્ચ લાવી જામીન મુક્તિની કાર્યવાહી ચાલી રહી હતી. એજ અરસામાં વડોદરા ભાજપના મહામંત્રી સુનિલ સોલંકી અમિત લીંબચિયાને પાર્ટીમાંથી મુક્ત કરતો પત્ર તૈયાર કરી રહ્યા હતા. અમિત લીંબચિયા વોર્ડ નમ્બર 19માંથી ભાજપના પ્રાથમિક સભ્ય બન્યા હતા. ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ અમિત લીંબાચીયાને સસ્પેન્શન પત્ર પાઠવતા લખ્યું છે કે શહેરના મેયર વિરુદ્ધની નનામી પત્રિકા સંદર્ભમાં પોલીસ તપાસમાં આપનું નામ આવેલ છે. આ પ્રકારની પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવે છે.

આ બે આરોપી તો પ્યાદા છે, માસ્ટર માઈન્ડને પોલીસ શોધે છે: મેયર નિલેશ રાઠોડ

મેયર નિલેશ રાઠોડે tv9 સાથે વાત કરતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચની અત્યાર સુધીની કાર્યવાહીને બિરદાવતા કહ્યું કે આ બે તો પ્યાદા છે, અસલી માસ્ટર માઈન્ડ કોણ છે તેની તપાસ પોલીસ કરી રહી છે, અસલી માસ્ટર માઈન્ડ સામે આવ્યા બાદ આગળની કાર્યવાહી અંગે વિચારીશું.

 

હવે પાર્ટીમાંથી મુક્તિ અને હાથકડીના બંધનનો વારો કોનો?

ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલ આરોપીઓ અમિત લીંબચિયા અને આકાશ નાયી વોર્ડ નમ્બર 19 ના ભાજપના કોર્પોરેટર અને કોર્પોરેશનમાં શાસક પક્ષના નેતા અલ્પેશ લીંબચિયાના સંબંધી થાય છે. બંનેની ધરપકડ બાદ પાર્ટી દ્વારા અલ્પેશ લીંબચિયાનું શાસક પક્ષના નેતા પદેથી રાજીનામુ લઈ લેવાયું છે. અમિત લીંબચિયાને તો ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી દૂર કરી દેવાયો છે, પરંતુ આ પ્રકરણમાં હજુ વધુ અને મોટી નવાજુનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. વડોદરાના રાજકીય મોરચે ચર્ચા એ છે કે અમિત લીંબચિયા પછી પાર્ટીમાંથી કોને સસ્પેન્ડ કરવામાં આવે છે અને ક્રાઇમ બ્રાન્ચ ત્રીજા ક્યાં આરોપીને સાણસામાં લે છે.

આ પણ વાંચો: Vadodara: પાદરામાં પ્રદુષિત જળસ્તર સુધારવા ભાભા એટેમિક રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકો વ્હારે આવ્યા, દૂષિત જળસ્તરવાળા વિસ્તારોની લીધી મુલાકાત

અલ્પેશ લીંબચિયાની સાથે અન્ય એક મોટા નેતાની રાજકીય કારકિર્દી સામે પ્રશ્નાર્થ

ક્રાઇમ બ્રાન્ચના રેકોર્ડ પર “પત્રિકા પ્રકરણ”ના આરોપીઓ ભલે અમિત લીંબચિયા અને આકાશ નાયી છે પરંતુ આ બંનેએ અલ્પેશ લીંબચિયાના કહેવાથી આ કાંડ કર્યું હોવાનો ગણગણાટ છે અને આ અટકળો સાથેજ પાર્ટી દ્વારા કોર્પોરેશનમાં શાસક પક્ષના નેતા પદેથી રાજીનામુ લઈ લેવાયું છે પરંતુ અલ્પેશ લીંબચિયાની પાછળ પણ કોઈ બીજી વ્યક્તિના દોરી સંચારની ચર્ચા છે. અલ્પેશ લીંબચિયાની સાથે પ્રદેશ કક્ષાના આ નેતાની રાજકીય કારકિર્દી સામે પણ હવે આ પત્રિકા પ્રકરણના લીધે પ્રશ્નાર્થ સર્જાયો છે.

વડોદરા સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:05 pm, Sun, 23 July 23

Next Article