વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ ! સ્કૂટીચાલક બે યુવતીઓને અડફેટે લેતા બન્નેને થઈ ગંભીર ઈજા

|

Jan 19, 2023 | 12:47 PM

વડોદરામાં બે યુવતીઓ નવજીવન બસ સ્ટેન્ડ પાસેથી સ્કૂટી પર પસાર થતી હતી. ત્યારે રખડતા ઢોરે બે યુવતીને અડફેટમાં લઈને સ્કૂટી પરથી નીચે પાડી નાખી હતી. જે તેમને શિંગડા અને લાતો મારતા બંને યુવતીને ઈજાગ્રસ્ત થઈ હતી. આ ઘટનામાં એક યુવતીને મોઢા, માથા અને નાકના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.

વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ ! સ્કૂટીચાલક બે યુવતીઓને અડફેટે લેતા બન્નેને થઈ ગંભીર ઈજા
Image Credit source: simbolic image

Follow us on

રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસની ઘટનાઓ સતત ચિંતાજનક હદે વધી રહી છે. આવી જ એક ઘટના વડોદરામા જોવા મળી છે. બે યુવતીઓ નવજીવન બસ સ્ટેન્ડ પાસેથી સ્કૂટી પર પસાર થતી હતી. ત્યારે રખડતા ઢોરે બે યુવતીને અડફેટમાં લઈને સ્કૂટી પરથી નીચે પાડી નાખી હતી. જે તેમને શિંગડા અને લાતો મારતા બંને યુવતીને ઈજાગ્રસ્ત થઈ હતી. આ ઘટનામાં એક યુવતીને મોઢા, માથા અને નાકાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તો બીજી મહિલાને હાથ અને પગમાં બેઠો માર થયો હતો. પીડિત પરિવારજનોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને રખડતા ઢોરના ત્રાસમાંથી લોકોને મુક્ત કરાવે તેવી માગણી કરી છે. વડોદરામાં રખડતા ઢોરની ત્રાસથી સતત લોકોમાં હાલાકીનો અનુભવ થાય છે.

રાજ્યમાં સર્વે પ્રક્રિયા હાથ ધરાઈ

રખડતા ઢોરના ત્રાસથી સરકારે રખડતા ઢોરને ખસીકરણ કરવામાં આવશે. ગુજરાતમાં રખડતા ઢોરના કારણે થતા અકસ્માતોને ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં લોકોને સૌથી વધુ ઇજા આખલાઓના કારણે થતી હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારે બાદ નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉપક્રમે સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યમાં 50 હજારની આસપાસ રખડતા આખલા હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારે આ આખલાઓનું ખસીકરણ કરીને તેમની વસ્તી નિયંત્રણમાં લાવી આતંક ઓછો કરવાનો પ્રયાસ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના માટે મેડિકલ એડવાઇસ પણ લેવામાં આવી છે.

આ પણ વાંચો : VIDEO : વડોદરામાં વિચિત્ર અકસ્માત, મહિલા કારચાલકે બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવતા ગાડી સીધી શો-રૂમમાં !

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

જાન્યુઆરીના અંતિમ સપ્તાહથી શરૂ કરાશે ખસીકરણ

ગુજરાતની વાત કરવામાં આવે તો 50 હજાર આખલાઓના ખસીકરણ માટે 50 લાખ રુપિયાનો નિભાવ ખર્ચ આવી શકે છે. ત્યારે સરકારની સાથે સ્થાનિક સંસ્થાઓ,NGOની મદદથી પ્રોજેક્ટ શરુ કરવાની સરકારની વિચારસરણી ચાલી રહી છે. મોરબી અને કચ્છ એમ બે સ્થળે પાયલટ પ્રોજેક્ટ શરુ કરવા પર વિચાર થઇ રહ્યો છે. જાન્યુઆરીના અંતિમ સપ્તાહની અંદર પાયલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી શકે છે. જેમાં આખલાઓનું ખસીકરણ કર્યા બાદ તેમને નજીકની ગૌશાળામાં મુકવામાં આવશે અને ગૌશાળાનો નિભાવ ખર્ચ સરકાર આપશે.

આખલાઓના ખસીકરણની કામગીરી નિષ્ણાંતોની ટીમ દ્વારા કરવામાં આવશે. સમગ્ર ખસીકરણ કામગીરી વેટેરનરી કૉલેજોના અધ્યાપકો તથા પશુપાલન ખાતાના પશુચિકિત્સા અધિકારીઓના સંકલનથી હાથ ધરાશે. આ ટીમમાં 1 પશુચિકિત્સા અધિકારી, 2 પશુધન નિરિક્ષક અને 2 હેન્ડલરનો સમાવેશ કરવામાં આવશે. ખસીકરણ બાદ આખલાઓને ગૌ માતા પોષણ યોજનાની સહાય મેળવતી સંસ્થાઓમાં મોકલાશે.

Published On - 12:47 pm, Thu, 19 January 23

Next Article