વડોદરા માં રાજ્યના સૌથી લાંબા બ્રિજનુ નિર્માણ કરવામાં આવ્યુ હતુ. આ નવા બ્રિજની સેફ્ટી વોલ ધરાશાયી થવાને લઈ આક્ષેપો સ્થાનિકો દ્વારા થવા લાગ્યા છે. અટલ બ્રિજને 200 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો અને આ દરમિયાન બ્રિજની સેફ્ટી વોલ વરસાદને કારણે તૂટી પડવાને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર અને અન્ય અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થળ નિરીક્ષણ કર્યુ હતુ. વિશાળ બ્રિજની સુરક્ષાને લઈ આક્ષેપો થવા લાગ્યા હતા અને જેને લઈ આખરે અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ બચાવ કરતા કહ્યુ હતુ કે, બ્રિજને અને સેફ્ટી વોલની સ્ટેબેલિટીને કોઈ જ સંબંધ નથી. સ્થાનિકોએ બ્રિજની સેફ્ટી વોલ તૂટવાને લઈ કટકીના આક્ષેપો કર્યા હતા.
બ્રિજ સુરક્ષીત હોવાનુ મ્યુનિસીપલ કોર્પોરેશનના કમિશ્નર દિલીપ રાણાએ કહ્યુ હતુ. સ્થળ પર કોર્પોરેશનના એન્જિન્યરની ટીમ સાથે સ્થળ તપાસ કરવામાં આવી હતી. બ્રિજની સેફ્ટી વોલ તૂટી પડવાને લઈ આક્ષેપોને લઈ અધિકારીઓ સ્થળ પર નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. દિલીપ રાણાએ મીડિયા સાથે વાતચિતમાં બતાવ્યુ હતુ કે, સેફ્ટી વોલ એ પુલ નિચે કચરો જમા ના થાય એ માટે બનાવવામાં આવી હતી. આ વોલને બ્રીઝ સાથેની સ્ટેબિલીટી સાથે કોઈ સંબંધ નથી. બ્રીઝ સુરક્ષિત છે. એન્જિયરે પણ આ જ વાત કરી હતી, અને બ્રિજના નિરીક્ષણ કાર્યબાદ બતાવ્યુ હતુ કે, બ્રિજ સુરક્ષિત છે અને કોઈ પ્રોબ્લેમ નથી.
Published On - 5:44 pm, Sun, 4 June 23