સમગ્ર ભારતમાં હિન્દુ સ્ટડીઝ (Hindu Studies) માં પ્રથમ સ્નાતક કાર્યક્રમ વડોદરા (Vadodara) ની એમ. એસ. યુનિવર્સિટી (MS University) માં શરૂ કરવામાં આવશે, 60 બેઠકોની પ્રથમ બેચ સાથે ચાલુ શેક્ષણિક સત્રથી આ કોર્સ શરૂ કરવામાં આવશે. આ કોર્સની ડિઝાઇન સાથે સંકળાયેલ નિષ્ણાત અને કો ઓર્ડીનેટર પ્રોફેસર દિલીપ કાતરીયાએ જણાવ્યું કે ત્રણ વર્ષનો સ્નાતક કાર્યક્રમ હિદુ સંસ્કૃતિનું મૂળભૂત જ્ઞાન આપશે અને વર્તમાન સંદર્ભમાં હિંદુ મૂલ્યોની સ્થિતિને સ્પષ્ટ કરશે. તે વિદ્યાર્થીને વ્યક્તિ, કુટુંબ, સંબંધો, સમાજ, રાજ્ય, પર્યાવરણ અને સમગ્ર બ્રહ્માંડની હિન્દુ વિભાવનાઓને સમજવામાં મદદ કરશે.એમ એસ યુનિવર્સિટીના પીઆર ઓ લકુલેશ ત્રિવેદી એ જણાવ્યું કે આ કોર્સ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી), સરકાર દ્વારા ભલામણ કરાયેલ હિંદુ અભ્યાસના અભ્યાસક્રમ પર આધારિત છે. એમ એસ યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવી રહેલ આ કોર્સ અંગે વિધાર્થી સંગઠનો અને વિધાર્થીઓ દ્વારા હકારાત્મક પ્રતિસાદ આપવામાં આવી રહ્યો છે.
ભારતએ એક પ્રાચીન સંસ્કૃતિ છે જેણે “વસુધૈવ કુટુંબકમ” અથવા “સમગ્ર વિશ્વ મારું કુટુંબ છે”ના દર્શનને પોષ્યું છે. હજારો વર્ષોથી, તેણે તેની સંસ્કૃતિના એક ભાગ તરીકે વિચારો અને દર્શનને આત્મસાત કરવાની નિખાલસતા દર્શાવી છે. કમનસીબે, છેલ્લા 200 વર્ષથી ભારતના ઇતિહાસ અને જ્ઞાન પ્રણાલીના પર પશ્ચિમના વર્ચસ્વયના કારણે હિંદુ દર્શન (ફિલસૂફી)ના સાચા સ્વરૂપનું પક્ષપાતી અને અપૂર્ણ નિરૂપણ કર્યું છે. મહત્વપૂર્ણ પરંપરાઓ અને ગ્રંથો જેમ કે વેદ, રામાયણ, મહાભારત અને અન્યોને સંસ્થાનવાદી વહીવટકર્તાઓ દ્વારા દંતકથાઓ અથવા પૌરાણિક કથાઓ તરીકે દર્શાવી ઐતિહાસિક મહત્વને રદ કરવામાં આવ્યા હતા. સ્વતંત્રતા પછીના સમયગાળામાં પણ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પશ્ચિમી પ્રભાવ પ્રવર્તતો રહ્યો. એટલા માટે કોઇ મોટા ફેરફારો રજૂ કરવામાં આવ્યા ન હતા. હાલ ભારત સરકારે 2019 માં નવી શિક્ષણ નીતિ (NEP) રજૂ કરી, જે આવી વિસંગતતાઓને સુધારવા માટે મૂલ્ય વર્ધિત અભ્યાસક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેમાં ભારત કેન્દ્રિત જ્ઞાન પરંપરા પર વધુ ભાર મૂકવામાં આવે છે. નવી શિક્ષણ નીતિના આ ધ્યેય મુજબ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ હિંદુ સ્ટડીઝ સમગ્ર ભારતમાં પ્રથમ સ્નાતક કાર્યક્રમ શરૂ કર્યો છે.
બદલાતા સમય સાથે તાલમેલ રાખીને, હિંદુ અધ્યયન પરનો આ કાર્યક્રમ, પ્રાચીન જ્ઞાન પ્રણાલીના મહત્વ પર પ્રકાશ પાડે છે. જ્યારે તે વર્તમાન અને ભાવિ પેઢીઓને વૈશ્વિક પરિદ્રશ્યમાં ભારતના મહત્વની વધુ સારી સમજણ આપે છે.હિંદુ અભ્યાસના મહત્વમાં મૂળભૂત સૈદ્ધાંતિક પરિમાણો છે. આ પરિમાણો હિંદુ ધર્મ, ભારતીય સમાજ અને ભારતીય સંસ્કૃતિમાં તેનું મહત્વ વધુ સારી રીતે સમજવા સક્ષમ બનાવે છે. આ કાર્યક્રમ હિન્દુઓના ધાર્મિક અને સાંસ્કૃતિક પાસાઓને વિસ્તૃત અને ન્યાયી ઠેરવે છે. આ ઉપરાંત, સમકાલીન વિશ્વમાં પ્રબળ એવા અન્ય વિવિધ વિચારો અને ફિલસૂફીનું વિવેચનાત્મક સંશોધન પણ રજૂ કરે છે અને સર્વગ્રાહી જીવન માટે વધુ ન્યાય અને ‘માનવતા’ને પ્રોત્સાહન આપવા માટે જ્ઞાન પ્રણાલીનો વૈકલ્પિક સમૂહ પ્રદાન કરે છે.
ત્રણ વર્ષનો સ્નાતક કાર્યક્રમ હિદુ સંસ્કૃતિનું મૂળભૂત જ્ઞાન આપશે અને વર્તમાન સંદર્ભમાં હિંદુ મૂલ્યોની સ્થિતિને સ્પષ્ટ કરશે. તે વિદ્યાર્થીને વ્યક્તિ, કુટુંબ, સંબંધો, સમાજ, રાજ્ય, પર્યાવરણ અને સમગ્ર બ્રહ્માંડની હિન્દુ વિભાવનાઓને સમજવામાં મદદ કરશે. આ કાર્યક્રમ વિવિધ આંતરશાખાકીય વિષયો પ્રદાન કરે છે જેમ કે ઇતિહાસ, અર્થશાસ્ત્ર, કાયદો, સમાજ, સંસ્કૃતિ, રાજકારણ, શિક્ષણ, કળા, નીતિશાસ્ત્ર, સાહિત્ય, નાટક, ભાષાશાસ્ત્ર, આયુર્વેદ અને યોગશાસ્ત્રનો સમાવેશ કરીને આંતરશાખાકીય અભિગમ વિધાર્થીને વર્તમાનમાં હિંદુ વિશેની તેની સમજને સંદર્ભિત કરવામાં મદદ કરશે. હિંદુ સ્ટડીઝ સંભવિત કારકિર્દી બનાવવા માટે તકોની છત્ર આપે છે. વિધાર્થી ત્રણ વ્યાપક શ્રેણીઓને ધ્યાનમાં લઈ શકે છે –જેવા કે ધર્મ, શિક્ષણ અને સંશોધન વગેરે.
બેઠકોની સંખ્યા: કાર્યક્રમ એક વિભાગમાં 60 વિદ્યાર્થીઓને સામેલ કરશે.
પ્રવેશ: પાત્રતા: કોઈપણ રાજ્ય અથવા કેન્દ્રીય બોર્ડનું ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર (12મું ધોરણ) ધરાવતો કોઈપણ વિધાર્થી અરજી કરવા પાત્ર છે. મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવે છે
ફી માળખું ફોર્મ અને પ્રવેશ પરીક્ષા ફીઃ રૂ. 300/-, પ્રથમ વર્ષ, બીજા અને ત્રીજા વર્ષની ફી રૂ. 14000/- પ્રતિ વર્ષ
અભ્યાસક્રમ માળખું: B.A. (હિન્દુ સ્ટડીઝ), ફેકલ્ટી ઓફ આર્ટસ
બેઠકોની સંખ્યા: કાર્યક્રમ એક વિભાગમાં 60 વિદ્યાર્થીઓને સામેલ કરશે.
પ્રવેશઃ પાત્રતા: વિજ્ઞાન, ટેકનોલોજી, સામાજિક વિજ્ઞાન અથવા માનવશાસ્ત્રમાંથી ઓછામાં ઓછા 45% ગુણ અથવા સમકક્ષ ગ્રેડ સાથે ડિગ્રી ધરાવનાર કોઈપણ સ્નાતક અરજી કરવા પાત્ર છે. મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવે છે
ફી માળખું ફોર્મ અને પ્રવેશ પરીક્ષા ફીઃ રૂ. 300/-, પ્રથમ વર્ષ, બીજા અને ત્રીજા વર્ષની ફી રૂ. 14000/- પ્રતિ વર્ષ
અભ્યાસક્રમ માળખું: M.A. (હિન્દુ સ્ટડીઝ), ફેકલ્ટી ઓફ આર્ટસ
Published On - 6:01 pm, Wed, 6 July 22