વડોદરા (Vadodara) જિલ્લામાં આવેલી કરજણ નગરપાલિકા દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. સરકારની અમૃત 2.0 SWAP-1 યોજના હેઠળ અનુભવી ઇજારદારો પાસેથી ઓનલાઇન ટેન્ડર મગાવવામાં આવ્યા છે. વડોદરાના જૂના બજાર વિસ્તારમાં આવેલા સ્વામીવિવેકાનંદ તળાવના નવીનીકરણના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.
આ પણ વાંચો- Tender Today : ઇપ્કોવાલા ઓડિટોરિયમ હોલમાં CCTV ઇન્સ્ટોલેશનના સામાન સપ્લાય કરવાના કામનું ટેન્ડર
આ ટેન્ડરની અંદાજીત રકમ 99,83,928 રુપિયા છે. ટેન્ડરની બાનાની રકમ 99,840 રુપિયા છે. ટેન્ડરની ફી 2400 રુપિયા છે. તો ટેન્ડર ઓનલાઇન ભરવાની છેલ્લી તારીખ 1 જૂન 2023થી 15 જૂન 2023 સાંજે 6 કલાક સુધીની છે. ઓનલાઇન ટેન્ડર ખોલવાની તારીખ 23 જૂન 2023 બપોરે 12 કલાક સુધીની છે. ટેન્ડરની શ્રેણી D કલાસ અને તેની ઉપરની છે.
ટેન્ડરની વધુ વિગતો નગરપાલિકા કચેરીએ ઓફિસ સમય દરમિયાન જોવા મળશે. તેમજ ઓનલાઇન http://www.nprocure.com વેબસાઇટ ઉપર ટેન્ડર ભરવાના રહેશે.
ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો